તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

23 ઓગસ્ટ સુધી વર્ષા ઋતુ:વરસાદના વાતાવરણમાં બીમારીઓનું સંક્રમણ વધે છે, સૂર્યના રાશિ પરિવર્તનથી વાતાવરણમાં ફેરફાર થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સમયગાળા દરમિયાન નવશેકું પાણી પીવું જોઈએ, વર્ષા ઋતુમાં સૂર્યના પ્રભાવથી કર્ક અને સિંહ રાશિના લોકોને ઊર્જા મળે છે

સંપૂર્ણ વર્ષમાં સૂર્ય અને ચંદ્રની ગતિ પ્રમાણે બે ભાગ હોય છે. એક ઉત્તરાયણ અને બીજો દક્ષિણાયન. આ બંને વચ્ચે ત્રણ-ત્રણ ભાગમાં 6 ઋતુઓ હોય છે. શિશિર(જાન્યુઆરી-ફેબ્રુઆરી), વસંત (માર્ચ-એપ્રિલ), ગ્રીષ્મ (મે-જૂન), વર્ષા(જુલાઈ-ઓગસ્ટ), શરદ(સપ્ટેમ્બર-ઓક્ટોબર) અને હેમંત(નવેમ્બર-ડિસેમ્બર).

ત્રણ પ્રકારના વાતાવરણના ફેરફાર પણ આ ઋતુઓને લગતા હોય છે. પ્રકૃતિ આ ઋતુઓ પ્રમાણે જ ફળ, ફૂલ, શાકભાજી ઉત્પન્ન કરે છે. ઋતુઓ પ્રમાણે જીવન જીવવાથી વ્યક્તિ પ્રસન્ન રહે છે અને નિરોગી જીવન અને લાંબુ આયુષ્ય પણ મળે છે. રાશિ પ્રમાણે પણ લોકો ઉપર ઋતુઓની અસર થાય છે.

વર્ષા ઋતુમા નવશેકું પાણી પીવું જોઈએઃ-
આ ઋતુ બીમારીઓને જન્મ આપે છે. આ દરમિયાન સૂર્ય મિથુન રાશિમાં પણ રહે છે. જેના કારણે રોગનું સંક્રમણ વધારે વધે છે. એટલે આ સમયે નવશેકું પાણી પીવું જોઈએ. વરસાદનું પાણી ગ્રીષ્મ ઋતુ સાથે પ્રભાવિત જમીન ઉપર પડે છે, જેથી દુષિત ભાપ બને છે. આ ઋતુમા ઘઉં, મગ, દહીં, અંજીર, છાસ, ખજૂર વગેરેનું સેવન કરવું લાભદાયક રહે છે. આ ઋતુમા કર્ક અને સિંહ રાશિના લોકોને વધારે ઊર્જા મળે છે.

ચાતુર્માસની અસર આત્મ-વૈભવને મેળવવા અને અધ્યાત્મનો પાક ઉગવવાની દૃષ્ટિએ સારો માનવામાં આવે છે
ચાતુર્માસની અસર આત્મ-વૈભવને મેળવવા અને અધ્યાત્મનો પાક ઉગવવાની દૃષ્ટિએ સારો માનવામાં આવે છે

વર્ષા ઋતુમા ચાતુર્માસ શરૂ થાય છેઃ-
વર્ષા ઋતુમા અષાઢ પૂનમથી ચાતુર્માસ શરૂ થાય છે જે કારતક મહિનાની પૂનમ સુધી રહે છે. વૈદિક પ્રથામાં અષાઢ મહિનાથી આસો સુધીનો સમય ચાતુર્માસ કહેવાય છે. ચાતુર્માસની અસર આત્મ-વૈભવને મેળવવા અને અધ્યાત્મનો પાક ઉગવવાની દૃષ્ટિએ સારો માનવામાં આવે છે. આ કારણે પદયાત્રા કરનાર સાધુ-સંતો પણ વર્ષા ઋતુ દરમિયાન એક જગ્યાએ રોકાઈને પ્રવાસ કરે છે અને તેમની જ પ્રેરણાથી ધર્મ જાગરણ થાય છે.

સૂર્યના રાશિ બદલવાથી ઋતુઓ નક્કી થાય છેઃ-
સૂર્યની ગતિ બે પ્રકારની હોય છે નિરયન અને સાયન. સૂર્ય એક મહિનામાં એક રાશિનું ગોચર પૂર્ણ કરે છે. બે રાશિઓમાં સૂર્યની સ્થિતિથી એક ઋતુ નક્કી થાય છે. 19 એપ્રિલથી 21 જૂન સુધી વૃષભ અને મિથુન રાશિ દરમિયાન ગ્રીષ્મ ઋતુ રહે છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં 21 જૂનના રોજ આવી ગયો છે. તે દિવસથી દક્ષિણાયન સાથે વર્ષા ઋતુ પણ શરૂ થઈ ગઈ છે.

22 ઓગસ્ટ સુધી વર્ષા ઋતુ રહેશે. તે પછી કન્યા અને તુલા રાશિમાં રહેવાથી શરદ ઋતુ રહેશે, જે 22 ઓગસ્ટથી 23 ઓક્ટોબર સુધી રહેશે. વૃશ્ચિક અને ધન રાશિમાં હોવાથી 23 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર સુધી હેમંત ઋતુ અને તે પછી મકર અને કુંભ રાશિમાં રહેવાથી 21 ડિસેમ્બરથી 18 ફેબ્રુઆરી સુધી શિશર ઋતુ રહેશે.