તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકરાચાર્ય જયંતી:1000 વર્ષ પહેલાં કેરળના કાલડી ગામમા આદી શંકરાચાર્યનો જન્મ થયો હતો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદી શંકરાચાર્યએ ધર્મ, સંસ્કૃતિ અને દેશની સુરક્ષા માટે ચાર મઠની સ્થાપના કરી હતી

હિંદુ કેલેન્ડર પ્રમાણે 788 ઈ.સ માં વૈશાખ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ ભગવાન શંકરાચાર્યનો જન્મ થયો હતો. આ વખતે આ તિથિ સોમવાર, 17 મેના રોજ છે. આ દિવસે શંકરાચાર્ય જયંતી ઊજવવામાં આવશે. આદિ ગુરુ શંકરાચાર્યે નાની ઉંમરમાં જ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. ત્યાર બાદ 820 ઈ.સ માં તેમણે હિમાલયમાં સમાધિ લઇ લીધી

8 વર્ષની ઉંમરમાં વેદોનું જ્ઞાનઃ-
એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવની કૃપાથી આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ થયો. જ્યારે તેઓ ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું. ત્યાર બાદ ગુરુના આશ્રમમાં તેમણે 8 વર્ષની ઉંમરમાં વેદોનું જ્ઞાન થઇ ગયું. ત્યાર બાદ તેઓએ ભારત યાત્રા શરૂ કરી અને દેશના 4 ભાગમાં 4 પીઠની સ્થાપના કરી. તેમણે 3વાર આખા ભારતની યાત્રા કરી હોવાનું માનવામાં આવે છે.

કેરળના નંબૂદરી બ્રાહ્મણ કુળમા જન્મ થયોઃ-
આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો. તેમનો જન્મ દક્ષિણ ભારતના નમ્બૂદરી બ્રાહ્મણ કુળમાં થયો હતો. આજે આ કુળના બ્રાહ્મણ બદ્રીનાથ મંદિરના રાવલ હોય છે. જ્યોતિર્મઠના શંકરાચાર્યની ગાદી ઉપર નમ્બૂદરી બ્રાહ્મણ જ બેસે છે.

4 વેદ સાથે 4 પીઠ જોડાયેલાં છેઃ-
જે પ્રકારે બ્રહ્માના ચાર મુખ છે અને તેમના દરેક મુખમાંથી એક વેદની ઉત્પત્તિ થાય છે. પૂર્વના મુખથી ઋગ્વેદ, દક્ષિણથી યર્જુર્વેદ, પશ્ચિમથી સામવેદ અને ઉત્તરથી અથર્વવેદની ઉત્ત્પત્તિ થઇ છે. આ આધારે શંકરાચાર્યે 4 વેદો અને તેમાંથી ઉત્પન્ન થતાં અન્ય શાસ્ત્રોને સુરક્ષિત રાખવા માટે 4 મઠ એટલે પીઠની સ્થાપના કરી.

આ ચાર પીઠ એક-એક વેદ સાથે જોડાયેલાં છે. ઋગ્વેદથી ગોવર્ધન પુરી મઠ એટલે જગન્નાથ પુરી, યજુર્વેદથી શ્રંગેરી જે રામેશ્વરના નામથી ઓળખાય છે. સામવેદથી શારદા મઠ, જે દ્વારકામાં છે અને અથર્વવેદથી જ્યોતિર્મઠ જોડાયેલું છે. જે બદ્રીનાથમાં છે. આ છેલ્લું મઠ છે. ત્યાર બાદ આદિ ગુરુ શંકરાચાર્યે સમાધિ લઇ લીધી હોવાનું મનાય છે.