ઉત્સવ:22 ઓગસ્ટના રોજ રક્ષાબંધન, પૂનમના દિવસે નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 22 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પૂનમ છે. આ તિથિએ રક્ષાબંધન પણ ઊજવવામાં આવશે. 22 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઈ જશે. 23 ઓગસ્ટથી શ્રાવણ વદ શરૂ થઈ જશે. પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. શ્રાવણ મહિનાની આ તિથિએ શિવજી, ગણેશજી સાથે જ સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે રક્ષાબંધનના દિવસે પોતાના આરાધ્ય દેવને રક્ષાસૂત્ર અર્પણ કરવું જોઈએ. જો ઇચ્છા હોય તો શિવજી, હનુમાનજી, ગણેશજી અને ભગવાન વિષ્ણુને પણ રક્ષાસૂત્ર અર્પણ કરી શકો છો.

શ્રાવણ મહિનાની પૂનમના દિવસે શિવલિંગની પૂજા કરો અને તે પછી જરૂરિયાતમંદ લોકોને ધન-અનાજનું દાન કરો. શિવપૂજા કરીને ભક્તનું મન શાંત થઈ જાય છે. નકારાત્મક વિચાર દૂર થાય છે.

શિવલિંગ ઉપર ચંદન, બીલીપાન, દૂધ, સફેદ વસ્ત્ર ચઢાવવા જોઈએ. સાથે જ અલગ-અલગ અનાજ અને ફૂલ પણ શિવલિંગ ઉપર ચઢાવો. પૂજામાં ઓમ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ કરો. ચોખા પણ શિવજીને ચઢાવવા જોઈએ. ધ્યાન રાખવું કે એકપણ ચોખા તૂટેલાં ન હોય.

શિવપૂજામાં તલ ચઢાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે. તલ ચઢાવવાથી કુંડળીને લગતા અનેક દોષ દૂર થઈ શકે છે. આખા મગ બુધ ગ્રહને લગતા દોષ દૂર કરવા માટે શિવજીને ચઢાવી શકો છો. શિવલિંગ ઉપર જવ ચઢાવવાથી અક્ષય પુણ્ય મળે છે. શિવલિંગ ઉપર ઘઉં ચઢાવવાથી ઘરમાં અનાજની ખોટ પડતી નથી.

શિવલિંગ ઉપર કમળના ફૂલ ચઢાવી શકો છો. વિચારોની પવિત્રતા માટે સફેદ કમળ ચઢાવવા જોઈએ. શિવલિંગ ઉપર બીલીપાન ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.

પૂનમના દિવસે કોઈ બ્રાહ્મણ પાસે ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી જોઈએ. પૂજા પછી બ્રાહ્મણને દાન-દક્ષિણા આપવી જોઈએ. પૂનમ તિથિએ વિષ્ણુજી અને દેવી લક્ષ્મીજીની પૂજા પણ કરવી જોઈએ.

દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂર ભરો અને વિષ્ણુ-લક્ષ્મીનો અભિષેક કરો. વસ્ત્ર, હાર-ફૂલ, ફળ અને ભોગ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.