• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Rashifal Saptahik Horoscope 28 November To 4 December 1st Week 2021: December Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra

સાપ્તાહિક રાશિફળ:આ સમય વૃષભ અને સિંહ રાશિ માટે રોકાણ કરવાની દૃષ્ટિએ શુભ રહેશે, કુંભ જાતકોને આર્થિક ફાયદાનો યોગ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃશ્ચિક, ધન અને મીન સહિત 7 રાશિના લોકો માટે જોબ અને બિઝનેસની દૃષ્ટિએ નિક્ષત્રોની મિશ્રિત અસર રહેશે

28 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચંદ્ર સિંહ રાશિથી વૃશ્ચિક સુધી જશે. આ સપ્તાહ ચંદ્ર ઉપર ગુરુ, શનિ અને રાહુની દૃષ્ટિ રહેશે. સાથે જ સૂર્ય, મંગળ, બુધ અને કેતુ સાથે યુતિ પણ બનશે. નક્ષત્રોની આ સ્થિતિ થોડા લોકો માટે શુભ રહેશે. ત્યાં જ, આ કારણોસર થોડા લોકો પરેશાન પણ રહી શકે છે. આ સપ્તાહ વૃષભ, કર્ક, સિંહ, મકર અને કુંભ રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળશે. આ 5 રાશિના લોકો માટે આર્થિક ફાયદો આપનાર યોગ છે. અટવાયેલાં કામ પણ પૂર્ણ થશે. આ સિવાય મેષ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકો માટે આવતા 7 દિવસ સામાન્ય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- સ્થાન પરિવર્તનને લગતી કોઈ યોજના શરૂ કરવા માટે આ સપ્તાહ અનુકૂળ છે. બાળકો તરફથી પણ કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ થશે. અધ્યાત્મ તથા ધર્મ-કર્મમાં રસ તમારા વ્યવહારને ખૂબ જ પોઝિટિવ બનાવશે.

નેગેટિવઃ- આ સમયે રૂપિયા-પૈસાની લેવડ-દેવડ અંગે કોઈપણ કામમાં સાવધાની જાળવવાની જરૂરિયાત છે. ક્યારેક વધારે વિચારવાના કારણે મહત્ત્વપૂર્ણ સફળતા હાથમાંથી સરકી શકે છે. ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લોકો સાથે મિત્રતાનો સંબંધ રહેશે.

લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથીની સલાહ ખૂબ જ લાભદાયી રહેશે.

સ્વાસ્થ્યઃ- વાસી અને તળેલું ભોજન કરવાના લીધે પેટ ખરાબ રહી શકે છે.

-----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ લાભદાયી સિદ્ધ થશે. કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. મીડિયા તથા ઓનલાઈનને લગતી ગતિવિધિઓમાં તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. જૂની ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અનુભવ થશે.

નેગેટિવઃ- તમારી યોજનાઓને જાહેર થવા દેશો નહીં, નહીંતર તમારી સાથે દગાબાજી થવાની સ્થિતિ બની શકે છે. ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારા સ્વભાવમાં પરિપક્વતા લાવો.

વ્યવસાયઃ- જો વેપારમાં કોઈ પ્રકારનું રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં સુસ્તી અને થાક હાવી થઈ શકે છે.

-----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પેટને લગતો કોઈ વિવાદિત માલમો વડીલોની મદદથી ઉકેલાય તેવી શક્યતા છે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેશો નહીં, તેના ઉપર યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. તેનાથી તમને સારું પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટમાં મન પ્રમાણે સફળતા ન મળવાથી તણાવ રહી શકે છે. કોઈપણ કાર્યમાં રિસ્ક લેવાની કોશિશ ન કરો. આ સમયે બાળકોના મનોબળને જાળવી રાખવા માટે તમારો સહયોગ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

-----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા માટે પોજિટિવ પરિવર્તન લાવનાર રહેશે. કોઈપણ દુવિધાની સ્થિતિમાં પરિવારના લોકોનો સહયોગ તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- ભાવનાઓમાં આવીને તમારી કોઈપણ મહત્ત્વપૂર્ણ વાત કોઈ સામે જાહેર ન કરો. તેના કારણે તમારે થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવકના સ્ત્રોત પણ ઘટશે.

વ્યવસાયઃ- આ સમયે તમારી ઊર્જા અને જનસંપર્કને વધારે વિસ્તૃત કરવામાં લગાવો.

લવઃ- પારિવારિક સભ્યો વચ્ચે તાલમેલ અને સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

-----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહની ગ્રહ સ્થિતિ સંપૂર્ણ રીતે અનુકૂળ છે. તમારી કાર્યકુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ થવાની શક્યતા છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી અસ્ત-વ્યસ્ત દિનચર્યામાં પોઝિટિવ ફેરફાર આવશે.

નેગેટિવઃ- બાળકોના એડમિશનને લઈને અસમંજસની સ્થિતિ રહેશે. આ સપ્તાહ કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. ધ્યાન રાખો આળસ કે વધારે વિચાર કરવામાં જ સમય ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે.

લવઃ- લગ્નજીવનમાં સંબંધ ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા રહેશે.

-----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમને ઘણી સફળતા મળી શકે છે. તમારા વ્યક્તિગત જીવનમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે. વારસાગત સંપત્તિને લગતા કાર્યોમાં ઉકેલ મળે તેવી શક્યતા છે.

નેગેટિવઃ- અન્ય લોકોની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખો. કોઈપણ પ્રકારના કાયદાકીય વિવાદમાં પડશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં નવો પ્રસ્તાવ મળી શકે છે.

લવઃ- કામ વધારે રહેવાના કારણે ઘર-પરિવારમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સાંધા અને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

-----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલા થાકથી આરામ મેળવવા માટે તમારા રસના કાર્યોમાં થોડો સમય પસાર કરો. તેનાથી તમને સુખ મળશે અને મન પ્રસન્ન થશે. કોઈ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક આયોજનમાં જવાનું પણ આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીના લગ્નજીવનમાં અલગ થવા જેવી સમસ્યા આવવાથી મન પરેશાન રહેશે. આ સમયે અન્યના મામેલ દખલ ન કરો અને કોઈ વાતને સમજ્યા વિના નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક મામલે વધારે દખળ ન કરો તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

-----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા કાર્યોને યોગ્ય રીતે કરવા માટે પહેલાં તેને લગતી સંપૂર્ણ રૂપરેખા બનાવી લો. જો પ્રોપર્ટી ખરીદવાની કોશિશ કરી રહ્યા છો તો સમય ઉત્તમ છે. યુવાઓ પોતાની મહેનત પ્રમાણે પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.

નેગેટિવઃ- દેખાડાના કારણે ખોટા ખર્ચ ન કરો. આ સમયે બહારની વ્યક્તિઓ કે મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. નજીકના સંબંધીઓ સાથે મનમુટાવ થવાથી થોડી સાવધાની સંબંધને બચાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં પ્રભાવશાળી સંપર્ક બનશે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સમય સુખમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઈ સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે.

-----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી જવાબદારીઓ પ્રત્યે જાગરૂત રહો. યોજનાબદ્ધ અને ડિસિપ્લિન રીતે દિવસને પસાર કરો. સમય પ્રમાણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવો. ગાઢ મિત્રોનો સહયોગ પણ તમારા માટે મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- ઘરના વડીલ સભ્યોના સન્માનમાં ઘટાડો આવવા દેશો નહીં. જૂની વાતો વર્તમાન ઉપર હાવી થવાથી પરેશાનીઓ વધી શકે છે. બાળકોને લગતી કોઈ આશા પૂર્ણ ન થવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- આ સમયે વ્યક્તિગત કારણોના કારણે વેપારમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધો સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

-----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો કોઈ ખાસ પોલિસીમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પરિસ્થિતિ અનુકૂળ છે. માત્ર તમારે તમારા કામના દરેક સ્તર અંગે યોગ્ય વિચાર કરીને તેના ઉપર કામ કરવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની શક્યતા છે. તેનો પ્રભાવ ઘર-પરિવાર ઉપર પણ પડશે. ક્યારેક બધાને સુખી રાખવાની પ્રવૃત્તિમાં તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન સમયમાં ચાલી રહેલા વ્યવસાયિક કાર્યો સાથે-સાથે થોડા નવા કામ ઉપર પણ ધ્યાન આપો.

લવઃ- લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં નબળાઈ અનુભવ થશે.

-----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે કોઈ ખાસ કાર્યને પૂર્ણ કરવા માટે કોશિશ કરતા રહેશો. ઘરમાં નવી વસ્તુની ખરીદી શક્ય છે. કોઈ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપી શકે છે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. તમારા માન-સન્માન ઉપર પણ આંચ આવી શકે છે. અચાનક થોડા ખર્ચ સામે આવી શકે છે. જો કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવે તો કોઈ વડીલ વ્યક્તિની સલાહ લો.

વ્યવસાયઃ- આ સપ્તાહ આર્થિક સ્થિતિ સારી રહેશે.

લવઃ- ઘર-પરિવારનું વાતાવરણ વ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યા વધી શકે છે.

-----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ પારિવારિક મુદ્દાને લઈને ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. ઘરમાં રિનોવેશન તથા પરિવર્તનને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનશે. કામ હોવા છતાંય થોડો સમય પોતાના રસના કાર્યો માટે પસાર કરો.

નેગેટિવઃ- વાતચીત કરતી સમયે ખરાબ ભાષાનો પ્રયોગ ન કરો. પોતાના ઉપર વિશ્વાસ રાખવો, કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વર્તમાન પરિસ્થિતિઓના કારણે ધૈર્ય અને સંયમથી કામ લેવું જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથે સુખદ અને સહયોગાત્મક રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.