શિવજી સાથે જોડાયેલી માન્યતા:રુદ્રાક્ષને શિવજીનું પ્રતીક માનવામાં આવે છે, જે રુદ્રાક્ષ તૂટેલો હોય તેને પહેરવો જોઈએ નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિવજીને આરાધ્ય માનતા લોકો રૂદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષ હાથમાં બ્રેસલેટ કે ગળામાં માળા તરીકે પહેરવામાં આવે છે. રુદ્રાક્ષને શિવજીનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે જે લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે, તેમને શિવજીની કૃપા મળે છે અને તેઓ ખરાબ સમયથી અને નકારાત્મક વિચારોથી બચીને રહે છે. ધ્યાન રાખો કે ક્યારેય તૂટેલાં કે ખરાબ રુદ્રાક્ષને પહેરવો જોઈએ નહીં.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીના આંસુઓથી થઈ છે. કહેવાય છે કે એકવાર જ્યારે શિવજી ધ્યાનમાં બેઠા હતાં. પરમપિતા ભગવાન શિવે જગતના કલ્યાણ માટે હજારો વર્ષ તપ કર્યું અને એક વખત તેમનું મન દુઃખી થયું અને જ્યારે તેમણે આંખો ખોલી તો આંસુની બુંદ નીકળી અને જમીન પર પડી. એમાંથી એક વૃક્ષની ઉત્પત્તિ થઇ જે વૃક્ષ રુદ્રાક્ષનું હતું. આ કથાના કારણે રુદ્રાક્ષને શિવજીનું પ્રતીક માનવામાં આવે છે.

રુદ્રાક્ષ સાથે જોડાયેલી વાતો
રુદ્રાક્ષ અનેક પ્રકારના હોય છે. રુદ્રાક્ષ એક મુખીથી 14 મુખી સુધીના હોય છે. દરેક રુદ્રાક્ષનું મહત્ત્વ અલગ છે. વિવિધ ઇચ્છાઓ માટે વિવિધ રુદ્રાક્ષ પહેરવાની સલાહ પંડિતો દ્વારા આપવામાં આવે છે.

આકાર પ્રમાણે જોવામાં આવે તો રુદ્રાક્ષના 3 પ્રકારના હોય છે. રુદ્રાક્ષનો પહેલો આકાર આંબળાના આકાર સમાન હોય છે. બીજો પ્રકાર બોર સમાન અને ત્રીજો પ્રકાર ચણાના દાણા સમાન હોય છે. ભક્ત પોતાની સુવિધા પ્રમાણે પોતાના મનગમતા આકારના રુદ્રાક્ષને ધારણ કરે છે.

રુદ્રાક્ષથી મોટું કોઈ વ્રત-સ્તોત્ર નથી, રુદ્રાક્ષને 24 કલાક ઘીમાં અને પછી 24 કલાક દૂધમાં રાખીને શુદ્ધ કરવો જોઈએ

વિવિધ ઇચ્છાઓ માટે વિવિધ રુદ્રાક્ષ પહેરવાની સલાહ પંડિતો દ્વારા આપવામાં આવે છે
વિવિધ ઇચ્છાઓ માટે વિવિધ રુદ્રાક્ષ પહેરવાની સલાહ પંડિતો દ્વારા આપવામાં આવે છે

રુદ્રાક્ષ પહેરવો હોય તો આ નિયમોનું પાલન કરો
જે લોકો રુદ્રાક્ષ પહેરે છે, તેમણે માંસાહારથી બચવું જોઈએ. ઘર-પરિવારમાં ગંદકી ન રાખો. સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. ક્યારેય ભગવાન કે ભગવાનના પ્રસાદનો અનાદર ન કરો. ઘર-પરિવારમાં અને સમાજમાં બધા મોટા લોકોનું સન્માન કરો. માતા-પિતાની સેવા કરો. નશાથી દૂર રહો. વિચારોમાં પોઝિટિવિટી રાખો. જો રુદ્રાક્ષ પહેરવો હોય તો આ વાતોનું ધ્યાન રાખશો નહીં તો રુદ્રાક્ષ દ્વારા શુભફળ મળી શકશે નહીં.

રુદ્રાક્ષ કેવો પહેરવો જોઈએ
થોડા રુદ્રાક્ષને કીડા ખરાબ કરી દે છે, થોડા તૂટી જાય છે, ખંડિત થઈ જાય છે, ક્યારેય રુદ્રાક્ષમાં કાણું પડી જાય તો એવો રુદ્રાક્ષ પહેરવો જોઈએ નહીં.
એવો રુદ્રાક્ષ પહેરો જે ગોળ હોય, જેમાં દાણાં યોગ્ય રીતે જોવા મળે, જે રુદ્રાક્ષમાં પ્રાકૃતિક રીતે દોરો પોરવવા માટે કાણું પડેલું હોય, તે સૌથી સારો રહે છે, આવા જ રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ.
રુદ્રાક્ષ પહેરતા પહેલાં શિવલિંગ સાથે જ રુદ્રાક્ષનો પણ અભિષેક અને પૂજન કરવું જોઈએ. રુદ્રાક્ષ પહેર્યા પછી પવિત્રતાનું ધ્યાન ગંભીરતાથી રાખો.