સર્વપિતૃ મોક્ષ અમાસ સાથે જોડાયેલી 10 વાતો:અમાસના દિવસે નદીઓમાં સ્નાન કરવાની અને નદી કિનારે પિંડદાન-તર્પણ કરવાની પરંપરા

10 દિવસ પહેલા
 • કૉપી લિંક

પિતૃ પક્ષની અમાસ 25 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ રહેશે. તે પછી 26 તારીખથી નવરાત્રિ શરૂ થઈ જશે. હાલ ભાદરવા મહિનાનું વદ પક્ષ ચાલી રહ્યું છે જે પિતૃઓને સમર્પિત છે. આ દિવસોમાં પિતૃઓ માટે પિંડદાન, તર્પણ, ધૂપ-ધ્યાન અને શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે. પિતૃ પક્ષનું સમાપન સર્વપિતૃ મોક્ષ અમાસના દિવસે થશે.

અમાસનું મહત્ત્વ એક પર્વ જેવું જ છે. આ પર્વ અંગે વધારે જાણવા માટે અમે ગ્રંથોના જાણકાર એસ્ટ્રોલોજર પં. મનીષ શર્મા (ઉજ્જૈન) સાથે વાત કરી છે. જાણો પં. શર્માના જણાવ્યા પ્રમાણે સર્વપિતૃ મોક્ષ અમાસ સાથે જોડાયેલી 10 ખાસ વાતો....

પિતૃ પક્ષની અમાસના દિવસે પિતૃઓ માટે નદી કિનારે પિંડદાન, તર્પણ અને ધૂપ-ધ્યાન કરવાનું ખાસ મહત્ત્વ છે
પિતૃ પક્ષની અમાસના દિવસે પિતૃઓ માટે નદી કિનારે પિંડદાન, તર્પણ અને ધૂપ-ધ્યાન કરવાનું ખાસ મહત્ત્વ છે
 • એક વર્ષમાં કુલ 12 અમાસ આવે છે. જ્યારે કોઈ વર્ષમાં અધિકમાસ રહે છે, ત્યારે આ તિથિની સંખ્યા 13 થઈ જાય છે.
 • અમાસને પણ પર્વ માનવામાં આવે છે. એટલે દેશભરની બધી પવિત્ર નદીઓમાં સ્નાન માટે લાખો શ્રદ્ધાળુઓ પહોંચે છે. માન્યતા છે કે નદીમાં સ્નાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે અને જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ કર્મોનું ફળ નષ્ટ પામે છે.
 • નદી સ્નાન પછી નદીના જળથી જ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. સૂર્યને અર્ઘ્ય આપતી સમયે ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
 • પિતૃ પક્ષની અમાસના દિવસે પિતૃઓ માટે નદી કિનારે પિંડદાન, તર્પણ અને ધૂપ-ધ્યાન કરવાનું ખાસ મહત્ત્વ છે. જો નદી કિનારે શ્રાદ્ધ કરી શકો નહીં તો પોતાના ઘરમાં જ ધૂપ-ધ્યાન કરો. તેના માટે સળગતા છાણા ઉપર ગોળ-ઘી અર્પણ કરવું જોઈએ. હથેળીમાં જળ રાખીને અંગૂઠા તરફથી પિતૃઓને જળ ચઢાવો.
 • નદીમાં સ્નાન કર્યા પછી તે નદી કિનારે જ જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. દાનમાં અનાજ, ધન, કપડા, ભોજન આપી શકાય છે. તમે ઇચ્છો તો બૂટ-ચપ્પલ પણ દાન કરી શકો છો.
 • આ દિવસે કોઈ મંદિરમાં શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું. ચાંદીના લોટાથી દૂધ ચઢાવવું. બીલીપત્ર, ધતૂરો, હાર-ફૂલ અને અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો. ચંદનથી તિલક લગાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. દીવો પ્રગટાવીને આરતી કરો.
 • રવિવારે અમાસ હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. આ દિવસે સૂર્ય દેવ માટે પણ દાન-પુણ્ય કરવું જોઈએ. સૂર્યની વસ્તુઓ જેમ કે ગોળ, તાંબું, લાલ વસ્ત્ર દાન કરો.
 • કોઈ મંદિરમાં પૂજન સામગ્રીનું ગુપ્ત દાન કરો. ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો.
 • અમાસના દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરો
 • દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા પણ આ તિથિએ કરવી જોઈએ. અમાસ તિથિએ લક્ષ્મી-વિષ્ણુનો અભિષેક કરો. તેના માટે દક્ષિણાવર્તી શંખમાં દૂધ ભરવું અને ભગવાનની પ્રતિમા ઉપર ચઢાવવું.
અન્ય સમાચારો પણ છે...