તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Rohini Nakshatra, And Taurus Moon Will Remain On Janmashtami 2021, Janmashtami 2021 Date, Significance Of Janmashtami In Hindi

30મીએ શ્રીકૃષ્ણ જન્મોત્સવ:જન્માષ્ટમીએ રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિનો ચંદ્ર રહેશે, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ સોમવાર, 30 ઓગસ્ટના રોજ ઊજવવામાં આવશે. આ વખતે જન્માષ્ટમીએ રોહિણી નક્ષત્ર સાથે જ વૃષભ રાશિનો ચંદ્ર પણ રહેશે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ બધા જ યોગ પૂજા-પાઠ સાથે જ કોઈ મોટા કામની શરૂઆત માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ યોગમાં શરૂ કરવામાં આવતા કાર્યો જલ્દી સફળ થઈ શકે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દ્વાપર યુગમાં જ્યારે શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમ તિથિ, રોહિણી નક્ષત્ર અને બુધવાર હતો. સાથે જ તે દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં હતો. આ સંયોગ આ વર્ષે પણ બની રહ્યો છે.

જન્માષ્ટમીએ બાળ ગોપાલનો દક્ષિણાવર્તી શંખ દ્વારા અભિષેક કરવો જોઈએ. તેના માટે કેસર મિશ્રિત દૂધ શંખમાં ભરો અને પછી ભગવાનને અર્પણ કરો. અભિષેક કરતી સમયે કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. અભિષેક કર્યા પછી સાફ જળ અર્પણ કરો. તે પછી પીળા ચમકીલા વસ્ત્ર પહેરાવો. હાર-ફૂલથી શ્રૃંગાર કરો. તિલક લગાવો. વૈજયંતીની માળા પહેરાવો. તમે ઇચ્છો તો તુલસીની માળા પણ પહેરી શકો છો. બાળ ગોપાલ સાથે ગૌમાતાની મૂર્તિની પણ પૂજા કરવી જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણને માખણ-મિશ્રીનો અને મીઠાઈનો ભોગ તુલસી સાથે ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજામાં જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ માટે ભગવાન પાસે માફી માગો. પૂજા પછી પ્રસાદ ઘરના સભ્યોને વહેંચો અને જાતે પણ ગ્રહણ કરો.

જન્માષ્ટમીએ કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ધનનું દાન કરવું જોઈએ. જો શક્ય બની શકે તો જરૂરિયાતમંદ લોકોને દૂધ-ઘીનું દાન કરો.

જન્માષ્ટમીએ મથુરા, વૃંદાવન, ગોકુળ અને ગિરિરાજના દર્શન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. જન્માષ્ટમી સમયે આ જગ્યાઓએ કૃષ્ણ ભક્તોની ભારે ભીડ રહે છે. અહીં યમુનામા સ્નાન કર્યા પછી શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં દર્શન કરવા ભક્તો પહોંચે છે.