શ્રાવણ મહિનામાં શિવ આરાધના કઈ રીતે કરવી:મહામારી સંક્રમણથી બચવા માટે ઘરમાં જ શિવપૂજા કરવાથી પૂર્ણ ફળ મળી શકે છે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માટીથી શિવલિંગ બનાવીને પૂજા કરવી તેને પાર્થિવ શિવપૂજન કહેવામાં આવે છે, આવું કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે

શ્રાવણ ભગવાન શિવનો પ્રિય મહિનો છે. આ અંગે શિવ મહાપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ હોય છે. આ દરમિયાન કરવામાં આવતી શિવ પૂજાનું વિશેષ ફળ મળે છે. જેથી દરેક પ્રકારના દોષ, રોગ અને પરેશાનીઓથી છુટકારો મળવા લાગે છે. એટલે શ્રાવણ મહિનામાં શિવ આરાધના માટે મંદિરોમાં ભીડ થવા લાગે છે. પરંતુ મહામારીના સંક્રમણથી બચવા માટે ઘરમાં જ શિવપૂજા કરવી જોઈએ. આ અંગે વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે ઘરમાં જ શિવલિંગ ઉપર જળ ચઢાવીને આરાધના કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળી શકે છે.

ઘરમાં જ શિવજીની પૂજા કરી શકો છોઃ-
ધર્મગ્રંથોના જાણકાર પુરીના ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે મહામારીના સંક્રમણથી બચવા માટે મંદિર જવું શક્ય ન હોય તો ઘરમાં જ શિવલિંગનો અભિષેક અને પૂજન કરી શકાય છે. જેમના ઘરમાં શિવલિંગ ન હોય, તેઓ ફળિયામાં માટીનું શિવલિંગ બનાવીને તેની પૂજા કરી શકે છે.

કાશી વિદ્વત પરિષદ બનારસના મંત્રી ડો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે માટીથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાને જ પાર્થિવ શિવપૂજન કહેવામાં આવે છે. આ સિવાય નર્મદા નદીના કોઈ પત્થરને પણ શિવ સ્વરૂપ માનીને તેની પૂજા કરી શકાય છે. આ પ્રકારે શિવ આરાધના કરવાથી પણ પૂજાનું પૂર્ણ ફળ મળી શકે છે. માત્ર એ સાવધાની જાળવવી પડે છે કે સંપૂર્ણ શ્રાવણમાં એક જ શિવલિંગની પૂજા થાય અને મહિનો વિતી ગયા પછી પવિત્ર નદીમાં શિવલિંગ પ્રવાહિત કરવામાં આવે.

સંપૂર્ણ શ્રાવણમાં એક જ શિવલિંગની પૂજા થાય અને મહિનો વિતી ગયા પછી પવિત્ર નદીમાં શિવલિંગ પ્રવાહિત કરવામાં આવે.
સંપૂર્ણ શ્રાવણમાં એક જ શિવલિંગની પૂજા થાય અને મહિનો વિતી ગયા પછી પવિત્ર નદીમાં શિવલિંગ પ્રવાહિત કરવામાં આવે.

શ્રાવણ મહિનામાં શિવ પૂજા માટે ખાસ દિવસઃ-

 1. પહેલો સોમવારઃ 9 ઓગસ્ટ
 2. બીજો સોમવારઃ 16 ઓગસ્ટ
 3. ત્રીજો સોમવારઃ 23 ઓગસ્ટ
 4. ચોથો સોમવારઃ 30 ઓગસ્ટ
 5. પાંચમો સોમવારઃ 6 સપ્ટેમ્બર
 6. પ્રદોષ વ્રતઃ શ્રાવણમાં 20 ઓગસ્ટ અને 5 સપ્ટેમ્બરના પ્રદોષ વ્રત રહેશે
 7. ચૌદશ તિથિઃ 21 ઓગસ્ટ અને 6 સપ્ટેમ્બર

ઘરમાં જ સરળ વિધિથી પૂજા થઈ શકે છેઃ-

 • સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી હાથમાં જળ લઇને શિવપૂજાનો સંકલ્પ લેવો.
 • તે પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને શિવલિંગ ઉપર જળ ચઢાવવું અને પંચામૃતથી અભિષેક કરો. સાથે જ જે પણ પૂજા સામગ્રી હોય તેને શિવલિંગ ઉપર ચઢાવવી.
 • શિવજીને ચંદન, ચોખા, ફૂલ, બીલીપાન, ધતૂરો ચઢાવો. ધૂપ અને દીપ પ્રગટાવો. તે પછી ફળ, મીઠાઈ, દૂધ કે જે પણ ભોગ હોય તે ધરાવવો.
 • તે પછી કપૂર પ્રગટાવીને આરતી કરો. પછી શિવજીનું ધ્યાન કરીને અડધી પરિક્રમા કરો અને પ્રસાદ વહેંચો