• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Putrada Ekadashi On 8 August, We Should Do Abhishek Of Lord Krishna On Putrada Ekadashi, Sawan Somwar, Ekadashi Significance In Gujarati

સોમવારે પુત્રદા એકાદશી:સંતાનના સૌભાગ્યની કામના સાથે શ્રાવણ સોમવાર અને એકાદશીના શુભયોગમાં બાલગોપાલનો અભિષેક કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 8 ઓગસ્ટના રોજ શ્રાવણ સુદ પક્ષની એકાદશી છે, જેને પુત્રદા અને પવિત્રા એકાદશી કહેવામાં આવે છે. એકાદશીએ ભગવાન વિષ્ણુ અને શ્રાવણ સોમવારે શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આ તિથિએ વિષ્ણુજી માટે વ્રત-ઉપવાસ ખાસ કરીને કરવામાં આવે છે, સાથે જ વિષ્ણુજીના અવતાર બાલગોપાલનો અભિષેક પણ જરૂર કરવો જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પુત્રદા એકાદશી વ્રત કરવાથી ભક્તને સંતાન સુખ મળે છે અને સંતાનને ભાગ્યનો સાથ મળે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય નામનો એક અધ્યાય છે. આ અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓનું મહત્ત્વ, વ્રતની વિધિ અને અન્ય જાણકારી આપવામાં આવી છે. મહાભારત કાળ એટલે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ યુધિષ્ઠિરને બધી એકાદશીઓના વ્રત અને તેમના ફળ અંગે જણાવ્યું હતું.

પુત્રદા એકાદશીએ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવી જોઈએ અને ભગવાન સામે વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. એકાદશીએ અન્નનો ત્યાગ કરો. ફળાહાર અને દૂધનું સેવન કરો.

મહાભારત કાળ એટલે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ યુધિષ્ઠિરને બધી એકાદશીઓના વ્રત અને તેમના ફળ અંગે જણાવ્યું હતું
મહાભારત કાળ એટલે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ યુધિષ્ઠિરને બધી એકાદશીઓના વ્રત અને તેમના ફળ અંગે જણાવ્યું હતું

બાલ ગોપાલની પૂજા આ રીતે કરી શકાય છે

  • એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું. ઘરના મંદિરમાં સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરો. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર, હાર-ફૂલ ચઢાવો. ભોગ ધરાવો અને ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. ગણેશ પૂજા પછી બાલ ગોપાલની પૂજા શરૂ કરો.
  • બાલ ગોપાલને પંચામૃતથી અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો. વસ્ત્ર હાર-ફૂલ અને ઘરેણા અર્પણ કરો. ફળ, મીઠાઈ, જનોઈ, નારિયેળ, પંચામૃત, દક્ષિણા વગેરે પૂજન સામગ્રી ચઢાવો. તુલસીના પાન રાખીને માખણ-મિશ્રીનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
  • પૂજામાં કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ 108 વાર કરો. પૂજામાં થયેલી અજાણી ભૂલ માટે માફી માગો. તેના પછી અન્ય ભક્તોને પ્રસાદ વહેંચો અને તમે પણ લો.
  • સોમવાર અને એકાદશીના યોગમાં શિવલિંગની પૂજા કરવી જોઈએ. શિવલિંગ ઉપર પીળા ફૂલ ચઢાવો, ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.