શ્રાવણ મહિનો શરૂ:શ્રાવણના સુદ પક્ષમાં બે સોમવાર અને 2 પૂનમનો યોગ, 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવવી શ્રેષ્ઠ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનામાં અનેક મોટા પર્વ અને શુભ તિથિઓ આવશે. શ્રાવણ પૂનમ એટલે રક્ષાબંધન 11 ઓગસ્ટના રોજ ઊજવવામાં આવશે. આ વર્ષે શ્રાવણ પૂનમ બે દિવસ છે, 12 ઓગસ્ટના રોજ સ્નાન-દાનની પૂનમ રહેશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શ્રાવણ સુદ પક્ષમાં પહેલું મોટું પર્વ હરિયાળી ત્રીજ છે. આ પર્વ 31 જુલાઈના રોજ ઊજવવામાં આવશે. આ દિવસે દેવી પાર્વતી માટે ખાસ વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. મહિલાઓ પોતાના પરિણીત જીવનમાં સુખ-શાંતિ અને પ્રેમ જાળવી રાખવા માટે દેવી પૂજા કરે છે, વ્રત કરે છે.

શ્રાવણના સુદ પક્ષમાં બે સોમવાર
શ્રાવણ મહિનાના સુદ પક્ષમાં બે શ્રાવણ સોમવાર રહેશે. પહેલો 1 ઓગસ્ટના રોજ અને બીજો 8 ઓગસ્ટના રોજ રહેશે. 8 ઓગસ્ટના રોજ પુત્રદા એકાદશી પણ રહેશે. આ દિવસે શિવજી સાથે જ ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરો. શ્રીકૃષ્ણનો અભિષેક કરો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.

રક્ષાબંધન 11 ઓગસ્ટના રોજ ઊજવવી વધારે શુભ રહેશે
રક્ષાબંધન 11 ઓગસ્ટના રોજ ઊજવવી વધારે શુભ રહેશે

શ્રાવણ પૂનમ બે દિવસ રહેશે
આ વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ બે દિવસ એટલે 11 અને 12 ઓગસ્ટના રોજ રહેશે. રક્ષાબંધન 11 ઓગસ્ટના રોજ ઊજવવી વધારે શુભ રહેશે. 12 ઓગસ્ટના રોજ સ્નાન અને દાન પૂનમ રહેશે. આ દિવસે ભાદરવા મહિનાની એકમ તિથિ પણ રહેશે. શ્રાવણ પૂનમના દિવસે શિવજીનો ખાસ અભિષેક કરો.

અન્ય સમાચારો પણ છે...