તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માન્યતા:નિધિવન અને માનગઢ સહિત ભારતના આ 6 સ્થાને રાધા-કૃષ્ણ આજે પણ એકબીજાને મળે છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનું પર્વ છે. કૃષ્ણ લીલામાં સૌથી સુંદર પ્રસંગ રાધા-કૃષ્ણના પ્રેમનો છે. ધર્મની સ્થાપવા કરવા માટે વિષ્ણુએ પૃથ્વી પર કૃષ્ણ અવતાર લીધો છે. દ્વાપર યુગના રાધા-કૃષ્ણના પ્રેમને આજે પણ લોકો યાદ કરે છે. લોકવાયકા અને માન્યતા પ્રમાણે, વર્તમાન સમયમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં રાધા-કૃષ્ણ એકબીજાને મળે છે. જન્માષ્ટમીના આ શુભ દિવસે જાણો ભારતની એવી 10 જગ્યાઓ જ્યાં આજે પણ રાધા-કૃષ્ણ એકબીજાને સાક્ષાત મળે છે.

નિધિવન
વૃંદાવનની ગલીઓમાં ભગવાન શ્રીકૃષ્ણ રાધા અને અન્ય સખીઓની સાથે પ્રેમ લીલા કરતા હતા. આ વાતની સાબિતી યમુના તટ પર આવેલું નિધિવન આપે છે. એવું કહેવામાં આવે છે કે આ વનમાં જેટલાં વૃક્ષ છે તે બધા જ ગોપ-ગોપીઓ છે, જે રાતના સમયે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવીને રાસ લીલા કરે છે. કારણ કે, અહીં ભગવાન શ્રીકૃષ્ણએ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે રાસનું આયોજન કર્યું હતું. આ વન આજે પણ એક રહસ્ય છે. એવું કહેવામાં આવે છે કે આ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણએ રાસલીલા રચી હતી. દરરોજ રાત્રે રાધા સંગ શ્રીકૃષ્ણ અહીં પધારે છે. દરરોજ સવારે મંદિરમાં રહેલું દાતણ ભીનું મળી આવે છે. મંદિરમાં રાખેલા પલંગને જોઇને એવું લાગે કે જાણે તેમાં કોઇ સૂતું હશે.

ભંડીર વન
બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની પહેલી અલૌકિક મુલાકાત થઇ હતી. એકવાર શ્રીકૃષ્ણને ખોળામાં લઇને વસુદેવજી અહીંથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે ત્યાં દેવી રાધા ત્યાં પ્રકટ થયાં અને બ્રહ્માજીને બ્રાહ્મણ બનાવીને શ્રીકૃષ્ણ સાથે વિવાહ કર્યા હતાં. આ ઘટનાનો સંપૂર્ણ ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણમાં મળી આવે છે.

કુમુદની કુંડ
કુમુદની કુંડ જેને વિહાર કુંડ પણ કહેવામાં આવે છે. અહીં ગાય ચરાવતાં શ્રીકૃષ્ણ અને રાધાજી મળતા હતા. આ કુંડમાં સખા અને સખીઓની દૃષ્ટિથી સંતાઇને રાધા-કૃષ્ણ જળક્રીડા કરતાં રહેતાં હતાં. કૃષ્ણ જ્યાં સુધી નંદગામમાં રહ્યા ત્યાં સુધી રાધા કૃષ્ણની મુલાકાત થતી રહી અને તેમના ઘણાં મિલન સ્થળ રહ્યાં. પરંતુ નંદગામથી જતા રહ્યા પછી માત્ર તેઓ એકવાર જ મળ્યા હતા.

સંકેત
સંકેતમાં બિહારીજીનું મંદિર સ્થિત છે. બરસાના ગામ નંદગામથી લગભગ સાડા છ કિલોમીટરના અંતરે વસેલું છે. બરસાના રાધાજીનું જન્મસ્થળ છે. નંદગામ અને બરસાનાની વચ્ચે આ સંકેત ગામ આવેલું છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થાને જ શ્રીકૃષ્ણ અને રાધાનો લૌકિક પ્રેમ શરૂ થયો હતો. જેથી આ સ્થાન રાધા કૃષ્ણના ભક્તો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

માનગઢ
માનગઢ બરસાનામાં સ્થિત છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થાને એકવાર રાધા઼જી એવાં રિસાયા હતાં કે શ્રીકૃષ્ણના મનાવવાના બધા જ પ્રયત્નો અસફળ થઇ ગયા હતા. છેલ્લે શ્રીકૃષ્ણએ રાધાજીની સખીઓની મદદથી રિસાયેલી રાધાને મનાવી હતી. જેથી આ સ્થાનને માનગઢના નામે ઓળખવામાં આવે છે. મોર કુટીબરસાનાની પાસે એક નાનું સ્થાન મોર કુટી છે. એવું કહેવામાં આવે છે કે અહીં ભગવાન શ્રીકૃષ્ણએ રાધાના કહેવાથી મોરની સાથે નૃત્ય પ્રતિયોગિતા કરી હતી.

નંદગામ
એક કથા પ્રમાણે બાળ કૃષ્ણ સાથે લગ્ન પહેલાં દેવી રાધા શ્રીકૃષ્ણને લૌકિકરૂપમાં અહીં મળ્યાં હતાં. આ અવસર હતો શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ. આ સમયે શ્રીરાધાજી જન્મોત્સવમાં સામેલ થવા માટે પોતાની માતા કીર્તિ સાથે નંદગામ આવ્યાં હતાં. અહીં શ્રીકૃષ્ણ પારણામાં ઝૂલી રહ્યા હતા અને રાધા તેમની માતાના ખોળામાં હતાં. તે સમયે બાળક શ્રીકૃષ્ણ એક દિવસના અને દેવી રાધા અગિયાર મહિનાનાં હતાં. આ નંદગામમાં નંદ રાયજીનું મંદિર પણ છે. કંસથી કૃષ્ણની રક્ષા માટે વસુદેવજી નવજાત શ્રીકૃષ્ણને લઇને યમુના પાર નંદગામમાં લઇને આવી ગયા હતાં. અહીં વસુદેવજીના મિત્ર નંદરાય અને તેમની પત્ની યશોદાએ શ્રીકૃષ્ણનું લાલન-પાલન કર્યું હતું. આ ભવ્ય મંદિર આજે પણ આ ઘટનાની યાદ અપાવે છે.