11 ડિસેમ્બરે સંકટ ચોથ:સુખ-સૌભાગ્ય માટે કરવામાં આવે છે માગશ ચતુર્થીનું વ્રત, આ વ્રતમાં ઉંદર પર સવાર ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોષ મહિનાની સંકષ્ટ ચતુર્થી 11 ડિસેમ્બરે છે. આ દિવસે ચતુર્થી તિથિ બપોરે લગભગ દોઢ વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સાંજે લગભગ 5 વાગ્યા સુધી રહેશે. ચતુર્થી તિથિમાં ચંદ્રોદય રવિવારે થશે. એટલા માટે આ દિવસે અખુરથ ચોથનું વ્રત કરવામાં આવશે. આ વ્રતમાં ઉંદર પર સવાર ગણેશજીના રૂપમાં પૂજા કરવાનું વિધાન છે. માગશર વદ મહિનામાં આવનારા આ ચતુર્થી વ્રતમાં ગણેશ અને ચંદ્રની પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે. આ વ્રતથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થવા લાગે છે.

સંકષ્ટ ચતુર્થી અને ગણેશ પૂજા

સંકષ્ટી ચતુર્થીનો અર્થ હોય છે સંકટોને હરનારી ચતુર્થી. સંકષ્ટી સંસ્કૃત ભાષાથી લેવામાં આવેલ શબ્દ છે, જેનો અર્થ થાય છે કઠિન સમયથી મુક્તિ મેળવવી. આ દિવસે ભક્ત પોતાના દુઃખોથી છુટકારો મેળવવા માટે ગણપતિજીની આરાધના કરે છે. ગણેશ પુરાણ પ્રમાણે ચતુર્થીના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયી હોય છે. આ દિવસે ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ હોય છે.

ભગવાન ગણેશને સમર્પિત આ વ્રતમાં શ્રદ્ધાળુ પોતાના જીવનની મુશ્કેલીઓ અને ખરાબ સમયથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા-અર્ચના અને ઉપવાસ કરે છે. અનેક જગ્યાએ તેને સંકટ હારા કહે છે તો ક્યાંક સંકટ ચોથ પણ કહે છે. આ દિવસે ભગવાન ગણેશનું સાચા મનથી ધ્યાન કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે અને લાભ પ્રાપ્તિ પણ થાય છે.

પૂજાની વિધિ

  • આ દિવસે સવારે સૂર્યોદયથી પહેલાં ઊઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.
  • ગ્રંથોમાં જણાવ્યું છે કે વ્રત અને પર્વ પ્રમાણે આ દિવસે કપડાં પહેરવાથી વ્રત સફળ થાય છે.
  • સ્નાન કર્યા પછી ગણપતિજીની પૂજાની શરૂઆત કરો.
  • ગણપતિજીની મૂર્તિને ફૂલોથી સારી રીતે સજાવી લો.
  • પૂજામાં તલ, ગોળ, લાડુ, ફળ, તાંબાના કળશમાં પાણી, ધૂપ, ચંદન, પ્રસાદમાં કેળા કે નારિયળ રાખો.
  • સંકષ્ટીએ ભગવાન ગણપતિને તલના લાડુ અને મોદકનો ભોગ લગાવો.
  • સાંજે ચંદ્રોદય થાય તે પહેલાં ગણપતિજીની પૂજા કરો અને સંકષ્ટી વ્રત કથાનો પાઠ કરો.