તિથિ-તહેવાર:3 વર્ષમાં એકવાર પુરૂષોત્તમી એકાદશી આવે છે, આ વ્રત કરવાથી વર્ષભરની બધી જ એકાદશી વ્રતનું પુણ્ય મળે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું અધિક માસની આ એકાદશીનું મહત્ત્વ

પુરુષોત્તમ મહિનાના સુદ પક્ષમાં આવતી એકાદશીને પુરુષોત્તમી એકાદશી કહેવામાં આવે છે. આ નામ પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે. ત્યાં જ, મહાભારતમાં તેને સમુદ્રા એકાદશી કહેવામાં આવે છે. આ સિવાય મોટાભાગે તેને પદ્મિની અથવા કમળા એકાદશી પણ કહેવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મ ગ્રંથોના જાણકાર પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે 3 વર્ષમાં આવતી આ એકાદશી ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત-ઉપવાસ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે. આ વ્રતથી વર્ષભરની એકાદશીઓનું પુણ્ય મળી જાય છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે પુરુષોત્તમી એકાદશી વ્રત અધિકમાસમાં આવે છે. ભગવાન વિષ્ણુના મહિનામાં હોવાથી આ વ્રત વધારે ખાસ બની જાય છે.

આ એકાદશી અંગે સૌથી પહેલાં બ્રહ્માજીએ નારદજીને જણાવ્યું હતું. ત્યાર બાદ શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને તેનું મહત્ત્વ જણાવ્યું. આ દરમિયાન રાધા-કૃષ્ણ અને શિવ-પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં દાનનું ખાસ મહત્ત્વ છે. આ દિવસ મસૂરની દાળ, ચણા, મધ, પાનવાળા શાકભાજી અને પારકું અનાજ ખાવું જોઇએ નહીં. આ દિવસે મીઠાનો ઉપયોગ પણ કરવો જોઇએ નહીં અને કાંસાના વાસણમાં ભોજન કરવું જોઇએ નહીં. ત્યાં જ, આખો દિવસ કંદમૂળ કે ફળનું સેવન કરવું જોઇએ.

વ્રતની વિધિઃ-

 • એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવું.
 • તીર્થ સ્થાન ન કરી શકો તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો.
 • પાણીમાં તલ, કુશ અને આંબળાનું થોડું ચૂરણ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ.
 • સ્નાન પછી સાફ કપડાં પહેરો. ભગવાન વિષ્ણુની પૂજા કરો અને મંદિરમાં દર્શન કરો.
 • ભગવાનના ભજન અથવા મંત્રનો પાઠ કરવો જોઇએ અને કથા સાંભળો.
 • ભગવાનને નૈવેદ્ય ધરાવીને બધામાં વહેંચો અને બ્રાહ્મણ ભોજન કરાવવું જોઇએ.

આ એકાદશીથી વધીને કોઇ યજ્ઞ કે તપ નથીઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે ગ્રંથોમાં આ વ્રતને સૌથી મોટું અને મહત્ત્વપૂર્ણ જણાવવામાં આવ્યું છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ વ્રતના મહત્ત્વ સામે કોઇ યજ્ઞ, તપ કે દાન નથી. આ એકાદશીનું વ્રત કરનારને બધા તીર્થ અને યજ્ઞનું ફળ મળે છે. જે વ્યક્તિ આ એકાદશીએ ભગવાન વિષ્ણુ કે શ્રીકૃષ્ણની પૂજા અને વ્રત કરે છે. તેમના જાણ્યા-અજાણ્યા થયેલાં પાપ દૂર થઇ જાય છે. આવો વ્યક્તિ દરેક પ્રકારના સુખ ભોગવીને ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે.

વ્રતની કથાઃ-

 • પ્રાચીન સમયમાં મહિષ્મતી નગરનો રાજા કૃતવીર્ય હતો. તેને કોઇ સંતાન હતું નહીં. રાજાએ અનેક વ્રત-ઉપવાસ અને યજ્ઞ કર્યાં પરંતુ કોઇ ફાયદો થયો નહીં. જેથી દુઃખી થઇને રાજા જંગલમાં જઇને તપસ્યા કરવા લાગ્યો. અનેક વર્ષ સુધી તપ કર્યું, પરંતુ ભગવાને દર્શન આપ્યાં નહીં.
 • ત્યારે તેની એક રાણી પ્રમદાએ અત્રિ ઋષિની પત્ની સતી અનુસૂયાને પુત્ર પ્રાપ્ત કરવાના ઉપાય પૂછ્યાં. તેમણે પુરુષોત્તમી એકાદશી વ્રત કરવાનું જણાવ્યું.
 • આ વ્રત કરવાથી ભગવાન રાજા સામે પ્રકટ થયા અને તેને વરદાન આપ્યું કે તને એવો પુત્ર મળશે જેને જરેક જગ્યાએ વિજય પ્રાપ્ત થશે. દેવ અને દાનવ પણ તેનાથી હારી શકશે નહીં. તેના હજારો હાથ હશે. એટલે તે પોતાની ઇચ્છાથી તેના હાથ વધારી શકશે.
 • ત્યાર બાદ રાજાના ઘરે પુત્ર થયો. જેણે ત્રણેય લોકને જીતીને રાવણને પણ હરાવ્યો અને બંદી બનાવી લીધો. રાવણના દરેક માથા ઉપર દીવો પ્રગટાવીને તેને ઊભો રાખ્યો. તે મહાબલીને જ સહસ્ત્રાઅર્જુનના નામે ઓળખવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...