શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:રામેશ્વર જ્યોતિર્લિંગ; દુશ્મનો ઉપર વિજય અપાવે છે રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા, શ્રીરામજીને પણ મહાદેવનો આશીર્વાદ મળ્યો હતો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.
  • માન્યતા છે કે આ મંદિરના પવિત્ર જળમાં સ્નાન કર્યા પછી જ શિવલિંગના દર્શન કરવા જોઈએ

આ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામનાથપુરમમાં સ્થિત છે. માન્યતા છે કે, તેની સ્થાપના સ્વયં ભગવાન શ્રીરામે કરી હતી. જેના કારણે તેને રામેશ્વર કહેવામાં આવે છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક હોવાની સાથે-સાથે આ સ્થાન હિંદુઓના ચાર ધામમાંથી એક પણ છે.

પ્રવેશનો નિયમઃ-
આ મંદિર તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે અને વિશાળ શિવ મંદિરોમાંથી એક છે. માન્યતા છે કે આ મંદિરના પવિત્ર જળમાં સ્નાન કર્યા પછી જ શિવલિંગના દર્શન કરવા જોઈએ. પ્રભુ શ્રીરામજીએ સ્વયં આ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં ભક્તોને ખૂબ જ સખ્ત સુરક્ષા તપાસ બાદ પ્રવેશ મળે છે.

દરિયામાંથી રસ્તો પસાર થાય છેઃ-
રામેશ્વર ચેન્નઈથી લગભગ 425 માઈલ દક્ષિણ-પૂર્વમાં છે. તે હિંદ મહાસાગર અને બંગાળની ખાડતી ચારેય બાજુ ઘેરાયેલો એક સુંદર શંખના આકારમાં એક ટાપુ છે. ઘણાં સમય પહેલાં આ ટાપુ ભારતની જમીન સાથે જોડાયેલો હતો, પરંતુ પછી દરિયાના મોજા ભારત અને ટાપુના જમીન રસ્તાને ઓળંગી ગયા, જેથી તે ચારેય બાજુથી પાણીથી ઘેરાઇને ટાપુ બની ગયો. રામેશ્વર મંદિર જવા માટે કંક્રીટના 145 થાંભલા ઉપર ટકેલો લગભગ સો વર્ષ જૂનો પુલ છે. રામેશ્વર જવા માટે આ પુલ ઉપરથી પસાર થવું પડે છે. દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનું દૃશ્ય ખૂબ જ રોમાંચક હોય છે. આ પુલ સિવાય રસ્તાના માર્ગે જવા માટે એક અન્ય પુલ બનાવવામાં આવ્યો છે. અહીં દર્શન માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. દ્રવિડ શૈલીમાં બનેલું આ મંદિરનું નિર્માણ કળા અને શિલ્પ કળાની સુંદરતાનું પ્રતીક છે.

અહીં દર્શન માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. દ્રવિડ શૈલીમાં બનેલું આ મંદિરનું નિર્માણ કળા અને શિલ્પ કળાની સુંદરતાનું પ્રતીક છે.
અહીં દર્શન માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. દ્રવિડ શૈલીમાં બનેલું આ મંદિરનું નિર્માણ કળા અને શિલ્પ કળાની સુંદરતાનું પ્રતીક છે.

રામાયણ કાળ સાથે ઇતિહાસ જોડાયેલો છેઃ-
અહીં ભગવાન રામજીએ નલ અને નીલ નામના બે બળશાળી વાનરોની મદદથી લંકા ઉપર ચઢાઈ કરતા પહેલાં પત્થરો દ્વારા સેતુનું નિર્માણ કરાવ્યું હતું, જેને રામસેતુ કહેવામાં આવે છે. આ તે જ રામસેતુ છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે એડેમ્સ બ્રિજના નામથી ઓળખવામાં આવે છે. નલ અને નીલને એક ઋષિનો શ્રાપ હતો કે તમે બંને જે વસ્તુને પાણીમાં ફેંકશો તે ડૂબશે નહીં. આ શ્રાપ સેતુ બનાવતી સમયે ભગવાન રામના કામે આવ્યો, એટલે તે બંને યોદ્ધા પત્થરોને જળમાં નાંખતા ગયા અને એક વિશાળ સેતુનું નિમાણ થઈ ગયું. જેના ઉપર ચઢીને વાનર સેના લંકા પહોંચી વિજય થઈ. પછી શ્રીરામજીએ વિભીષણના કહેવાથી ધનુષકોટિ નામના સ્થાને આ સેતુ તોડી દીધો હતો. આજે પણ આ 30 માઈલ (48 કિમી) લાંબા સેતુના અવશેષ સાગરમાં જોવા મળે છે. રામેશ્વર મંદિરમાં આ પત્થર આજે પણ ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યાં છે.

માન્યતા છે કે આ મંદિરના પવિત્ર જળમાં સ્નાન કર્યા પછી જ શિવલિંગના દર્શન કરવા જોઈએ
માન્યતા છે કે આ મંદિરના પવિત્ર જળમાં સ્નાન કર્યા પછી જ શિવલિંગના દર્શન કરવા જોઈએ

શ્રીરામજીએ અહીં શિવલિંગ સ્થાપિત કર્યું હતુંઃ-
વાલ્મીકિ રામાયણ પ્રમાણે આ મંદિરમાં જે શિવલિંગ છે, તેની પાછળ માન્યતા છે કે જ્યારે મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ સીતાજીને રાવણની કેદમાંથી છોડાવવા માટે લંકા જઈ રહ્યા હતાં, ત્યારે તેમને રસ્તામાં તરસ લાગી. જ્યારે તેઓ પાણી પીવા લાગ્યાં ત્યારે તેમને યાદ આવ્યું કે તેમણે ભગવાન શંકરના દર્શન કર્યાં નથી, એવામાં તેઓ જળ કેવી રીતે ગ્રહણ કરી શકે? ત્યારે શ્રીરામજીએ વિજય પ્રાપ્તિ માટે બાલૂનું શિવલિંગ સ્થાપિત કરીને શિવ પૂજન કર્યું હતું. કેમ કે ભગવાન રામ જાણતા હતા કે રાવણ પણ શિવના પરમ ભક્ત છે અને યુદ્ધમાં રાવણને પરાજિત કરવું મુશ્કેલ કાર્ય છે, એટલે ભગવાન રામજીએ લક્ષ્મણ સહિત શિવજીની આરાધના કરી અને ભગવાન શિવ પ્રસન્ન થઈને માતા પાર્વતી સાથે પ્રકટ થઈને શ્રીરામને વિજયનો આશીર્વાદ આપ્યો. ભગવાન રામજીએ શિવજી પાસે લોક કલ્યાણ માટે તે સ્થાને શિવલિંગ સ્વરૂપે સદાય નિવાસ કરવા કહ્યું જેને ભગવાન શિવજીએ સ્વીકાર કરી લીધું.

રામેશ્વર કેવી રીતે પહોંચવુંઃ-
રામેશ્વર માટે ખૂબ જ સારું નેટવર્ક છે. દેશના અનેક ભાગમાં અહીંથી રેલ સુવિધા મળી રહે છે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ મદુરાઈમાં આવેલું છે.

રામેશ્વરની યાત્રા માટેનો સૌથી સારો સમયઃ-
રામેશ્વરમાં શિયાળાનું વાતાવરણ ખૂબ જ સુખદ હોય છે. શિયાળા દરમિયાન રામેશ્વર દર્શન કરવા માટે જવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...