રાજા ભર્તૃહરિ ઊજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્યના ભાઈ હતાં. વિક્રમાદિત્યના નામથી જ વિક્રમ સંવત ચાલી રહ્યું છે. હાલ વિક્રમ સંવત્ 2077 ચાલી રહ્યું છે. એટલે વિક્રમાદિત્યનો ઇતિહાસ 2077 વર્ષથી પણ વધારે જૂનો છે. વિક્રમાદિત્ય પહેલાં ભર્તૃહરિ જ રાજા હતાં. એવું માનવામાં આવે છે કે, ભર્તૃહરિની પત્ની પિંગલાએ તેમને દગો આપ્યો હતો. જેના કારણે તેમણે રાજપાઠ છોડી દીધો અને વિક્રમાદિત્યને રાજા બનાવી દીધા હતાં. ભર્તૃહરિએ સંન્યાસ લઇ લીધો હતો.
રાજા ભર્તૃહરિએ નીતિ શતકમ, વૈરાગ્ય શતકમ, શ્રૃંગારશતક નામના ગ્રંથોની રચના કરી હતી. નીતિ શતકમમાં સુખી અને સફળ જીવનના સૂત્ર જણાવવામાં આવ્યાં છે. જાણો નીતિ શતકમની થોડી ખાસ નીતિઓ, જેનું ધ્યાન રાખવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.
આ પણ વાંચોઃ-
લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.