• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Priced At Rs 800 Crore, The Hall Is Large Enough For 10,000 People To Perform Kirtan Together, The Largest Krishna Temple In The World.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વિશેષ:800 કરોડની કિંમત, એક હોલ એટલો મોટો, જેમાં 10 હજાર લોકો એકસાથે કીર્તન કરી શકશે, દુનિયાનું સૌથી મોટું કૃષ્ણ મંદિર આવું છે

2 મહિનો પહેલા
  • 350 ફૂટ ઊંચું, 7 માળના મંદિરના નિર્માણમાં અત્યારસુધી 440 કરોડનો ખર્ચ
  • રાજસ્થાન સાથે વિયેતનામ, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીથી માર્બલ મગાવ્યા
  • 2023થી દર્શન શરૂ થઈ જશે, પૂજારી ફ્લોર 2020માં જ તૈયાર થઈ ગયો હતો
  • 45 એકરનો બગીચો અને 12 એકરમાં ઇસ્કોનનું આ ભવ્ય મંદિર બની રહ્યું છે

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી 130 કિમી દૂર નદિયા જિલ્લાના માયાપુરમાં દુનિયાનું સૌથી મોટું કૃષ્ણ મંદિર બની રહ્યું છે. 6 લાખ સ્ક્વેરફૂટથી પણ વધારે ક્ષેત્રમાં તૈયાર થઈ રહેલા આ મંદિરમાં 7 માળ છે. પૂજારી ફ્લોર ફેબ્રુઆરી-2020માં જ તૈયાર થઈ ગયો હતો. વર્ષ 2023માં મંદિરનું 80% કામ પૂર્ણ થઈ જશે. એ પછી તેને ભક્તો માટે ખોલવાની યોજના છે. આજે જન્માષ્ટમીના અવસરે અમે માયાપુર પહોંચ્યા અને આ મંદિર કેવી રીતે તૈયાર થઈ રહ્યું છે એ જાણ્યું.

કન્સ્ટ્રકશન વર્કને કારણે મંદિરમાં હાલ કોઈ જઈ શકતું નથી, જોકે ગ્રાઉન્ડ ફ્લોર પર ઇન્ટીરિયરનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમે સ્પેશિયલ પરમિશન લઇને ત્યાં પહોંચ્યા. અમારી સાથે સંસ્થાના રમેશ મહારાજ પણ હતા. મંદિરના નિર્માણ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણ કોન્સિયશનેસ એટલે ઇસ્કોન(ISKON) કરાવી રહ્યું છે. માયાપુર સ્થિત મંદિર સંસ્થાનું આધ્યાત્મિક મુખ્યાલય પણ છે. મંદિરના ચેરમેન અલ્ફ્રેડ ફોર્ડ છે, જે યુએસની ઓટોમોબાઈલ કંપની ફોર્ડના સંસ્થાપક છે. ઇસ્કોન સાથે જોડાઈ ગયા પછી તેમનું નામ હવે અંબરીશ દાસ છે. અમે અહીં માયાપુરના કો-ડાયરેક્ટર અને વૈદિક પ્લેનેટિરિયમ મંદિરના વાઇસ-ચેરમેન બૃજવિલાસજી સાથે વાતચીત કરી, તેમના જ મોઢેથી જાણો મંદિરની સંપૂર્ણ વાત...

મંદિરનું ઓવરઓલ સ્ટ્રક્ચર કેવું છે? એમાં કુલ કેટલા ફ્લોર છે?
આ એક યુનિક ટેમ્પલ છે. એમાં કુલ 7 ફ્લોર છે. યુટિલિટી ફ્લોર, પૂજારી ફ્લોર, ટેમ્પલ ફ્લોર પછી મ્યુઝિયમ ફ્લોર્સ છે. ખાસ વાત એ છે કે પૂજારી ફ્લોર 2.5 એકરમાં ફેલાયેલો છે. આ દુનિયાનો સૌથી મોટો પૂજારી ફ્લોર છે. અહીં પૂજારી ભગવાનની પૂજા સાથે જોડાયેલી તૈયારીઓ કરશે.

મંદિરના મુખ્ય ગુંબજની નીચે ઊભા રહીને 7 માળના મંદિરનું દૃશ્ય જોઈ શકાય છે.
મંદિરના મુખ્ય ગુંબજની નીચે ઊભા રહીને 7 માળના મંદિરનું દૃશ્ય જોઈ શકાય છે.

મંદિર કુલ કેટલા સ્ક્વેરફૂટમાં ફેલાયેલું છે? કેમ્પસમાં મંદિર સિવાય શું હશે?
મંદિર 6 લાખ સ્ક્વેરફૂટથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. મંદિરના ફ્રન્ટમાં 45 એકરમાં ગાર્ડન છે. જ્યારે મંદિર 12 એકરમાં બનેલું છે. મંદિરનો કીર્તન હોલ 1.5 એકરમાં બનેલો છે, જ્યાં એકવારમાં 10 હજાર ભક્ત એકસાથે કીર્તન કરી શકે છે.

મંદિરની કુલ ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ કેટલી છે?
મંદિરની ઊંચાઈ 350 ફૂટ છે. ગુંબજનો વ્યાસ 177 મીટર છે. 6 લાખ સ્ક્વેરફૂટમાં ફેલાયેલો છે. આ દુનિયાનું સૌથી મોટું વૈદિક મંદિર છે.

મંદિર બનાવવામાં કયા માર્બલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એને કયા દેશોમાંથી મગાવવામાં આવે છે?
રાજસ્થાનના મકારાના અને વિયેતનામથી વ્હાઇટ માર્બલ, ફ્રાન્સથી રેડ માર્બલ, ઈટાલીથી બ્લૂ માર્બલ મંગાવ્યા છે. સ્પેનથી પણ માર્બલ આવ્યા છે. જે દેશના જે માર્બલ બેસ્ટ છે, જ્યાંના કલર બેસ્ટ છે, ત્યાંથી એ માર્બલ ઇમ્પોર્ટ કરવામાં આવે છે, જેથી આ દુનિયાનું સૌથી સુંદર મંદિર બની શકે.

મંદિરમાં અનાજ-પ્રસાદ માટે પણ વ્યવસ્થા છે. સેંકડો લોકો એકસાથે બેસીને ભોજન કરી શકે છે.
મંદિરમાં અનાજ-પ્રસાદ માટે પણ વ્યવસ્થા છે. સેંકડો લોકો એકસાથે બેસીને ભોજન કરી શકે છે.

મંદિરનું કુલ બજેટ કેટલું છે, અત્યારસુધી કેટલા રૂપિયા ખર્ચ થઈ ગયા છે?
મંદિરનું બજેટ 800 કરોડથી પણ વધારે છે. અત્યારસુધી 444 કરોડથી વધારે રૂપિયા ખર્ચ થઈ ગયા છે.

આ મંદિરને દુનિયાનું સૌથી મોટું મંદિર કેમ કહેવામાં આવી રહ્યું છે?
એનાં બે કારણ છે. પહેલું તો એનો ગુંબજ જેટલો મોટો છે એટલો અન્ય કોઈ મંદિરનો નથી. ગુંબજના અંદરના ભાગમાં કોસ્મોલોજિકલ મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, એટલે અહીં દુનિયા કેમ બની, કેવી રીતે બની, કોણે બનાવી આ દરેક બાબત અંગે ભક્તો જાણી શકશે.

આ સાઈઝને કારણે પણ દુનિયાનું સૌથી મોટું વૈદિક મંદિર કહેવામાં આવી રહ્યું છે, કેમ કે એ 6 લાખ સ્ક્વેરફૂટથી પણ વધારે એરિયામાં ફેલાયેલું છે. મંદિરમાં પ્લેનેટેરિયમ (તારાઘર) તૈયાર કરવામાં આવ્યું છે.

એને વૈદિક તારામંડળ કહેવામાં આવી રહ્યું છે, એનો અર્થ શું છે?
એની પાછળ ભાગવદ્ ગીતાની ફિલોસોફી છે. મંદિરના ફોકસમાં અધ્યાત્મ અને વિજ્ઞાન બંને છે. મંદિરના ગુંબજમાં કોસ્મોલોજિકલ મોડલ જોવા મળશે, જે દુનિયાની રચના અંગે જણાવશે. આ એક એવું પહેલું મંદિર છે, જ્યાં મંદિર અને પ્લેનેટેરિયમ એકસાથે જ છે. પ્લેનેટેરિયમનું એક સંપૂર્ણ સેક્શન અહીં તૈયાર કરવામાં આવ્યું છે.

મંદિરમાં દરેક સમયે થોડા વિદેશી ભક્તોને હરે કૃષ્ણાના નામનો જાપ કરતા જોઈ શકાય છે.
મંદિરમાં દરેક સમયે થોડા વિદેશી ભક્તોને હરે કૃષ્ણાના નામનો જાપ કરતા જોઈ શકાય છે.

માયાપુરમાં જ આ મંદિર કેમ બનાવવામાં આવ્યું?
રાધા અને કૃષ્ણના અવતાર કહેવામાં આવતા ચૈતન્ય મહાપ્રભુનો જન્મ માયાપુરમાં જ થયો હતો. આ ઇસ્કોનનું આધ્યાત્મિક મુખ્યાલય પણ છે. સંસ્થા અહીંથી પોતાના વિચારોને દેશ-દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચાડવા ઇચ્છે છે, એટલા માટે જ માયાપુરને પસંદ કરવામાં આવ્યું છે. તેને સ્વામી શ્રીલ પ્રભુપાદના વિઝન પ્રમાણે તૈયાર કરવામાં આવે છે.

આ મંદિરની સૌથી મોટી ખાસિયત શું છે, જે એને દુનિયાના બીજા અન્ય મંદિરોથી અલગ બનાવે છે?
આ માત્ર એક મંદિર નથી, પરંતુ ટીચિંગ ટેમ્પલ છે. અહીં ભાગવદ્ ગીતાની ફિલોસોફી સમજાઈ શકશે. દુનિયા કેમ બની, કેવી રીતે બની, કોણે બનાવી, આ વાતને વૈજ્ઞાનિક તથ્યો સાથે જાણી શકાશે. વૈદિક સ્ક્રિપ્ચર્સની ફિલોસોફી સમજવા માટે આ એક શ્રેષ્ઠ સ્થાન બનશે.

આટલું ભવ્ય મંદિર બનાવવા પાછળનો હેતુ શું છે?
આ મંદિરને ઈસ્ટ અને વેસ્ટનું મિક્સ્ચર જણાવવામાં આવી રહ્યું છે, કંઈ રીતે? ભારત પાસે આધ્યાત્મિક શક્તિ છે. પશ્ચિમ પાસે તાકાત છે, અમારા કલ્ચર માટે એક સુંદર જગ્યા તૈયાર કરવાની. આ કારણ એને ઈસ્ટ અને વેસ્ટનું મિક્સ્ચર કહેવામાં આવી રહ્યું છે. એને બનાવવામાં દુનિયાભરના ભક્ત સહયોગ કરી રહ્યા છે. વૈદિક સંસ્કૃતિને વૈજ્ઞાનિક તથ્યો સાથે દેશ-દુનિયા સુધી પહોંચાડવું અમારું લક્ષ્ય છે.

મંદિર બની ગયા પછી અંદાજે કેટલા ભક્તો અહીં આવશે?
હાલ દર વર્ષે 60 લાખ ભક્ત માયાપુર આવે છે. મંદિર બની ગયા પછી આ સંખ્યા 6 કરોડથી પણ વધારે થાય એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એક દિવસમાં 5થી 25 હજાર ભક્ત આવે છે. ખાસ અવસરે ભક્તોની સંખ્યા લાખમાં થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...