શિવપૂજાની વિધિ:29 જુલાઈથી શ્રાવણ શરૂ; આ મહિનામાં જળ-દૂધ જ નહીં, આ 5 અન્ય સામગ્રીઓથી પણ શિવલિંગનો અભિષેક કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 29 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. આ મહિનો 27 ઓગસ્ટ સુધી રહેશે. માન્યતા છે કે આ મહિનામાં કરવામાં આવતી શિવપૂજાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. શિવ પૂજામાં ખાસ કરીને જળ અને દૂધથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શિવપૂજન પહેલાં ભક્તોને ચંદન કે ભસ્મનું ત્રિપુંડ પોતાના માથા ઉપર લગાવવું જોઈએ. પૂજા પહેલાં શિવલિંગ ઉપર ચઢેલી વસ્તુઓને દૂર કરવી. બીલીપત્ર ધોઈને ફરી પૂજામાં ઉપયોગ લઈ શકાય છે. શિવજીનું પૂજન રાતે પણ કરી શકાય છે. જાણો વિવિધ વસ્તુઓથી શિવજીનો અભિષેક કરવાથી કઈ-કઈ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.

શિવજીની પૂજા કરતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ
શિવજીની પૂજા કરતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ
  • ભગવાન શિવનો દૂધની ધારાથી અભિષેક કરો છો તો ઘરમાં સુખ-શાંતિ જળવાય છે. મન શાંત રહે છે અને કુંડળીના ચંદ્ર ગ્રહના દોષ પણ શાંત થાય છે.
  • જળની ધારાથી અભિષેક કરવાથી ભક્તોની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
  • જો રોગમાંથી મુક્તિ ઇચ્છો છો તો શિવજીને ઘી અને મધની ધારથી અભિષેક કરવો જોઈએ. અત્તરથી અભિષેક કરવાથી ભક્તોને સુખ-શાંતિ મળે છે. શેરડીના રસથી અભિષેક કરવાથી જીવનમાં આનંદ જળવાયેલો રહે છે.
  • જે લોકો શિવજીની નિઃસ્વાર્થ ભાવથી માત્ર ભક્તિ કરે છે, તેમણે ગંગાજળથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. ગંગાજળ શિવજીને ખાસ પ્રિય છે અને તેના અભિષેકથી ભગવાન ભક્તો ઉપર ખાસ કૃપા કરે છે.

શિવજીની સરળ પૂજા આ રીતે કરી શકાય છે
શિવલિંગ ઉપર જળ, પંચામૃત અને દૂધ ચઢાવો. બીલીપત્ર, ધતૂરો, આંકડાના ફૂલ, જનોઈ અર્પણ કરો. ચંદનથી તિલક કરો. મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. છેલ્લે શિવજીનું ધ્યાન કરીને શિવલિંગની અડધી પરિક્રમા કરો. તે પછી ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલો માટે માફી માગો. પૂજા પછી પ્રસાદ આપવો અને તમારે પણ લેવો. પૂજા કરતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.