10 થી 16 જાન્યુઆરીનું પંચાંગ:આ સપ્તાહ પુત્રદા એકાદશી અને મકર સંક્રાંતિ તહેવાર ઉજવાશે, ખરીદી માટે 4 શુભ મુહૂર્ત રહેશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

10 થી 16 જાન્યુઆરી વચ્ચે તિથિ-તહેવારના 3 દિવસ રહેશે. તેમાંથી સૌથી પહેલાં ગુરુવારે પુત્રદા એકાદશી વ્રત કરવામાં આવશે. વાર અને તિથિના શુભ સંયોગમાં ભગવાન વિષ્ણુની પૂજાનું ખાસ ફળ મળશે. તેના પછીના દિવસે સૂર્ય રાશિ બદલીને મકરમાં આવી જશે. થોડા પંચાંગ પ્રમાણે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર્વ ઉજવાશે. આ દિવસે બારસ તિથિ હોવાથી સ્નાન-દાન અને પૂજા-પાઠનું ત્રણગણું શુભફળ મળશે. ત્યાં જ, શનિવારે પ્રદોષ વ્રતનો ખાસ સંયોગ રહેશે.

જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. આ દિવસોમાં સૂર્યનું રાશિ પરિવર્તન થશે અને તે મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં જ, બુધ ગ્રહ પણ મકર રાશિમાં વક્રી થશે. સાથે જ ખરીદી માટે ચાર અને નવા કામની શરૂઆત માટે 2 શુભ મુહૂર્ત રહેશે.

10 થી 16 જાન્યુઆરી સુધીનું પંચાંગ

તારીખ અને વારતિથિતહેવાર
10 જાન્યુઆરી, સોમવારપોષ સુદ, આઠમ
11 જાન્યુઆરી, મંગળવારપોષ સુુદ, નોમ
12 જાન્યુઆરી, બુધવારપોષ સુદ, દસમ
13 જાન્યુઆરી, ગુરુવારપોષ સુદ, એકાદશીપુત્રદા એકાદશી
14 જાન્યુઆરી, શુક્રવારપોષ સુદ, બારસમકર સંક્રાંતિ, ઉત્તરાયણ
15 જાન્યુઆરી, શનિવારપોષ સુદ, તેરસપ્રદોષ વ્રત
16 જાન્યુઆરી, રવિવારપોષ સુદ, ચૌદશ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ

10 જાન્યુઆરી, સોમવારરવિયોગ
11 જાન્યુઆરી, મંગળવાર

સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિયોગ

12 જાન્યુઆરી, બુધવારસર્વાર્થસિદ્ધિ અને રવિયોગ
13 જાન્યુઆરી, ગુરુવારરવિયોગ
14 જાન્યુઆરી, શુક્રવાર

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ, બુધ વક્રી

16 જાન્યુઆરી, રવિવારરવિયોગ