22 જાન્યુઆરીથી મહા મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં પૂજા-પાઠ સાથે જ પુણ્ય વધારવા અને સ્વાસ્થ્ય સુધારનો સમય હોય છે. મહા મહિનામાં તીર્થ દર્શન સાથે જ નદીમાં સ્નાન કરવાની પરંપરા પણ છે. નારદ, પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ પવિત્ર મહિનામાં ભગવાન સૂર્ય સાથે વિષ્ણુજીની પૂજા પણ કરવી જોઈએ. આવું કરવાથી પુણ્ય વધે છે.
મહા મહિનામાં ઘરમાં ગંગાજળ અને તલથી સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય આપવું. રોજ ગીતાનો પાઠ કરો. સવાર-સાંજ તુલસીજી સામે ઘીનો દીવો પ્રગટાવવો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ શુભકારી રહે છે. મહા મહિનામાં આવનાર વ્રત-પર્વ (ગુપ્ત નવરાત્રિ, વસંત પંચમી, એકાદશી, અમાસ, પૂનમ) જીવનમાં પોઝિટિવિટી વધારે છે.
નાહવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરો
મહા મહિના દરમિયાન જો તીર્થ કે કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરના પાણીમાં જ થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. આવું કરવાથી નદી સ્નાન સમાન પુણ્ય મળી શકે છે. મહા મહિનામાં ભગવાન વિષ્ણુ, કૃષ્ણ અને સૂર્ય પૂજાની પરંપરા છે. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે.
સૂર્યને અર્ઘ્ય આપવું
મહા મહિનામાં ભગવાન સૂર્યના સહસ્ત્રાંશુ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. એટલે હજાર કિરણોથી પ્રકાશ આપનાર ભગવાન સૂર્યના સ્વરૂપને પ્રણામ કરીને અર્ઘ્ય આપવાનું વિધાન પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. તેના માટે તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં ગંગાજળના થોડાં ટીપા, તલ, લાલ ચંદન અને લાલ ફૂલ રાખીને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે આવું કરવાથી ઉંમર વધે છે અને જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે.
ભગવાન વિષ્ણુની પૂજા
આ મહિનામાં ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન ઉલ્લેખવામાં આવે છે. એટલે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે પાઠ કરાવી શકો છો. કોઈ મંદિર કે ઘરમાં જ શંખમાં દૂધ અને પાણી ભરીને ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ. એટલું ન કરી શકો તો માત્ર ૐ માધવાય નમઃ મંત્ર બોલીને ભગવાનને પ્રણામ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.