હિંદુ ધર્મમાં પૂજા કર્યા પછી આરતી શા માટે કરવામાં આવે:દિવસમાં કેટલીવાર અને કઈ-કઈ આરતી કરવામાં આવે છે? એનું મહત્ત્વ શું છે?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંદુ ધર્મમાં પૂજા કર્યા પછી આરતી કરવામાં આવે છે. આ પૂજાની જરૂરી પરંપરાઓમાંથી એક છે. દેશના અનેક મંદિરોમાં ખાસ આરતી પણ કરવામાં આવે છે. હાલમાં જ કર્ણાટક સરકારે ત્યાંના મંદિરોમાં છેલ્લાં 300 વર્ષથી ચાલી રહેલી ‘સલામ’ આરતીનું નામ બદલીને સંધ્યા આરતી કરવાનો નિર્ણય લીધો છે. જેના અનેક કારણો જણાવવામાં આવી રહ્યા છે. આ નિર્ણય હિન્દુત્વ સંગઠનોની માગ પર લેવામાં આવ્યો છે. આ સંગઠનોએ રાજ્ય સરકાર પાસે ટીપુ સુલતાનના નામે કરવામાં આવતી ધાર્મિક વિધિઓને નાબૂદ કરવાની માગ કરી હતી, જેમાં સલામ આરતીનો સમાવેશ થતો હતો. હિંદુ મંદિરોની દેખરેખ રાખતી સ્ટેટ ઓથોરિટી મુઝરાઈએ શનિવારે છ મહિના જૂના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. માનવામાં આવે છે કે 18મી સદીમાં મૈસૂરના શાસક ટીપુએ આ મંદિરોની મુલાકાત દરમિયાન આરતીનું નામ રાખવામાં આવ્યું હતું.

ભગવાનની આરતી કરવાનું મહત્ત્વ
પ્રાચીન સમયમાં સંધ્યાપસન કે સંધ્યા વંદના કરવામાં આવતી હતી. પાછળથી, તે પૂજા, આરતી અને વિવિધ પૂજા પદ્ધતિઓમાં ફેરવાઈ ગયું. હવે વ્યાપક રીતે કહી શકાય કે પાંચ પ્રકારના સંમોહન છે- પ્રાર્થના, ધ્યાન, ભજન-કીર્તન, યજ્ઞ અને પૂજા-આરતી. આરતીના મહત્ત્વ વિશે સૌ પ્રથમ ‘સ્કંદ પુરાણ’માં ચર્ચા કરવામાં આવી છે. આરતી એ હિન્દુ ધર્મની પૂજા પરંપરાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય છે. કોઈપણ પૂજા પાઠ, યજ્ઞ, વિધિના અંતે દેવી-દેવતાઓની આરતી કરવામાં આવે છે. આરતીની પ્રક્રિયામાં કેટલીક ખાસ વસ્તુઓમાં પ્રકાશ મૂકીને ભગવાનની સામે ફેરવે છે.

આરતી શા માટે કરીએ છીએ?
આરતી એટલે ભક્ત દ્વારા પ્રભુનું થયેલું ભાવભર્યું સ્વાગત. આરતીનો અર્થ થાય છે કે, આત્મામાં- ભગવાનમાં રતિ- એટલે કે, અનુરાગ એવો થાય છે. સંસ્કૃત પ્રમાણે આરતી એટલે આસમન્તાત્ રતિઃ એટલે કે, ભગવાન! અમારો સમગ્ર પ્રેમ કેવળ આપના વિશે જ થાઓ. આરતીમાં પ્રગટાવાતી જ્યોત દ્વારા ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે, “હે દયાળુ! જેમ આ આરતીની જ્યોત ઝળહળે છે એમ આપની મૂર્તિ દિવ્ય ગુણોથી ઝળહળે છે. સામાન્ય રીતે ભગવાનનું પૂજન સવારે બ્રહ્મમુહૂર્તમાં અને સાંજે સંધ્યા સમયે કરવામાં આવે છે.

ભગવાનની પૂજા કર્યા પછી આરતી શા માટે કરવી જોઈએ?
હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન અનેક પરંપરાઓ નિભાવવામાં આવે છે, આરતી પણ તેમાંથી એક છે. કોઈપણ દેવતાની પૂજા પછી આરતી કરવામાં આવે છે. આરતી વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. એટલે આરતી જરૂરી પરંપરાઓમાંથી એક છે. સ્કંદ પુરાણ પ્રમાણે, જે વ્યક્તિ પૂજા કર્યા પછી દેવતાઓની આરતી કરે છે, તેને સ્વર્ગલોકમાં સ્થાન મળે છે.

ગ્રાફિક્સમાં જાણો, કેટલાં પ્રકારની આરતી કરવામાં આવે છે

આરતીનું ધાર્મિક મહત્ત્વ તેમજ વૈજ્ઞાનિક મહત્ત્વ છે
આરતીમાં રૂની દિવેટ, ઘી, કપૂર, ફૂલ, ચંદનનો ઉપયોગ થાય છે. કપાસ શુદ્ધ કપાસ છે અને તેમાં ભેળસેળ નથી. એ જ રીતે ઘી પણ દૂધનું મૂળ તત્વ છે. કપૂર અને ચંદન પણ શુદ્ધ અને સાત્વિક પદાર્થો છે. ઘી અને દ્વારા દિવેટ પ્રગટાવવામાં આવે છે, ત્યારે વાતાવરણમાં અદભૂત સુગંધ ફેલાય છે. તેનાથી આસપાસના વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનું નુકસાન થાય છે, અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આરતીમાં શંખ અને ઘંટડીઓ વાગતા જ મનમાં સંઘર્ષનો અંત આવે છે. ઊંઘતો આત્મા આપણા શરીરમાં જાગૃત થાય છે, જે મન અને શરીર ને ઊર્જાવાન બનાવે છે. અને ભગવાનની કૃપા બની રહી છે એવું અનુભવાય છે.

આરતીના આસકા (આરતી લેવી તે / મસ્તકે ચડાવવી) શા માટે?
નિર્ગુણ મૂર્તિ સંબંધે કરીને આરતી પણ નિર્ગુણને દિવ્ય બને છે. તે જ્યોતિને પ્રત્યેક ભક્ત પોતાની દૃષ્ટિમાં ઉતારે છે. બે હાથ વડે આરતીની આસકા લઈ મસ્તક પર ધારે છે. જેથી આરતીની જ્યોતની જેમ પોતે પણ નિર્ગુણ બને અને અંતરમાં દિવ્યતા પ્રગટે એવા ભાવથી આરતીના આસકા લેવામાં આવે છે.

આરતી લેતી વખતે પૈસા કેમ નાખવામાં આવે છે?
પ્રભુની સાક્ષાત્ સ્તુતિ કરવાનો મોકો મળ્યો અને તે સમયે પ્રભુની અતિ પ્રસન્નતા મફતમાં મળતી હોવાથી, ભક્ત કાંઈક ભગવાનને અર્પણ કરવા ઇચ્છતો હોઈ, આરતી લેતી વખતે થાળીમાં અમુક રૂપિયા રાખે છે.

અન્ય સમાચારો પણ છે...