• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Raja Dasharatha And Shriram Vanvas Story, Ramcharit Manas Lesson In Hindi, We Should Do Good Works To Get Good Things In Life

ભાગ્ય કઈ રીતે બને છે?:શ્રીરામના વનવાસ રવાના થયા પછી રાજા દશરથને પોતાની જૂની ભૂલનો અહેસાસ થયો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણાં કર્મોથી જ આપણું ભાગ્ય બને છે. જો આપણે સારા કર્મ કરીશું તો ભાગ્ય સારું રહેશે અને જો આપણાંથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો ભવિષ્યમાં તેના કારણે આપણે દુઃખનો સામનો કરવો પડી શકે છે. રામાયણમાં રાજા દશરથે શ્રીરામને રાજા બનાવવાની બધી જ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. તેના બીજા દિવસે શ્રીરામનું રાજતિલક થવાનું હતું.

રાજતિલકની પહેલી રાતે જ્યારે રાદા દશરથ કૈકયી પાસે પહોંચ્યા ત્યારે કૈકયીએ પોતાના બે વરદાન માગ્યા, એક ભરતને રાજ અને બીજું રામને 14 વર્ષ માટે વનવાસ. દશરથે કૈકયીને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ કૈકયી માન્યા નહીં. તે પછી જે દિવસે શ્રીરામનું રાજતિલક થવાનું હતું, તે દિવસે રામ, લક્ષ્મણ અને સીતાજીને વનવાસ જવું પડ્યું હતું.

શ્રીરામના વનવાસ રવાના થયા પછી રાજા દશરથને આ વાતનો અહેસાસ થયો કે આપણાં જ કર્મોથી ભાગ્ય બને છે. આપણે જેવા-જેવા કામ કરીએ છીએ, આપણને ભવિષ્યમાં તેવું જ ફળ મળે છે. આપણે યોગ્ય કર્મ કરતા રહેવું જોઈએ.

રાજા દશરથને પોતાની ભૂલ યાદ આવી
શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વનવાસ જવા માટે રવાના થઇ ગયાં હતાં. તે પછી રાજા દશરથ જ્યારે કૌશલ્યાજી સાથે બેઠા હતાં, ત્યારે તેમને પોતાની ભૂલ યાદ આવી. રાજા દશરથ જ્યારે યુવાન હતા ત્યારે તેમણે ભૂલથી શ્રણવ કુમારને બાણ માર્યું હતું. આ કારણે શ્રવણ કુમારનું મૃત્યુ થઈ ગયું હતું.

શ્રવણ કુમાર વૃદ્ધ માતા-પિતાના એકમાત્ર આધાર હતાં. વૃદ્ધ માતા-પિતાને જ્યારે શ્રવણ કુમારના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેમણે દશરથને પણ પુત્ર વિયોગમાં તડપવાનો શ્રાપ આપ્યો હતો.

દશરથ આ ભૂલને યાદ કરીને સમજી ગયા કે આપણને જે કંઇ મળે છે, તેની પાછળ આપણાં જ કર્મ હોય છે. એટલે આપણે આપણાં કર્મો અંગે સાવધાન રહેવું જોઈએ. ક્યારેય એવું કોઈ કામ ન કરો, જે ખોટું હોય અને તેના કારણે આપણે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.