પુરીના જગન્નાથ મંદિરનું 1100 વર્ષ જૂનું રસોડું:દિવસમાં 6વાર 240 ચૂલા ઉપર ભોગ બને છે, 500 રસોઈયા 1 લાખ લોકોનું ભોજન બનાવે છે

3 મહિનો પહેલા

આજે પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવમાં આવી રહી છે. એટલે મંદિરના રસોડામાં લાખો લોકોનો પ્રસાદ બનશે. કેમ કે આ રસોડું દુનિયાનું સૌથી મોટું રસોડું છે. જ્યાં દરરોજ લગભગ 1 લાખ લોકોનું ભોજન બને છે. અહીં ભગવાનને દરરોજ 6 વખત ભોગ ધરાવવામાં આવે છે. જેમાં 56 પ્રકારના પકવાન સામેલ હોય છે. ભોગ પછી આ મહાપ્રસાદ મંદિર પાસે જ રહેલ આનંદ બજારમાં વેચાય છે.

જગન્નાથ મંદિરનું રસોડું 11મી સદીમાં રાજા ઇન્દ્રવર્માના સમયે શરૂ થઈ હતી. ત્યારે જૂનું રસોડું મંદિરની પાછળ દક્ષિણ દિશામાં હતું. જગ્યા નાની હોવાના કારણે, હાલનું રસોડું 1682થી 1713 ઈના સમયગાળા દરમિયાન તે સમયના રાજા દિવ્ય સિંહદેવે બનાવડાવ્યું હતું. ત્યારથી જ આ રસોડામાં ભોજન બનાવવામાં આવે છે.

અહીં અનેક પરિવાર પેઢીઓથી માત્ર ભોજન બનાવવાનું જ કામ કરી રહ્યા છે. ત્યાં જ, થોડા લોકો મહાપ્રસાદ બનાવવા માટે માટીના વાસણ બનાવે છે. કેમ કે આ રસોડામાં બનાવવામાં આવતા શુદ્ધ અને સાત્વિક ભોજન માટે દરરોજ નવા વાસણનો ઉપયોગ કરવાની પરંપરા છે.

સૌથી મોટું રસોડું કઈ રીતે... ચાલો જાણીએ...

મસાલાઓમાં જીરૂ, ધાણા, મરી, વરિયાળી, તમાલ પત્ર, તજ અને સરસિયાનો ઉપયોગ કરવામાં આવે છે. મીઠાઈ માટે ખાંડની જગ્યાએ સારી ગુણવત્તાવાળા ગોળનો ઉપયોગ થાય છે.

જગન્નાથ મંદિર એક્ટના જણાવ્યા પ્રમાણે, મંદિરની તસવીર અને વીડિયો કોઈપણ મીડિયા કે સોશિયલ મીડિયામાં પબ્લિશ કરી શકાય નહીં. એટલાં માટે થોડી તસવીરો ઓરિસ્સા ગવર્મેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલ મેગેઝિનમાંથી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...