મેરી ક્યૂરી 8 નવેમ્બર 1867ના રોજ પોલેન્ડના વારસા શહેરમાં થયો હતો. મેરીને ભૌતિક અને રસાયણના ક્ષેત્રમાં કરેલાં અનેક આવિષ્કારો માટે બે વાર નોબલ પુરસ્કાર મળ્યો હતો. મેરી ક્યૂરી નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનારી પહેલી મહિલા વૈજ્ઞાનિક હતી. મેરીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે તેમના ક્ષેત્રમાં મહિલાઓ માટે સામાન્ય શિક્ષાની જ વ્યવસ્થા હતી.
મેરીએ સંતાઇ-સંતાઇને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે ભૌતિક અને ગણિતનો અભ્યાસ પેરિસથી કર્યો હતો. મેરી ક્યૂરી ફ્રાન્સમાં ડોક્ટરેટ પૂર્ણ કરનારી પહેલી મહિલા હતી. તેઓ પેરિસ યુનિવર્સિટીની પહેલી મહિલા પ્રોફેસર હતી. તેમના પતિનું નામ પિયરે ક્યૂરી હતું. પતિ-પત્ની બંને જ વૈજ્ઞાનિક હતાં. તેમણે રેડિયમની શોધ કરી હતી. તેમણે રેડિયોએક્ટિવિટીની શોધ માટે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. 4 જુલાઈ 1934ના રોજ મેરીનું નિધન થઇ ગયું હતું. જાણો મેરી ક્યૂરીના થોડા એવા વિચાર, જે વ્યક્તિની સમસ્યાઓને દૂર કરી શકે છે.
આ પણ વાંચોઃ-
દિવાળીમાં દુર્લભ યોગ/ 499 વર્ષ પછી દિવાળીમાં 3 મોટા ગ્રહોનો દુર્લભ યોગ, ધનની ઉપલબ્ધિ મળવાનો સમય; લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું શુભ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.