આજે નવા વર્ષ 2023ની પહેલી એકાદશી છે. પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી સોમવારે હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે જ શિવજી અને ચંદ્ર ગ્રહની પણ પૂજા કરવી જોઈએ. આ વ્રત સંતાનના સુખી અને સફળ જીવનની કામના સાથે કરવામાં આવે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા જણાવે છે કે પતિ-પત્ની આ વ્રત કરે છે તો તેમને સંતાનનું સુખ મળી શકે છે. એકાદશી અને સોમવારના યોગમાં કરવામાં આવતાં પૂજનથી અક્ષય પુણ્ય મળે છે. ભગવાનની કૃપાથી કાર્યોમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે અને સફળતા સાથે જ માન-સન્માન મળે છે.
પુત્રદા એકાદશી વ્રત અને પૂજા વિધિ
સોમવારે શિવજીની પૂજા કરો
શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવલિંગ ઉપર બીલીપત્ર, સમડાના પાન, આંકડાના ફૂલ, ધતૂરો ચઢાવો. ફૂલોથી સુંદર શ્રૃંગાર કરો. ચંદનથી તિલક કરો. જનોઈ, ચોખ અને અન્ય સામગ્રીઓ અર્પણ કરો. મીઠાઈ અને સિઝનલ ફળનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવો. આરતી કરો. પૂજા કર્યા પછી ભગવાન પાસે માફી માગો.
ચંદ્રગ્રહ માટે આ રીતે પૂજા કરો
ચંદ્રગ્રહની પૂજા કરવા ઇચ્છો છો તો શિવજીના મસ્ત્ક ઉપર વિરાજિત ચંદ્રની પૂજા કરવી જોઈએ. ચંદ્રગ્રહનો દૂધથી અભિષેક કરો. સફેદ ફૂલ ચઢાવવાં. દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવો.
સ્કંદ પુરાણમાં એકાદશી વ્રતનો ઉલ્લેખ
સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં બધી એકાદશી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આ ગ્રંથ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી વ્રત અને તેનાથી મળતાં લાભની જાણકારી આપી હતી. આ વ્રત વિષ્ણુજી માટે કરવામાં આવે છે. માન્યતા છે કે જે લોકો બધી એકાદશીઓનું વ્રત કરે છે, તેમને સ્વાસ્થ્ય લાભ સાથે જ ધર્મ લાભ પણ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.