પિતૃપક્ષ:6 ઓક્ટોબરે સર્વપિતૃ મોક્ષ અમાસ, આ દિવસે માત્ર સાત્વિક ભોજન બનાવો અને પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પિતૃપક્ષની સર્વપિતૃ મોક્ષ અમાસ બુધવાર, 6 ઓક્ટોબરના રોજ રહેશે. આ દિવસે પિતૃપક્ષ પૂર્ણ થઈ જશે અને 7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થશે. આ અમાસે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાનું પણ મહત્ત્વ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ અમાસે પિતૃઓ માટે સાત્વિક ભોજન બનાવવું જોઈએ. સાત્વિક ભોજન એટલે સંતુલિત આહાર. આ દિવસે તામસિક ભોજનનો ત્યાગ કરો. તામસિક ભોજન એટલે લસણ-ડુંગળી સાથે બનેલાં પકવાન, વધારે તળેલું મસાલેદાર ભોજન, માંસાહાર. સાત્વિક ભોજનમાં શાક-પૂરી, ખીર અને મીઠાઈ બનાવવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ ખૂબ જ સાધારણ રીતે કરવો જોઈએ. વધારે ધનવાન હો તો આ કર્મનો વધારે વિસ્તાર ન કરો. અમાસ તિથિ 5 ઓક્ટોબરે સાંજે 07:04 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 6 ઓક્ટોબરની સાંજે 04:34 વાગે પૂર્ણ થશે. 6 ઓક્ટોબરે સૂર્યોદય સમયે અને સાંજ સુધી અમાસ તિથિ રહેવાથી આ દિવસે અમાસ સાથે જોડાયેલાં પુણ્ય કર્મ કરવા જોઈએ.

અમાસ એટલે 6 ઓક્ટોબરે સવારે સ્નાન પછી સૂર્યને જળ ચઢાવો. ઘરના મંદિરમાં પૂજા કરો. પિતૃઓના તર્પણ માટે ઘરમાં સાત્વિક ભોજન બનાવો. બપોરે લગભગ 12 વાગે શ્રાદ્ધ કર્મ કરો. બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોને દાન-દક્ષિણા આપો. કોઈ ગૌશાળામાં ધન અને લીલા ઘાસનું દાન કરો. પિતૃઓના નામે જળનું દાન કરો.

અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જો શક્ય બની શકે તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. તીર્થ દર્શન કરો.

અમાસના દિવસે સાંજે સરસિયાના તેલના ચાર દીવા પ્રગટાવો. તેને ઘરના ઉમરા પાસે રાખી દો. એક દીવો અને એક લોટામાં જળ લઈને આંખ બંધ કરીને પિતૃઓને યાદ કરો અને તેમને પ્રાર્થના કરો કે પિતૃપક્ષ પૂર્ણ થઈ ગયો છે, એટલે તમે બધા પરિવારના બધા સભ્યોને આશીર્વાદ આપો અને પોતાના લોક પાછા ફરો.