• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Sarvapitr Amas On September 25; What Should Be Done During Shraddha Paksha? How Can The Fathers Come To Earth In Gaseous Form Be Satisfied?

આજથી પિતૃઓનું પર્વ શ્રાદ્ધ શરૂ:25 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસ; શ્રાદ્ધ પક્ષ દરમિયાન શું કરવું જોઈએ? વાયુ સ્વરૂપમાં ધરતી ઉપર આવતા પિતૃઓને કેવી રીતે તૃપ્ત કરી શકાય?

3 મહિનો પહેલા

આ વર્ષે 10 સપ્ટેમ્બર, શનિવારથી 25 સપ્ટેમ્બર, રવિવાર સુધી સતત 16 દિવસ શ્રાદ્ધ પક્ષ રહેશે. અમદાવાદના જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયાના જણાવ્યા પ્રમાણે, શ્રદ્ધાપૂર્વક ભાવ અર્પણ કરવો એટલે શ્રાદ્ધ. આ સામાન્ય સમજણ કહી શકાય, કેમ કે પિતૃ વાયુ સ્વરૂપ એટલે અદૃશ્ય અવસ્થા એટલે શરીર વગર હોય છે. તમે શ્રદ્ધાપૂર્વક તેમનું પ્રિય ભોજન કે ખીર અર્પણ કરો ત્યારે એ વસ્તુની સુગંધ અને તમારા ભાવથી સંતુષ્ટ થાય છે. તમારા વિનય અને આદરથી પ્રસન્ન થઈ તમને આશીર્વાદ આપે છે અને તમારું જીવન સુખી થાય છે. શાસ્ત્રમાં નિત્ય, નૈમેતિક, કામ્ય આ ત્રણ પ્રકાર છે. યમ સ્મૃતિમાં પાંચ, જેમાં નિત્ય, નૈમેતિક, કામ્ય, વૃદ્ધિશ્રાદ્ધ, પાવર્ણ છે, ભવિષ્ય પુરાણમાં બાર પ્રકારના શ્રાદ્ધનું વર્ણન છે. પ્રતિદિન કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહે છે, અમાવસ્યા તિથિ કે પર્વ પર શ્રાદ્ધને પાવર્ણ શ્રાદ્ધ કહે છે. ધાર્મિક ગ્રંથોમાં શ્રાદ્ધ અંગેની વાત જાણવા મળે છે, પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અભિલાષા પૂર્તિ થાય, વિદ્વાનો પાસેથી વિસ્તૃત માહિતી મેળવી શ્રાદ્ધ કર્મ સરળતાથી કરી શકાય છે.

આ લેખમાં વાંચો શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી અમુક મહત્ત્વપૂર્ણ બાબતો...

અન્ય સમાચારો પણ છે...