વૈશાખ મહિનાના સુદ પક્ષનું પ્રદોષ 24 મે, સોમવારે છે. આ દિવસે શિવજીની પૂજા કરી આખો દિવસ વ્રત રાખવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે પ્રદોષ વ્રત સુદ અને વદની તેરસ તિથિએ એટલે 13મા દિવસે કરવામાં આવે છે. આ પ્રકારે આ વ્રત મહિનામાં 2 વાર આવે છે. પ્રદોષ તિથિએ ભગવાન શિવ મૃત્યુલોક એટલે પૃથ્વી પર રહેતાં લોકો ઉપર ધ્યાન આપે છે.
પ્રદોષનું મહત્ત્વઃ-
આ વ્રતમાં ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ પ્રદોષ વ્રત કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ પામે છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે ચંદ્રને ક્ષયરોગ હતો, જેનાથી તેમને મૃત્યુ સમાન કષ્ટ પહોંચી રહ્યો હતો. ભગવાન શિવે તે દોષનું નિવારણ કરીને તેમને તેરસના દિવસે ફરી જીવનદાન પ્રદાન કર્યું. એટલાં માટે જ આ દિવસને પ્રદોષ કહેવામાં આવે છે. આ સિવાય સપ્તાહના વિવિધ દિવસમાં પ્રદોષ હોવાથી તેનું ફળ પણ અલગ મળે છે. આજે મંગળવારે પ્રદોષ છે. જેના પ્રભાવથી બિમારીઓથી છુટકારો મળે છે.
પ્રદોષ વ્રત કથાઃ-
એક નગરમાં વૃદ્ધ મહિલા રહેતી હતી. તેનો એક પુત્ર હતો. મહિલાની હનુમાનજી ઉપર ખૂબ જ આસ્થા હતી. તે દર મંગળવારે નિયમ અને વ્રત રાખીને હનુમાનજીની આરાધના કરતી હતી.
એકવાર મંગળવાર અને તેરસ તિથિના સંયોગમાં ભગવાન શિવે રૂદ્ર અવતાર હનુમાનજી સાધુનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં ગયા અને કહ્યું, કોઇ હનુમાન ભક્ત છે જે અમારી ઇચ્છા પૂર્ણ કરશે. આ સાંભળીને મહિલાએ કહ્યું, આજ્ઞા મહારાજ, સાધુ સ્વરૂપમાં હનુમાનજીએ કહ્યું, હું ભૂખ્યો છું. ભોજન કરીશ. તૂ થોડી જમીન લીપી દે. મહિલાએ આ સાંભળીને કહ્યું, મહારાજ તમે માટી ખોદવા કે લીપવા સિવાય કોઇ અન્ય આજ્ઞા આપો. હું પૂર્ણ કરીશ.
સાધુએ ત્રણવાર પ્રતિજ્ઞા કર્યાં બાદ કહ્યું, તું તારા દીકરાને બોલાવ. હું તેની પીઠ ઉપર આગ પ્રગટાવીને ભોજન બનાવીશ. મહિલા વિચારમાં પડી ગઇ. તેણે દીકરાને બોલાવ્યો અને સાધુને સોંપી દીધો. મહારાજે મહિલાના હાથે જ દીકરાને પેટના બળે સૂવડાવ્યો અને તેની પીઠ ઉપર આગ પ્રગટાવી. આગ પ્રગટાવી દુઃખી મનથી મહિલા પોતાના ઘરમાં જતી રહી. બીજી બાજુ ભોજન બનાવીને સાધુએ મહિલાને કહ્યું, દીકરાને બોલાવો જેથી તે પણ ભોજન કરી લે.
મહિલાએ કહ્યું, તેનું નામ લઇને મને કષ્ટ પહોંચાડશો નહીં. પરંતુ જ્યારે સાધુ માન્યા નહીં ત્યારે મહિલાએ દીકરાને અવાજ કર્યો. માતાનો અવાજ સાંભળી દીકરો આવી ગયો. દીકરાને જોઇને મહિલા ખુશ થઇ ગઇ અને આશ્ચર્યમાં પડી ગઇ. તેણે સાધુને પ્રણામ કર્યાં. સાધુ એટલે હનુમાનજીએ પોતાના મૂળ સ્વરૂપમાં પ્રકટ થયાં. હનુમાનજીના દર્શન કરીને મહિલા ખુશ થઇ ગઇ. ત્યારથી જ મંગળ પ્રદોષ વ્રત કરવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.