સુવિચાર:ધ્યાન રાખો, આનંદમાં ક્યારેય વચન આપશો નહીં અને ગુસ્સામાં ક્યારેય કોઈને ઉત્તર આપશો નહીં

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીવનમાં સુખી રહેવા ઇચ્છો છો તો ત્રણ વાતો હંમેશાં ધ્યાન રાખવી જોઈએ. પહેલી, આનંદમાં ક્યારેય વચન આપશો નહીં, કેમ કે આનંદના ભાવમાં વ્યક્તિ એવું વચન આપી દે છે જે ભવિષ્યમાં પરેશાનીઓનું કારણ બની જાય છે. બીજી, ગુસ્સામાં ક્યારેય કોઈને ઉત્તર ન આપો, કેમ કે ગુસ્સામાં યોગ્ય-અયોગ્યનું ધ્યાન રહેતું નથી અને આવી વાતો કહી દેવામાં આવે છે, જેના કારણે સંબંધ તૂટી શકે છે. ત્રીજી, દુઃખના દિવસોમાં કોઈ મોટો નિર્ણય લેશો નહીં, કેમ કે આવી સ્થિતિમાં વ્યક્તિના મનમાં નકારાત્મક વિચાર વધારે રહે છે અને આ કારણે તે વ્યક્તિ ખોટા નિર્ણય લઈ શકે છે. વિપરીત સમયમાં પણ પોઝિટિવિટી જાળવી રાખવી જોઈએ અને યોગ્ય સમય આવે ત્યારે જ મોટા નિર્ણય લેવા જોઈએ, ત્યાં સુધી ધૈર્ય જાળવી રાખવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...