શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:માઉન્ટ આબુના અચલેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ દિવસમાં ત્રણવાર રંગ બદલે છે, અહીં શિવજીના અંગૂઠાની પૂજા થાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.
  • આ મંદિરમાં શિવજીની અંગૂઠાની પૂજા કરવામાં આવે છે

શ્રાવણ મહિનામાં શિવજીના પ્રાચીન મંદિરોમાં દર્શન અને પૂજન કરવાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આજે આ લેખમાં જાણો માઉન્ટ આબુના એક એવા મંદિર વિશે, જ્યાં સ્થિત શિવલિંગ દિવસમાં ત્રણવાર રંગ બદલે છે અને આ મંદિરમાં શિવજીની અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. અચલેશ્વર મહાદેવ મંદિર માઉન્ટ આબુથી લગભગ 11 કિમી દૂર અચલગઢના પહાડો ઉપર સ્થિત છે. ક્ષેત્રમાં માન્યતા પ્રચલિત છે કે આ મંદિરમાં સ્થિત ભગવાન શિવના અંગૂઠાના કારણે જ અહીંના પહાડ ટકેલાં છે. આ અંગૂઠાની નીચે એક શિવલિંગ પણ સ્થિત છે.

આ અંગૂઠાની નીચે સ્થાપિત શિવલિંગ દિવસમાં 3વાર અલગ-અલગ રંગમાં જોવા મળે છે. સવારે આ શિવલિંગ લાલ જોવા મળે છે. બપોરે કેસરી અને રાતે કાળું જોવા મળે છે.

ભગવાન શંકરની ઉપનગરીઃ-
સ્કંદ પુરાણ પ્રમાણે વારણસી શિવની નગરી કહેવાય છે, પરંતુ માઉન્ટ આબુને ભગવાન શંકરની ઉપનગરી કહેવામાં આવે છે. જોકે, સંપૂર્ણ ભારતમાં ભગવાન શિવના અચલેશ્વર નામથી અનેક મંદિર છે, પરંતુ માઉન્ટ આબુમાં સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર એકમાત્ર એવું મંદિર છે, જે અધ્યાત્મિક તથા સામાજિક બંને માન્યતાઓથી ભરપૂર છે.

આ મંદિરમાં શિવજીની અંગૂઠાની પૂજા કરવામાં આવે છે
આ મંદિરમાં શિવજીની અંગૂઠાની પૂજા કરવામાં આવે છે

આ મંદિર સાથે જોડાયેલી માન્યતાઃ-
એવું માનવામાં આવે છે કે અહીંના પર્વત ભગવાન શિવના અંગૂઠાના કારણે ટકેલા છે. જો શિવજીના અંગૂઠો ન હોત તો આ પર્વતો નષ્ટ થઈ જાય છે. ભગવાન શિવએ અંગૂઠાની પૂજા સાથે અન્ય ચમત્કારો પણ પ્રચલિત થયા છે. ભગવાન શિવના અંગૂઠા નીચે એક પ્રાકૃતિક ખાડો છે. માનવામાં આવે છે કે તેમાં ગમે તેટલું પાણી ઉમેરો તે ભરાતો નથી. આ પાણી ક્યાં જાય છે કોઈને ખબર નથી.

શિવજીએ પર્વતને હલતા અટકાવ્યા હતાંઃ-
પૌરાણિક કથાઓ અનુસાર એક વાર અર્બુદ પર્વત પર આવેલા નંદીવર્ધન હલવા લાગ્યો હતો. તેનાથી હિમાલય પર તપ કરતાં ભગવાન શિવની તપસ્યામાં ખલેલ પહોંચી હતી. ભગવાન શિવએ હિમાલયથી જ પોતાના અંગૂઠાને અર્બુદ પર્વત સુધી પહોંચાડી દીધો અને પર્વતને હલતો અટકાવ્યો હત.

આ મંદિરમાં ચંપાનું એક વિશાળ ઝાડ પણ છે. આ ઝાડને જોઈ મંદિર કેટલું જુનું છે તેનો અંદાજ લગાવી શકાય છે. મંદિરમાં ડાબી તરફ બે સભાખંડ છે. તેની શિલ્પકલા જોવા માટે પણ અહીં લોકો દૂર દૂરથી આવે છે.

આ મંદિર ક્ષેત્રમાં દ્વારકાધીશજીનું પણ મંદિર છે. આ સિવાય ભગવાન વિષ્ણુના દશાઅવતાર દર્શાવતી પ્રતિમાઓ પણ અહીં સ્થાપિત છે
આ મંદિર ક્ષેત્રમાં દ્વારકાધીશજીનું પણ મંદિર છે. આ સિવાય ભગવાન વિષ્ણુના દશાઅવતાર દર્શાવતી પ્રતિમાઓ પણ અહીં સ્થાપિત છે

મંદિરમાં રહસ્યમયી કુંડ છેઃ-
મંદિરમાં શિવજીના અંગૂઠાની નીચે એક પ્રાકૃતિક કુંડ છે. આ કુંડ ખૂબ જ રહસ્યમયી છે. આ કુંડમાં કેટલું પણ પાણી ઉમેરો તે ભરાતું જ નથી. કુંડમાંથી પાણી ક્યાં જાય છે, તે પણ એક રહસ્ય છે. આ મંદિર ક્ષેત્રમાં દ્વારકાધીશજીનું પણ મંદિર છે. આ સિવાય ભગવાન વિષ્ણુના દશાઅવતાર દર્શાવતી પ્રતિમાઓ પણ અહીં સ્થાપિત છે. મંદિર પાસે અચલગઢ કિલ્લો છે. આ કિલ્લો હવે ખંડર બની ગયો છે, આ કિલ્લાને પરમાર રાજવંશએ બનાવ્યો હતો. પછી મહારાણા કુંભાએ તેનું સમારકામ કરાવ્યું હતું.

શિવલિંગનો અંત ક્યાં સુધી કોઈને નથી ખબરઃ-
વર્ષો પહેલા આ મંદિર સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીને હળવી કરવા માટે કેટલાક ભક્તોએ આ સ્વયંભૂ લિંગને અન્યત્ર શિફ્ટ કરવાના ઇરાદે ખોદવાનું શરું કર્યું હતું. પરંતુ તેમણે આ ખોદાકામ વચ્ચે જ અટકાવવાની ફરજ પડી હતી. કેમ કે જેમ જેમ તેઓ ખોદતા ગયા તેમ તેમ શિવલિંગનો ઉંડુ હોવાની ખબર પડતી ગઈ. શિવલિંગનો કોઈ બીજો છેડો જ નહોતો મળતો. શિવનો આ ચમત્કાર જોઈ ભક્તોએ પોતાની આગ્રહ પડતો મુક્યો.

શિવલિંગનો કોઈ બીજો છેડો જ નહોતો મળતો. શિવનો આ ચમત્કાર જોઈ ભક્તોએ પોતાની આગ્રહ પડતો મુક્યો.
શિવલિંગનો કોઈ બીજો છેડો જ નહોતો મળતો. શિવનો આ ચમત્કાર જોઈ ભક્તોએ પોતાની આગ્રહ પડતો મુક્યો.

માન્યતાઃ- ઇચ્છિત જીવનસાથી મેળવવા શ્રાવણના સોમવારનું વ્રતઃ-
આ મંદિર વિશે એવું પણ કહેવામાં આવે છે કે પોતાની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે અને ઇચ્છિત જીવનસાથી મેળવવા માટે શ્રાવણના સોમવારનો ઉપવાસ અહીંનાં કુવારા લોકોમાં ખૂબ જ પ્રચલિત છે અને એવું પણ કહેવામાં આવે છે કે તે ધૌલપુરમાં સ્થિત અચલેશ્વર મહાદેવનું મંદિરમાં જે વ્યક્તિ લગ્ન કરવા ઇચ્છુક હોય છે એની મનોકામના પૂર્ણ થાય છે, તે લોકોની આ ઇચ્છાઓ ભોલેનાથજી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરે છે, પોતાને માટે એક સારા જીવનસાથી મેળવવા માટે અહીં લોકો તેમની ઇચ્છા મેળવવા માટે ખુબ જ મોટી સંખ્યામાં પહોંચે છે અને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

કેવી રીતે પહોંચવુંઃ-માઉન્ટ આબુ જવા માટે આબૂરોડ થઈને જ જવું પડે છે. આબુ રોડથી માઉન્ટ આબુનું અંતર લગભગ 32 કિમી છે.

હવાઈ માર્ગઃ- અહીંથી નજીકનું એરપોર્ટ ઉદયપુર છે જે માઉન્ટ આબુથી લગભગ 176 કિમી જ દૂર છે. માઉન્ટ આબુથી બીજું એરપોર્ટ અમદાવાર જે 223 કિમી અને જોધપુર 267કિમી દૂર છે. જ્યાંથી તમે ટ્રેન કે બસ દ્વારા માઉન્ટ આબુ પહોંચી શકો છો.

રેલ માર્ગઃ- માઉન્ટ આબુથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન આબૂરોડ છે જે માઉન્ટ આબૂથી લગભગ 32 કિમી દૂર છે. આ રેલવે સ્ટેશન અન્ય શહેરો સાથે જોડાયેલું છે. રેલવે સ્ટેશનથી તમને લોકલ વાહન મળી જશે જે તમને માઉન્ટ આબૂ લઈ જશે.

સડક માર્ગઃ- માઉન્ટ આબુનું પોતાનું એક બસ સ્ટેશન છે જ્યાં રાજસ્થાન પરિવહનની અનેક બસ આવે છે. નજીકનું બસ સ્ટેશન આબૂ રોડ છે જે રાજ્ય અને પાડોસી રાજ્ય ગુજરાત સાથે જોડાયેલું છે. આબૂ રોડ તમે બસ, ટેક્સી કે લોકલ વાહન દ્વારા પણ પહોંચી શકો છો.

અન્ય સમાચારો પણ છે...