18 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર:ખરીદી સાથે જ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું ભૂલશો નહીં, શિવલિંગ ઉપર જળ ચઢાવીને દિવસની શરૂઆત કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 18 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર છે. મોટાભાગે તેને ખરીદીનો શુભ યોગ પણ કહેવામાં આવે છે, પરંતુ તે પૂજા-પાઠ અને દાન-પુણ્ય માટે પણ ખૂબ જ શુભ યોગ છે. આ દિવસે કરવામાં આવતા ધર્મ-કર્મથી અક્ષય પુણ્ય મળે છે અને ભક્તોના પૂજાપાઠ જલ્દી સફળ થાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પુષ્ય નક્ષત્રમાં ઘર માટે જરૂરી સામાન સોના-ચાંદીના ઘરેણાં, વાહન, કપડાં, જમીન-સંપત્તિ વગેરે ખરીદવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે ખરીદવામાં આવતી વસ્તુઓ ઘર-પરિવાર માટે શુભ રહે છે અને લાંબા સમય સુધી ખરાબ થતી નથી. ખરીદી સાથે જ આ દિવસે થોડી ખાસ વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ. જાણો કઈ વસ્તુઓનું દાન પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં કરી શકો છો...

પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદવામાં આવતી વસ્તુઓ ઘર-પરિવાર માટે શુભ રહે છે
પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદવામાં આવતી વસ્તુઓ ઘર-પરિવાર માટે શુભ રહે છે

મંદિરમાં પૂજન સામગ્રીનું દાન કરો
કોઈ મંદિરમાં પૂજન સામગ્રી જેમ કે કંકુ, ચોખા, હળદર, ઘી, તેલ, ધૂપ, હાર-ફૂલ, સૂકા મેવા, અબીર, ગુલાલ વગેરે વસ્તુઓનું દાન કરી શકો છો. આ બધી વસ્તુઓ દૈનિક પૂજનમાં કામ આવે તેવી હોવી જોઈએ.

પરિણીતાને સુહાગનો સામાન દાન કરો
કોઈ જરૂરિયાતમંદ પરિણીતાને સુહાગનો સામાન જેમ કે લાલ સાડી, લાલ બંગડી, કંકુ, ચાંલ્લો, ઘરેણાં વગેરે વસ્તુઓ દાન કરી શકો છો.

પુષ્ય નક્ષત્રના દિવસે કોઇ ગૌશાળામાં ગાયનું દાન કરો
પુષ્ય નક્ષત્રના દિવસે કોઇ ગૌશાળામાં ગાયનું દાન કરો

ગૌશાળામાં આ વસ્તુઓનું દાન કરો
કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ કરો. ગાય માટે ધનનું દાન કરો અને લીલું ઘાસ ખવડાવો. જો શક્ય હોય તો કોઇ ગૌશાળામાં ગાયનું દાન કરો

નદી સ્નાન કરો અને પછી કિનારા ઉપર જ દાન-પુણ્ય કરો
પુષ્ય નક્ષત્રના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. નદીમાં સ્નાન કર્યા પછી કિનારા ઉપર જ જરૂરિયાતમંદ લોકોને પોતાની શક્તિ પ્રમાણે ધન, અનાજ, કપડાં, બૂટ-ચપ્પલનું દાન કરો.

નાના બાળકોને અભ્યાસનો સામાન દાન કરો
પોતાના ઘરની આસપાસ જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસમાં કામ આવતી વસ્તુઓ જેમ કે પુસ્તક, પેન્સિલ, બેગ, ડ્રેસ વગેરે વસ્તુઓનું દાન કરો.

અન્ય સમાચારો પણ છે...