18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી અધિકમાસ:પુરુષોત્તમ માસમાં સંક્રાંતિ આવતી નથી, એટલે એને મળમાસ કહેવામાં આવે છે, લગ્ન, મુંડન જેવાં માંગલિક કામ કરવામાં આવતાં નથી

એક વર્ષ પહેલા
  • અધિકમાસમાં જરૂરિયાતની વસ્તુ ખરીદવાની મનાઈ નથી, આ મહિને લગ્નની તારીખ પણ નક્કી કરી શકાય છે

18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી અધિકમાસ રહેશે. અધિમાસને મળમાસ અને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ નામને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો અધિકમાસ સાથે જોડાયેલી ખાસ વાતો...

મળમાસ કેમ કહેવામાં આવે છે?
અધિકમાસમાં લગ્ન, મુંડન, નામકરણ, જનોઈ સંસ્કાર જેવાં માંગલિક કામ કરી શકાતાં નથી. આ મહિનામાં લગ્નની તારીખ નક્કી કરી શકાય છે. નવા ઘરનું બુકિંગ કરી શકાય છે. જરૂરિયાતનો સામાન, જેમ કે વસ્ત્ર, ખાનપાનની વસ્તુઓ વગેરે ખરીદી શકાય છે. આ મહિનામાં સૂર્ય સંક્રાંતિ આવતી નથી એટલે આખા અધિકમાસમાં સૂર્યનું રાશિ પરિવર્તન થશે નહીં.

પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે?
આ નામને લઈને એક કથા પ્રચલિત છે. આ માસ મલિન હોવાને કારણે કોઈપણ દેવતા આ માસનો સ્વામી બનવા માગતા નહોતા. ત્યારે મળમાસે વિષ્ણુજીને પ્રાર્થના કરી. વિષ્ણુજી માહની પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને તેને પોતાનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ આપ્યું. સાથે જ વિષ્ણુજીએ આ મહિનાને વરદાન આપ્યું કે જે ભક્ત આ મહિનામાં ભગવતકથા સાંભળશે, વાંચશે કે મનન કરશે, ભગવાન શિવનું પૂજન, ધાર્મિક કર્મ, દાન-પુણ્ય કરશે તેને અક્ષય પુણ્ય મળશે.

પિતૃ પક્ષ પછી નવરાત્રિ શરૂ થશેઃ-
દર વખતે પિતૃ પક્ષ પછી બીજા દિવસથી જ નવરાત્રિ શરૂ થાય છે, પરંતુ આ વર્ષે પિતૃ પક્ષ પછી અધિકમાસ શરૂ થઈ જશે જેને કારણે પિતૃ પક્ષ અને નવરાત્રિમાં આખા એક મહિનાનું અંતર રહેશે. નવરાત્રિ ઓક્ટોબરની 17 તારીખે શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...