શનિનું રાશિ પરિવર્તન:આખું વર્ષ મકર રાશિમાં રહેશે શનિ, આ ચાર રાશિ માટે આવનારા છ મહિનામાં આવશે મોટો બદલાવ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રહ્માંડમાં ન્યાયના દેવતા શનિ ગ્રહએ મંગળવારે વક્રી ચાલ ચાલીને મકર રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. હવે તે આખું વર્ષ આ રાશિમાં જ રહેશે. પરંતુ 141 દિવસ સુધી ઉંધી ચાલ ચાલશે. ફરી 23 ઓક્ટોબરે શનિમાર્ગી થઇ જશે. એટલે કે સીધી ચાલ ચાલશે. શનિની આ રાશિ પરિવર્તની અસર બધી રાશિઓ સહિત દેશ-દુનિયામાં પડશે. આ સાથે જ જે રાશિઓ પર સાડા સાતી અને ઢૈયાની શરૂઆત થઈ છે તેમના માટે સમય ઘણો મહત્વનો રહેશે.

કઈ રાશિઓ પર ઢૈયા અને કઈ રાશિઓ પર સાડા સાતી
પુરીના જ્યોતિષી ડૉ.ગણેશ મિશ્રા જણાવે છે કે, શનિ મકર રાશિમાં આવવાથી ધન રાશિના લોકો પર ફરીથી સાડાસાતી શરૂ થઈ ગઈ છે અને મીન રાશિના લોકોને તેનાથી રાહત મળી છે. બીજી તરફ મકર અને કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતી ચાલુ રહેશે. આ બંને રાશિના જાતકોએ નોકરી, ધંધો અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે.
આ સિવાય મિથુન અને તુલા રાશિના લોકો પર શનિની ઢૈયા શરૂ થઇ ગઈ છે. એટલે કે મિથુન રાશિ માટે સંક્રમણ કુંડળીમાં શનિ આઠમા ભાવમાં આવશે અને તુલા રાશિના જાતકો પર શનિની નજર રહેશે. જેના કારણે આ 2 રાશિના લોકોની પરેશાનીઓ વધી શકે છે.

દેશ-દુનિયા પર શનિની અસર
મકર રાશિમાં શનિની વક્ર અવસ્થા 141 દિવસ સુધી ચાલશે. ચક્રવાત, ભારે વરસાદ, આગ અને ભૂકંપ જેવી કુદરતી આફતોની થવાની પણ સંભાવના છે. દેશની રાજનીતિ ઉપર પણ અસર થશે. ઘણા મોટા રાજકીય પક્ષોમાં વિભાજન અને પક્ષપલટાની સ્થિતિ રહેશે. વહીવટી અધિકારીઓને પણ ફાયદો થઈ શકે છે. આ સ્થિતિમાં આતંકવાદી ગતિવિધિઓ વધવાની પણ આશંકા છે. વેપારી વર્ગને મોટી રાહત મળશે.

ડો. ગણેશ મિશ્રના જણાવ્યા અનુસાર 12 રાશિઓ પર શનિનો પ્રભાવ કંઈક આવો રહેશે
મેષ: જૂના અધૂરા કામથી તમને પરેશાની થઇ શકે છે. કામને લઈને વિવાદ થશે. કામમાં વિલંબ થવાની સંભાવના છે.

વૃષભઃ નોકરી, ધંધામાં તમારે વધુ મહેનત કરવી પડશે. અટકેલા કામ પણ સમયસર પૂરા થશે.

મિથુન: ખોટા કાર્યોમાં ફસાઈ જવાની સંભાવના છે. ગેરકાયદેસર કોઈ પણ કામ કરવાનું જોખમ ન કરો. કામકાજમાં બદલાવ આવી શકે છે.

કર્કઃ પરિવારમાં કોઈના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. વેપારમાં વધારો થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

સિંહઃ સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે. તમને શત્રુઓ પર વિજય મળશે.

કન્યા: કોઈ પણ યોજનાઓ પર કામ કરવામાં વિલંબ થઈ શકે છે. વધુ મહેનત અને ઓછો નફો થશે. લોકો પ્રત્યેનું તમારું ખરાબ વર્તન છાપ બગાડી શકે છે.

તુલા: કામને લઈને ખરાબ સમયછે .અતિશય ખર્ચાઓ વધી શકે છે. નોકરી અને વ્યવસાયમાં પણ મોટો બદલાવ આવી શકે છે.

વૃશ્ચિક: શક્તિ અને સુખમાં વધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. સંપત્તિ અને પ્રગતિનો સમય છે.

ધનુ: શનિના પ્રભાવથી મહેનત વધુ થશે, ધનલાભ ઓછો થશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ વધી શકે છે.

મકર: નોકરીમાં મુશ્કેલીઓ વધી શકે છે. વાહન સાવધાનીથી ચલાવો. વિવાદો થવાની શક્યતા છે.

કુંભ: પૈસાની ખોટ અને વિવાદ થવાની સંભાવના છે. નોકરી અને વ્યવસાયમાં અનિચ્છનીય ફેરફારો થઈ શકે છે. દુશ્મનાવટ પણ વધી શકે છે.

મીન: વેપારમાં લાભ થઈ શકે છે. સંપત્તિ સંબંધિત બાબતોમાં ભાગ્ય તમારો સાથ આપી શકે છે.