પંચાંગ ભેદ:શ્રાવણમાં બે પૂનમનો યોગ; 11 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવી શ્રેષ્ઠ રહેશે, 12 ઓગસ્ટના રોજ સવારે 7.16 વાગ્યા પછી શ્રાવણ વદ શરૂ થશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે શ્રાવણ મહિનામાં પૂનમ બે દિવસ 11 અને 12 ઓગસ્ટના રોજ રહેશે. આ કારણે રક્ષા બંધનની તારીખને લઇને પંચાંગ ભેદ છે. થોડી જગ્યાએ રક્ષા બંધન 11 ઓગસ્ટના રોજ અને થોડી જગ્યાએ 12 ઓગસ્ટના રોજ ઊજવવામાં આવશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે રક્ષા બંધન માત્ર ભાઈ-બહેનનું પર્વ નથી. આ દિવસે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. જે વ્યક્તિ આપણી રક્ષા કરે છે, તેને આપણે રક્ષાસૂત્ર બાંધી શકીએ છીએ. રક્ષા સૂત્ર બાંધવા પાછળ એવી ભાવના હોય છે કે જે વ્યક્તિને દોરો બાંધવામાં આવે છે તેઓને દરેક પ્રકારની વિપત્તિઓ સામે રક્ષા મળે, તેમના જીવનમાં સૌભાગ્ય જળવાયેલું રહે, બીમારીઓ તેમનાથી દૂર રહે. રક્ષા સૂત્ર ગુરુ પોતાના શિષ્યને, બહેન પોતાના ભાઈ, બાળકો પોતાના માતા-પિતા, માતા-પિતા બાળકોને એકબીજાના સૌભાગ્યની કામના સાથે બાંધી શકે છે.

કયા દિવસે રક્ષાબંધન ઊજવવી વધારે શુભ રહેશે?
આ વખતે રક્ષા બંધન એટલે શ્રાવણ પૂનમ 11 ઓગસ્ટના રોજ સવારે 11.08 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે 12 ઓગ્યના રોજ સવારે 7.16 વાગ્યા સુધી રહેશે. તેના પછી શ્રાવણ મહિનાનો વદ પક્ષ શરૂ થઈ જશે. 12 ઓગસ્ટના રોજ સૂર્યોદય પછી પૂનમ ત્રણ મુહૂર્ત પહેલાં પૂર્ણ થઈ જશે. એટલે રક્ષા બંધન 11 ઓગસ્ટના રોજ ઊજવવી વધારે શ્રેષ્ઠ રહેશે. પંચાંગ ભેદના કારણે અનેક જગ્યાએ 12 ઓગસ્ટના રોજ પણ રક્ષાબંધન ઊજવવામાં આવશે. આપણે પોત-પોતાના ક્ષેત્રના વિદ્વાનો અને પંચાંગોના મત આધારે આ પર્વ ઊજવી શકીએ છીએ.

આરાધ્ય દેવને પણ રક્ષાસૂત્ર બાંધવું જોઈએ
રક્ષા બંધનના દિવસે આપણે આપણાં આરાધ્ય દેવને પણ રક્ષાસૂત્ર બાંધવું જોઈએ અને ભગવાન પાસે આપણી રક્ષા કરવાની પ્રાર્થના કરવી જોઈએ. સાથે જ, ભગવાન સામે ધૂપ-દીપ પ્રગટાવવા અને તેમની વિધિવત પૂજા કરો. મંત્રોનો જાપ કરો. પૂનમ તિથિને લગતા પૂનમ કર્મ પણ કરો. જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ધનનું દાન કરો.

અન્ય સમાચારો પણ છે...