ભક્તિમાં નિયમોની શક્તિ:નવરાત્રિના 9 કામ, જેને અપનાવીને દેવીની આરાધના કરી શકાય છે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્વસ્તિક અને રંગોળી બનાવવાની સાથે સવાર-સાંજ ગૂગળનો ધૂપ આપીને શક્તિ આરાધના કરી શકાય છે

દેવીના આગમનના દિવસે થોડા લોકો ઘરમાં કળશ સ્થાપિત કરે છે અને જવારા પણ વાવીને આરાધના કરે છે. સાથે જ અનેક લોકો અખંડ જ્યોતિ પણ પ્રગટાવે છે. જોકે, બધા જ લોકો એવું કરી શકતાં નથી, પરંતુ શક્તિ આરાધના માટે થોડા કામ એવા હોય છે જે શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યાં છે. જેને ભક્તગણ ઇચ્છે, તો સહજતા સાથે કરીને દેવીના આશીર્વાદ મેળવી શકે છે.

દેવી આરાધનાની 9 રીત-

 • નવરાત્રિના પહેલાં દિવસે ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ બાંધો. તેમાં આસોપાલવ કે આંબાના પાન અને ફૂલ હોવા જોઈએ. તેને નવ દિવસ માટે બાંધીને રાખો. દશેરાના દિવસે નવું તોરણ બાંધવું.
 • આ 9 દિવસમાં બહારથી પહેરીને આવેલાં બૂટ-ચપ્પલને ઘરની અંદર પહેરીને આવશો નહીં. તેને મુખ્ય દ્વારની નજીક બહાર જ ઉતારીને આવવું. આવું કરવાથી આસુરી શક્તિઓ ઘરમાં પ્રવેશ કરતી નથી.
 • દેવી પૂજનના દિવસોમાં લાલ રંગ શુભ માનવામાં આવે છે. એટલે પૂજામાં સિંદૂરનો ઉપયોગ કરો. જેઓ કળશ સ્થાપિત કરે છે, તેમણે કળશ ઉપર ટીકો કરીને સ્વયં પણ તિલક કરવું જોઈએ. આ ઊર્જાનું પ્રતીક છે.
 • આ દિવસોમાં દીવા પ્રગટાવવા શુભ હોય છે. દરરોજ સવાર-સાંજ પોતાના ઘરના દેવ મંદિરમાં દીવો પ્રગટાવો. દીવો ઘરમાં સમૃદ્ધિ લાવે છે.
 • નવરાત્રિમાં જે ઉપવાસ કરતા નથી, તેઓએ વધારે માત્રામાં ભોજન કરવું નહીં. કહેવાનો અર્થ એ છે કે ભોજનમાં સંયમ જાળવો. આ ઋતુ સંધિકાળનો સમય છે, એટલે પેટને થોડું ખાલી રાખવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે.
 • આ દરમિયાન આપવામાં આવેલું દાન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કન્યાઓને વસ્તુઓ આપે અથવા તેમને ભોજન કરાવો.
 • આ દિવસોમાં કુળદેવીની આરાધના કરો. આઠમ અને નોમના દિવસે કુળદેવીને નિમિત્ત પૂજન કરો.
 • જેઓ વ્રત ન રાખી શકે, તેઓએ શુક્રવારે કે રવિવારે દેવી મંદિરમાં ફળનો ભોગ ધરાવો અને ભક્તોમાં વહેંચી દેવો. વ્રતીએ ફળાહાર કરવું, વ્રત સમાન ફળ આપે છે.
 • નવરાત્રિમાં દરરોજ ઘરમાં સફાઈ કરી મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિક બનાવવો અને બની શકે તો રોજ રંગોળી પણ બનાવવી. સાથે જ સવાર-સાંજ ગૂગળનો ધૂપ કરવો. તેનાથી ઘરમાં પોઝિટિવિટી વધે છે.