પોષી પૂનમ:17 જાન્યુઆરીએ સોમવાર અને પૂનમનો યોગ, નદીમાં સ્નાન કર્યા પછી દાન-પુણ્ય કરવું જોઈએ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 17 જાન્યુઆરીએ પોષ મહિનાની છેલ્લી તિથિ પૂનમ છે. તેને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે. આ દિવસથી મહા મહિનાનું સ્નાન શરૂ થઈ જશે. સોમવાર અને પૂનમના યોગમાં શિવ પૂજા અને ચંદ્ર પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પોષ મહિનાની પૂનમથી મહા મહિનાનું સ્નાન શરૂ થશે. આ દિવસે દેશભરની બધી જ પવિત્ર નદીઓના ઘાટ ઉપર ભક્તો સ્નાન કરવા માટે પહોંચશે. નદીમાં સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો.

સોમવારે પૂનમ હોવાથી આ દિવસે શિવજીની ખાસ પૂજા કરો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. જળ પાતળી ઘારા સાથે જ ચઢાવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ચાંદીના લોટાથી દૂધ શિવલિંગ ઉપર ચઢાવો. પંચામૃત અર્પણ કરો અને પછી શુદ્ધ જળ ચઢાવો. ચંદનનું તિલક કરો. હાર-ફૂલથી શિવલિંગનો શ્રૃંગાર કરો. પૂજન સામગ્રી અર્પણ કરો.

ધૂપ-દીપ પ્રગટાવો. મીઠાઈનો ભોગ ધરાવો.