• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ravivar Aur Sawan Amavasya Yoga On 8 August, Sawan Month Amawasya Significance; Shivji And Surya Puja Vidhi, Pitru Pujan Vidhi

ઉપાસના:રવિવાર અને અમાસનો યોગ; આ દિવસે સૂર્યદેવની પૂજા કરો અને પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે સર્વાર્થસિદ્ધિ યોગ અને પુષ્ય નક્ષત્ર યોગમાં હરિયાળી અમાસ ઊજવાશે

રવિવાર, 8 ઓગસ્ટના રોજ અષાઢ મહિનાની અમાસ છે, તેને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને પુષ્ય નક્ષત્ર પણ રહેશે. આ યોગમાં કરવામાં આવતા પૂજા-પાઠ જલ્દી સફળ થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ અમાસના દિવસે સૂર્યદેવની વિશેષ પૂજા અને પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ.

અમાસના દિવસે નદીમાં સ્નાન, દાન અને શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે. આ તિથિએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી દાન-પુણ્ય કરવાનું ખાસ મહત્ત્વ છે. અમાસના દિવસે બપોરે પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો.

અમાસના દિવસે સવારે જલ્દી જાગીને સૂર્યને અર્ઘ્ય આપોઃ-
અમાસ તિથિએ સવારે જલ્દી જાગવું જોઈએ. સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્યને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. તેના માટે લોટામાં જળ ભરો અને લોટામાં ફૂલ-ચોખા પણ રાખો. તે પછી ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. સૂર્યને જળ ચઢાવ્યા પછી જરૂરિયાતમંદ લોકોને ગોળ અને ધનનું દાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ દાન કરો.

અમાસ તિથિએ સવારે જલ્દી જાગવું જોઈએ. સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્યને અર્ઘ્ય ચઢાવવું જોઈએ.
અમાસ તિથિએ સવારે જલ્દી જાગવું જોઈએ. સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્યને અર્ઘ્ય ચઢાવવું જોઈએ.

પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરોઃ-
અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે શુભ કામ કરો. દીવો પ્રગટાવો. ગાયના ગોબરથી બનેલાં છાણા ઉપર શુદ્ધ ઘી અને ગોળ રાખીને ધૂપ કરો. ધૂપ આપ્યા પછી હથેળીમાં પાણી લેવું અને પિતૃઓનું ધ્યાન કરીને અંગૂઠા તરફથી જળ અર્પણ કરવું જોઈએ.

એવ્રત-જીવ્રત વ્રતઃ-

જ્યોતિષાચાર્ય આશિષભાઈ રાવલ(ashishrawal13677@gmail.com)ના જણાવ્યા પ્રમાણે અષાઢ વદ અમાસ જેને હરિયાળી અમાસ કે દિવાસો કે દિવાસા તરીકે ઓળખવામાં આવે છે સાથે આ જ દિવસે એવ્રત-જીવ્રત તથા અનેક શ્રદ્ધાળુ બહેનો અમાસથી દશામાના વ્રતનો પ્રારંભ કરતા હોય છે તો ઘણી બધી બહેનો એકમથી વ્રત ચાલુ કરતી પણ જોવા મળશે. આ વ્રતમાં સૌભાગ્યવતી મહિલાઓ વ્રતધારી દ્વારા વહેલી સવારે ઊઠીને સ્નાન કરી ભગવાન સૂર્યને અર્ઘ્ય આપી તાંબાના બે કળશમાં સ્નાન કરી શુદ્ધ જળ ભરવું.ઘરે પૂજા ઘરમાં બે બાજોઠ પર લાલ કલરનું કપડું પાથરી તેના પર ઘઉં ની ઢગલી કરવી તેના કળશ મુકી નાળાછડી બાંધીને શ્રીફળ મૂકવા તેની પર લાલ કલર ની ચુંદડી ઓઢાડીને શુદ્ધ ઘીનો દીવો કરી સહૃદય પૂર્વક પ્રાર્થના કરવી કે હે માતા એવ્રત-જીવ્રત હું તમારું વ્રતનો પ્રારંભ કરું છું મારા ઘરે પધારી મને ધન્ય કરો.દરરોજ માતાની પૂજા કરવી અને મીઠા વગરનું ભોજન કરી એકટાણા કરવા વ્રતના છેલ્લા દિવસે બની શકે તો ઉપવાસ કરવો ઉપવાસ ન થઈ શકે તો ફક્ત ફળાહાર કરવો સતત ત્રણ દિવસ હિના અખંડ દીવા સાથે આ રીતે મદદ કરી અમાસના દિવસે જાગરણ કરવું.

પતિના દીર્ઘાયુ માટે આ વ્રત વિશેષ કરવામાં આવે છે.આખા દિવસના ઉપવાસ બાદ એ ઉપવાસની રાત તથા શ્રાવણના પહેલા દિવસની સાંજ સુધી સતત જાગરણ કરવામાં આવશે. જીવનમાં માતા પોતાના સંતાનના આયુ,આરોગ્ય માટે પ્રાર્થના કરે છે સાથે એક દિવસના ઉપવાસ બાદ રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે.ભારતીય પરંપરામાં અષાઢી અમાસ નું વિશેષ મહત્ત્વ સમજાવેલ છે. દિવાસાના દિવસથી સો મા દિવસે દેવ દિવાળી આવે એવું આપણા પૂર્વ આચાર્ય સમજાવે છે.આવતીકાલ થી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થશે ત્યારબાદરક્ષાબંધન,જન્માષ્ટમી,ગણેશ ઉત્સવ,નવરાત્રી,દિવાળી જેવા મુખ્ય તહેવારોની શરૂઆત થશે.