પૂજા-પાઠ:શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર બીલીપાન, ધતૂરો, ચોખા અને કાળા તલ ચઢાવો, ૐ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 22 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમ, શિવપૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. 22 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમ છે. આ દિવસે રક્ષાબંધન પણ ઊજવવામા આવે છે. આ દિવસોમાં શિવપૂજા સાથે દાન-પુણ્ય પણ જરૂર કરવું જોઇએ. શિવલિંગની પૂજા કરો અને ત્યાર પછી જરૂરિયાતમંદ લોકોને ધન-અનાજનું દાન કરો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શિવપૂજા કરવાથી ભક્તનું મન શાંત થાય છે. નેગેટિવ વિચાર દૂર થાય છે. શિવપુરાણમાં શિવલિંગ ઉપર ચઢાવવામાં આવતી અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. બધી જ વસ્તુઓનું મહત્ત્વ અલગ-અલગ છે. અહીં જાણો શિવલિંગ ઉપર કઇ-કઇ વસ્તુઓ ચઢાવી શકાય છે.

  • ભગવાન શિવની સામાન્ય પૂજામાં ચંદન, બીલીપાન, દૂધ, સફેદ વસ્ત્ર ચઢાવવા જોઇએ. તેની સાથે વિવિધ અનાજ અને ફૂલ પણ ચઢાવો. પૂજામાં ૐ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ કરો.
  • પૂજામાં ચોખા ચઢાવવા જરૂરી છે. શિવલિંગ ઉપર ચોખા ચઢાવો. ધ્યાન રાખો કે ચોખા તૂટેલા ન હોય. ચોખા ચઢાવવાથી ધન સંબંધિત કાર્યોમાં આવી રહેલાં વિઘ્નો દૂર થઇ શકે છે.
  • શિવપૂજામાં તલ ચઢાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે. તલ ચઢાવવાથી માનસિક તણાવ દૂર થાય છે.
  • આખા મગ પણ શિવલિંગ ઉપર ચઢાવી શકાય છે. આ કોઇ ખાસ મનોકામના પૂર્તિ માટે શિવલિંગ ઉપર ચઢાવી શકો છો. શિવલિંગ ઉપર જવ ચઢાવવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.
  • શિવલિંગ ઉપર ઘઉં ચઢાવવાથી ઘરમાં અનાજની ખોટ પડતી નથી. સંતાન સુખ મળે છે.
  • ધનલાભની કામના કરતાં શિવલિંગ ઉપર કમળના ફૂલ ચઢાવી શકો છો. વિચારોની પવિત્રતા માટે સફેદ કમળ ચઢાવવા જોઇએ.
  • શિવલિંગ ઉપર બીલીપાન ચઢાવવા શુભ મનાય છે. તેનાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે.