અનંત ઊર્જા:અસલી ખુશી અંદર છે, તણાવનુક્ત અને પ્રસન્ન જીંદગીની ચાવી

એક મહિનો પહેલાલેખક: સ્વામી મુકુંદાનંદ, આધ્યાત્મ ગુરુ અને લેખક
  • કૉપી લિંક
  • દુઃખને ટાળી શકાતું નથી, પણ દુઃખ એક વિકલ્પ છે. કોઈ પણ આપણને દુઃખી થવા મજબૂર કરી શકતું નથી.
  • સુગંધનો સ્રોત આપણી અંદર છે. આપણે આપણી ખુશીને લોકો, સ્થળ અને ચીજવસ્તુઓ સાથે જોડીએ છીએ. જે ખુશી બહારની વસ્તુઓ પર આધારિત હોય તે ખુબ નબળી હોય છે.

પોતાના જ શરીરમાંથી નીકળતી સુગંધની શોધમાં કસ્તૂરી મૃગ જંગલમાં અામ તેમ દોડતું રહે છે. તે ક્યારેય જાણી શકતું નથી કે સુગંધનો સ્રોત તેની અંદર જ છે. આપણે આપણી ખુશીને લોકો, સ્થળ અને ચીજવસ્તુઓ સાથે જોડીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આ બધું આપણી ઇચ્છા પ્રમાણે થઈ જશે ત્યારે આપણે ખુશ થઈ જશું. હકીકતમાં જે ખુશી બહારની વસ્તુઓ પર આધારિત છે તે ખુબ જ નબળી હોય છે. જ્યારે પરિસ્થિતિ બદલાય છે ત્યારે આ ખુશી ગાયબ થઈ જાય છે. જૂન 2013માં આવેલા ભયાનક પૂરે ઉત્તરાખંડમાં અનેક મકાનો અને નિર્માણોને તોડી નાંખ્યાં હતાં. ટીવીની એક ટીમ પીડિત લોકો સાથે વાત કરી રહી હતી. અચાનક કેમેરો બેઘર થયેલી એક મહિલા તરફ ફર્યો, પણ તે ભગવાન શિવને ધન્યવાદ આપવામાં વ્યસ્ત હતી. કેમ કે તેના પતિ, બાળકો અને પૌૈત્રો તથા દોહિત્રો સુરક્ષિત હતાં. તબાહીની વચ્ચે આ મહિલા સકારાત્મકતા, આશા અને સંતોષથી ભરપૂર હતી. અહીં રહસ્ય શું હતું? જે માત્ર તેની વિચારવાની રીત હતી. પરિસ્થિતિઓ દુખદ હતી પણ નુકસાન પર ધ્યાન કેન્દ્રીત કરવાના બદલે તે આ પરિસ્થિતિમાં પણ જે સારું હતું તેના પર ધ્યાન કેન્દ્રીત કરી રહી હતી.

એટલા માટે જ કહેવામાં આવે છે કે ‘દુઃખને ટાળી શકાતું નથી, પણ દુઃખ એક વિકલ્પ છે.’ દુખદાયક પરિસ્થિતિઓથી કોઈ બચી શકતું નથી, પણ કોઈ આપણને દુઃખી થવા માટે મજબૂર પણ નથી કરી શકતું. સફળ લોકો પોતાના માનસિક સંસાધનોને સારી રીતે રાખવાની ક્ષમતાના કારણે પોતાને અન્ય લોકો કરતાં અલગ દર્શાવે છે. તે ખુશ અને પ્રેરિત રહેવા માટે પોતાના વિચારોને ન્યાયોચ્ચિત રીતે પસંદ કરે છે. મસ્તિષ્ક આટલું મહત્ત્વનું કેમ છે? ખુશી અને દુઃખ બંને માનસિક સ્થિતિના કારણે અનુભવાય છે. સકારાત્મક વિચાર આત્મા અને શરીર બંને માટે લાભદાયક હોય છે. ઉદાહરણ તરીકે દયા, બલિદાન, બીજાની સેવા, વેગેરે વિશે વિચારવું આપણને સારું અનુભવ કરાવે છે. જ્યારે તેનાથી ઉલટું કોઈને નુકસાન પહોંચાડવું કે સ્વાર્થી આચરણ કરવાથી નકારાત્મક વિચાર આવે છે અને ખરાબ અનુભવાય છે. એટલે મગજ જ એકલું એવું કારણ છે જેનાથી આપણે જિંદગીની દિશા અને ગુણવત્તા નક્કી કરી શકીએ છીએ.

માનસિક શાંતિ અવાસ્તવિક કેમ લાગે છે? જ્યારે આપણે દરેક વસ્તુનું મુલ્યાંકન આપણા સ્વાર્થના ચશ્માથી કરીએ છીએ અને જ્યારે વસ્તુઓ આપણા વિચાર પ્રમાણે નથી થતી ત્યારે આપણો અહંકાર નકારાત્મન વિચારો પેદા કરે છે. વારંવાર નકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રીત કરવાથી ધીરે ધીરે આપણું મગજ અેવા સંદેશાને પસંદ કરવા લાગે છે અને જ્યાં સુધી આપણને તેનો ખ્યાલ આવે છે ત્યા સુધીમાં તે આદત બની ગઈ હોય છે. કચરાથી ભરેલા એક બગીચાની જેમ એક અશાંત મસ્તિષ્ક બિનઉત્પાદક વિચારોને ઉત્પન્ન કરતું રહે છે અને તેનાથી અવચેતન સ્તર પર ખોટી ધારણાઓનો સમાવેશ થાય છે. અેટલે આપણામાંથી ઘણા લોકો આપણી જીંદગીમાં લાગનારા આધાત માટે બીજાને અથવા ભગવાનને દોષ આપે છે. આપણે ઇશ્વરમાં વિશ્વાસ પણ ગુમાવી શકીએ છીએ અથવા આધ્યાત્મથી દૂર થઈ શકીએ છીએ. આનાથી સમસ્યાનું સમાધાન પણ નથી થતું અને માનસિક શાંતિ પણ નથી મળતી.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે જે લોકોએ મસ્તિષ્ક પર જીત મેળવી લીધી તે તેમના મિત્ર છે. જે લોકો આવું કરવામાં નિષ્ફળ રહે છે તેમના માટે મસ્તિષ્ક એક દુષ્મનની જેમ કામ કરે છે. એટલા માટે આપણી ફરજ છે કે આપણે આપણી જીંદગીમાં મસ્તિષ્કનો વિકાસ ઉત્તમ વિચારો અને શ્રેષ્ઠ ભાવનાઓ સાથે સાવધાનીપૂર્વક થવા દઈએ.

યાદ રાખો કે માત્ર મનુષ્યની પાસે જ બુદ્ધિ, આશાવાદ, દ્રઢતા, ધૈર્ય, સહલશિલતા અને વિનમ્રતા જેવા ઉત્તમ ગુણોને વિકસિત કરવાની ક્ષમતા છે. જે જિંદગીમાં ઊંચા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય શરત છે. આ બધુ મસ્તિષ્કને નિયંત્રિત કરવાથી થાય છે જેને આપણે વિવેક કહીએ છીએ. આપણા બધા પાસે આ હોય છે અને આપણે તેને જુદા જુદા સ્તરે ઉપયોેગમાં લઈએ છીએ, પણ આપણે અત્યાર સુધી તેની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરી શક્યાં નથી. સનાતન શાસ્ત્રોના દિવ્ય જ્ઞાનમાં બુદ્ધિને સશકત બનાવવાની ક્ષમતા છે. જ્યારે તમે બુદ્ધિનો ઉપયોેગ મગજને ચલાવવા માટે કરો છો તો ભગવદ્ ગીતામાં તેને બુદ્ધિ યોગ કહે છે. આ જ તણામુક્ત અને પ્રસન્ન જિંદગી જીવવાની ચાવી છે. એટલે બહારની સફળતાનો પાયો બનાવવા માટે આંતરિક વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરો.

દુઃખને ટાળી શકાતું નથી, પણ દુઃખ એક વિકલ્પ છે. કોઈ પણ આપણને દુઃખી થવા મજબૂર કરી શકતું નથી.

અન્ય સમાચારો પણ છે...