10 જાન્યુઆરી, મંગળવારે પોષ મહિનાની સંકટ ચોથનું વ્રત છે. આ વ્રતને કરવાથી આખા વર્ષની બધી જ ચોથ તિથિના વ્રતનું ફળ મળે છે. તેને ખાસ એટલા માટે ઊજવવામાં આવે છે કેમ કે, પદ્મ પુરાણ પ્રમાણે આ વ્રત અંગે સ્વયં ભગવાન ગણેશજીએ માતા પાર્વતીને જણાવ્યું હતું. જોકે, દરેક મહિનાની વદ પક્ષની ચોથ ગણેશ ચતુર્થી જ કહેવાય છે. પરંતુ પોષ મહિનાની ચોથ તલ સંકટા ચોથ કહેવાય છે.
પદ્મ પુરાણઃ ગણેશજીને વરદાન મળ્યું
પદ્મ પુરાણ પ્રમાણે આ તિથિએ કાર્તિકેય સાથે પૃથ્વીની પરિક્રમા કરવાની સ્પર્ધામાં ભગવાન ગણેશજીએ પૃથ્વીની જગ્યાએ ભગવાન શિવ-પાર્વતીની સાત વખત પરિક્રમા કરી હતી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઇને દેવતાઓમાં મુખ્ય માનીને તેમને પ્રથમ પૂજ્યનો અધિકાર આપ્યો હતો.
તલનો ઉપયોગ થવાથી એક નામ તલ ચોથ પણ છે
સંકટ ચતુર્થીએ મહિલાઓ સુખ-સૌભાગ્ય, સંતાનની સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણની ઇચ્છાથી આ વ્રત રાખે છે. આ વ્રતમાં પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવામાં આવે છે. ફળાહારમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ, ગણેશજીની પૂજા પણ તલથી કરવામાં આવે છે અને તેમને તલના લાડવાનો ભોગ ધરાવવામાં આવે છે. એટલે તેને તિલકુટ ચોથ, તલ ચોથ કે સંકટ ચોથ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભાલચંદ્ર સ્વરૂપમાં ભગવાન ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે.
સ્વાસ્થ્ય માટે આ વ્રત ફાયદાકારક છે
પોષ મહિનાની તિલકુટ ચોથના દિવસે વ્રત કરવાની પરંપરા સારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પોષ મહિનાની શરૂઆત થતાં જ વાતાવરણમાં ફેરફાર થવા લાગે છે. આ ચોથ તિથિએ વ્રત કરવાથી અને તલના ઉપયોગથી શરીરમાં જરૂરી પૌષ્ટિક વસ્તુઓની ખામી દૂર થઇ શકે છે. સાથે જ, તેનાથી ડાઇજેશન સિસ્ટમ ઇન્પ્રૂવ થવામાં મદદ મળે છે.
ગ્રહ દોષ દૂર થાય છે
સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ ઓછો થાય છે. ગણેશજીની પૂજાથી બુધ, રાહુ અને કેતુથી થતાં કુંડળીના દોષ દૂર થાય છે. ગણેશજીને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. એટલે આ દિવસે ગણેશજીની પૂજા અને વ્રત કરવાથી સંતાનના અભ્યાસમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય છે. સાથે જ સ્વાસ્થ્ય સારું રહે છે અને સમૃદ્ધિ પણ વધે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.