ભગવાન વિષ્ણુને સમર્પિત જેઠ મહિનાની બારસ 25 જૂનના રોજ એટલે કે કાલે છે. આ વ્રતનું મહત્ત્વ એટલું જ છે જેટલું યોગિની એકાદશીનું હોય છે. આ દિવસે વ્રત રાખીને વિષ્ણુ ભગવાનની ખાસ પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. આ દિવસે ત્રિપુષ્કર યોગ છે જે અનુષ્ઠાન અને ખરીદી માટે મંગળકારી રહેશે. આ યોગ સવારે લગભગ 10.35 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સવાર સુધી રહેશે. આ યોગમાં કરવામાં આવતા શુભ કામ ત્રણગણો ફાયદો આપે છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા થાય છે અને દાન-પુણ્ય પણ કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ બારસ તિથિના સ્વામી છે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે બારસ તિથિના સ્વામી સ્વયં ભગવાન વિષ્ણુ છે. એટલે આ તિથિમાં તેમની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. સ્કંદ અને નારદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે બારસ તિથિએ કરવામાં આવતી વિષ્ણુ પૂજા સુખ અને સમૃદ્ધિ આપનાર હોય છે. આ દિવસે પૂજા કરવાથી મળતું પુણ્ય અખૂટ હોય છે. સાથે જ આ દિવસે શાલિગ્રામ ભગવાનને તુલસી ચઢાવવાથી મહાદાનનું પુણ્ય મળે છે. દેવી તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે આ દિવસે સવાર-સાંજ તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ.
બે દિવસ અમાસ તિથિ રહેશે
બારસ પછી તેરસના દિવસે શિવજીની પૂજા થશે. તે પછી અમાસ બે દિવસ 28 અને 29 જૂનના રોજ રહેશે. પહેલાં દિવસે મંગળવારે હલહારિણી અને બીજા દિવસે સ્નાન-દાનની અમાસ રહેશે. અમાસ તિથિએ ખેતીના કાર્યો સાથે જોડાયેલાં લોકો હળ, ટ્રેક્ટર અને કૃષિ યંત્રોનું પૂજન કરશે, જ્યારે અન્ય શ્રદ્ધાળુ પવિત્ર નદીઓમાં સ્નાન કરી દાન-પુણ્ય કરશે.
ખેડૂતો માટે શુભ હલહારિણી અમાસે પાકની વાવણીનું કામ ઉત્તમ માનવામાં આવે છે. ખેડૂતો સૃષ્ટિના પાલનકર્તા ભગવાન વિષ્ણુ, માતા અન્નપૂર્ણા સાથે જ હળ અને અન્ય ખેતી ઉપકરણોની પૂજા કરે છે. માન્યતા છે કે તેનાથી સુખ-સમૃદ્ધિ વધવાની સાથે જ પાક પણ સારો ઉગે છે.
શિવપૂજા માટે બે દિવસ
બારસ પછી ભગવાન શિવની આરાધના માટે પણ સતત બે દિવસ ખાસ રહેશે. 26મીએ પ્રદોષ અને 27મીએ શિવ ચૌદશ છે. આ બંને તિથિઓમાં ભોળાનાથનો અભિષેક કરો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારની પરેશાની દૂર થઈ જાય છે. આ વખતે રવિવારે પ્રદોષના સંયોગમાં શિવજીની પૂજા કરવાથી શારીરિક બીમારીઓ દૂર થશે અને ઉંમર વધશે. ત્યાં જ, શિવ ચૌદશના દિવસે સોમવાર હોવાથી શિવજીની ખાસ પૂજાનું શુભફળ વધી જશે. કેમ કે, આ શિવજીનો જ દિવસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.