શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે, આ મહિનો 6 સપ્ટેમ્બર સુધી રહેશે. 22 ઓગસ્ટના રોજ પૂનમ અને રક્ષાબંધન છે. ઘરમાં શિવજી અને શિવ પરિવારની મૂર્તિઓ અને તસવીર રાખવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે નિયમિત રૂપથી શિવ પરિવારની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે. શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, શિવજીની ઇચ્છાથી જ આ સંપૂર્ણ સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી છે.
ઉત્તર દિશામાં શિવજીની તસવીર લગાવવી જોઇએઃ-
શિવપુરાણ પ્રમાણે શિવજીનો નિવાસ ઉત્તર દિશામાં કૈલાશ પર્વત ઉપર છે. આ દિશામાં શિવજીની મૂર્તિ કે તસવીર લગાવવી શુભ રહે છે. શિવજી સાથે માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીની મૂર્તિઓ પણ રાખવી જોઇએ. શિવ પરિવારની પૂજા એકસાથે કરવાથી પોઝિટિવ ફળ જલ્દી મળી શકે છે. જ્યાં શિવજીની તસવીર લગાવવામાં આવી હોય, તે જગ્યા એકદમ સાફ હોવી જોઇએ. શિવજીની આસપાસ ગંદકી રાખવી નહીં.
પતિ-પત્નીએ એકસાથે શિવ-પાર્વતીની પૂજા કરવી જોઇએઃ-
લગ્નજીવન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર કરવા માટે પતિ-પત્નીએ ઘરમાં સંપૂર્ણ શિવ પરિવાર રાખવો જોઇએ. શિવ પરિવારની પૂજા કરવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ જળવાયેલો રહે છે. ઘરમાં મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં. ઘરના મંદિરમાં અંગૂઠાના પહેલાં ભાગ બરાબર અથવા તેનાથી નાનું શિવલિંગ રાખવું જોઇએ. ઘરના મંદિરમાં રોજ સવાર-સાંજ દીવો પ્રગટાવવો જોઇએ.
ઘરમાં શિવજીના ગુસ્સાવાળા સ્વરૂપની તસવીર લગાવવી નહીં-
ઘરમાં શિવજીની એવી મૂર્તિ કે તસવીર લગાવવી જોઇએ, જેમાં તેઓ પ્રસન્ન જોવા મળી રહ્યા હોય. શિવજી નંદી ઉપર વિરાજિત હોય અથવા ધ્યાનમાં બેઠા હોય. શિવજીના ગુસ્સાવાળા સ્વરૂપને ઘરમાં રાખવાથી બચવું જોઇએ. મહાદેવનું ગુસ્સાવાળું સ્વરૂપ ઘરમાં રાખવાથી અશાંતિ વધી શકે છે. જે ફોટોમાં શિવજી તાંડવ કરી રહ્યા હોય, તેવા ફોટો પણ ઘરમાં રાખવા જોઇએ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.