• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Sawan Is Also Special For Vishnu Worship, Kamika Today And Putrada Ekadashi On 18th, Troubles Are Overcome By Fasting And Charity On Both These Days.

એકાદશી વ્રત:આજે કામિકા અને 18મીએ પુત્રદા એકાદશી, આ બંને દિવસે વ્રત અને દાન કરવાથી પરેશાનીઓ દૂર થાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બંને એકાદશીમાં તુલસીનો છોડ વાવવાથી, તેની પૂજા અને પછી દાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે

એકાદશીમાં ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એટલે ગ્રંથોમાં આ બંને એકાદશીએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા અને સાથે વ્રતનું પણ વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. આ એકાદશીએ તુલસી પૂજા અને અનાજદાનથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

મહાભારત અને ભવિષ્ય પુરાણમાં મહત્ત્વ જણાવવામાં આવ્યું છેઃ-
ભવિષ્ય પુરાણ અને મહાભારતના આશ્વમેધિક પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. આ બંને એકાદશી અને બારસ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજાથી પાંચ યજ્ઞનું ફળ મળે છે. એકાદશીમાં લક્ષ્મીજી સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારનું સુખ અને સમૃદ્ધિ વધે છે.

એકાદશીમાં તુલસીનો છોડ વાવવાથી, તેની પૂજા અને પછી દાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે
એકાદશીમાં તુલસીનો છોડ વાવવાથી, તેની પૂજા અને પછી દાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે

4 ઓગસ્ટ, બુધવારઃ કામિકા એકાદશીઃ-
સનાતન ધર્મમાં એકાદશીનું વ્રત મહત્ત્વપૂર્ણ સ્થાન રાખે છે. દરેક વર્ષે 24 એકાદશીઓ આવે છે. જ્યારે અધિકમાસ કે મળમાસ આવે છે ત્યારે તેની સંખ્યા 26 થઈ જાય છે. આ તિથિ દરેક પ્રકારના પાપને દૂર કરનાર અને ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે વ્રત અને વિષ્ણુ પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

18 ઓગસ્ટ, બુધવારઃ પુત્રદા એકાદશીઃ-
આ એકાદશી શ્રાવણ મહિનામાં આવે છે. તેને પુત્રદા કે પવિત્રા એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. જો સંતાન હોય તો તેની લાંબી ઉંમર અને સુખ-સમૃદ્ધિની કામનાથી આ વ્રત કરવામાં આવે છે, આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે.

એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે.
એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે.

તુલસી પૂજા અને દાનથી અક્ષય પુણ્યઃ-
આ બંને એકાદશી તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ-લક્ષ્મી અને તુલસી પૂજા સાથે વ્રતનો સંકલ્પ લો. પછી સવાર અને સાંજે ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કંઇપણ ખાધા-પિધા વિના વ્રત રાખવામાં આવે છે. પરંતુ શારીરિક સમસ્યા હોય તો શ્રદ્ધા પ્રમાણે વ્રત રાખીને એક સયે ફળાહાર કરી શકાય છે. આ દિવસે તુલસીનો છોડ વાવીને તેનો ઉછેર કરવો અને તેની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. આ દિવસે તુલસીના છોડનું દાન કરવાથી અનેક જન્મોના પાપ દૂર થાય છે અને તેનાથી મળતું પુણ્ય અખૂટ હોય છે.

કામિકા એકાદશીએ દીપદાનથી પિતૃશાંતિઃ-
કામિકા એકાદશીએ રાતે દીપદાન કરવું જોઈએ. તેનાથી પિતૃઓ સંતુષ્ટ થઈને સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે. આ દિવસે દીપદાનનું મહત્ત્વ જણાવતા બ્રહ્માજીએ મહર્ષિ નારદને જણાવ્યું કે કામિકા એકાદશીએ દીપદાન કરવાથી બ્રહ્મહત્યા અને ભ્રૂણ હત્યા જેવા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે. જે ફળ ગંગા, કાશી, નૈમિષારણ્ય અને પુષ્કર જેવા તીર્થમાં સ્નાન કરવાથી મળે છે, તે જ ફળ આ એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી મળે છે.