• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ramayana And Story, Dussehra On 15 Oct, Dussehra 2021, Lesson Of Sunderkand, We Should Keep Trying Again And Again Until We Get Success

15 ઓક્ટોબરે દશેરા:સુંદરકાંડનો બોધપાઠ- જ્યાં સુધી સફળતા મળે નહીં, આપણે સતત કોશિશ કરતા રહેવું જોઈએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 15 ઓક્ટોબરના રોજ આસો મહિનાના સુદ પક્ષની દશમ તિથિ છે, આ દિવસે દશેરા ઊજવવામાં આવશે, રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. ત્રેતાયુગમાં આ તિથિએ શ્રીરામે રાવણનોવધ કર્યો હતો. રામાયણમાં રાવણે દેવી સીતાનું હરણ કર્યું અને અશોક વાટિકામાં કેદી બનાવીને રાખ્યાં હતાં. હનુમાનજીએ દેવી સીતાને જોયા હતા નહીં, આ કારણે લંકામાં સીતાજીની શોધ કરવી ખૂબ જ મુશ્કેલ કામ હતું, હનુમાનજીએ પોતાની સમજણ સાથે આ કામને પૂર્ણ કર્યું હતું.

સુંદરકાંડમાં દેવી સીતાની શોધમાં હનુમાનજી લંકા પહોંચી ગયા હતાં. રાવણના મહેલ સાથે જ લંકાવાસીઓના ઘરમાં, અન્ય મહેલોમાં, લંકાની ગલીઓમાં પણ હનુમાનજીએ સીતાજીને શોધવાની કોશિશ કરી, પરંતુ તેમને સફળતા મળી નહીં. અનેક કોશિશ પછી પણ જ્યારે તેમણે દેવી સીતા મળ્યાં નહીં ત્યારે તેઓ થોડા ક્ષણ માટે દુઃખી થઈ ગયા હતાં.

હનુમાનજીએ સીતાજીને ક્યારેય જોયા હતાં નહીં, પરંતુ તેઓ દેવીના ગુણોને જાણતાં હતાં. તેવા ગુણ ધરાવતી મહિલા તેમને લંકામાં કોઈ સ્થાને જોવા મળી નહીં. આ અસફળતા અંગે તેઓ અનેક વાતો વિચારવા લાગ્યાં. તેમના મનમાં વિચાર આવ્યો કે જો અસફળ થઈને પાછો જઈશ તો વાનરોના પ્રાણ સંકટમાં આવી જશે, શ્રીરામ પણ સીતાના વિયોગમાં પ્રાણ ત્યાગશે, તેમની સાથે લક્ષ્મણ અને ભરતની પણ સ્થિતિ ખરાબ થશે. રાજા વિના અયોધ્યાવાસીઓ માટે પરેશાનીઓ વધી જશે. આ બધી પરેશાનીઓથી બચવા માટે મારે ફરી એકવાર સીતાજીને શોધવાની કોશિશ કરવી જોઈએ.

એટલું વિચાર્યા પછી હનુમાનજી ફરી ઊર્જાથી ભરાઈ ગયાં. હનુમાનજીએ પોતાની લંકા યાત્રાની નવી યોજના બનાવી. હનુમાનજીએ વિચાર્યું કે મારે દેવીની શોધ એવી જગ્યાએ કરવી જોઈએ, જ્યાં સામાન્ય રાક્ષસોનો પ્રવેશ વર્જિત હોય. આવું વિચારીને જ તેમણે બધા રાજકીય બગીચા અને રાજમહેલ આસપાસ સીતાજીને શોધવાનું શરૂ કરી દીધું. છેલ્લે સફળતા મળી અને હનુમાનજીએ સીતાજીને અશોક વાટિકામાં શોધી કાઢ્યાં. હનુમાનજીના આ એક વિચારે યાત્રાને સફળ બનાવી દીધી.

બોધપાઠ- આ પ્રસંગથી આપણને બોધપાઠ મળવો જોઈએ કે જ્યાં સુધી સફળતા મળે નહીં ત્યાં સુધી આપણે કોશિશ કરતા રહેવું જોઈએ. પોઝિટિવિટી સાથે કામ કરીશું તો સફળતા ચોક્કસ મળી જશે.