આજે અક્ષય નોમ:આંબળાનું વૃક્ષ વાવવાથી અને તેની પૂજા કરવાથી રાજસૂય યજ્ઞ જેટલું ફળ મળે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માન્યતા- અક્ષય નોમના દિવસે આંબળાના વૃક્ષમાંતી અમૃતના ટીપા પડે છે, તેની છાયામાં ભોજન કરવાથી શરીર રોગમુક્ત બને છે

આજે સારા સ્વાસ્થ્યની કામનાથી અક્ષય નોમ વ્રત કરવામાં આવી રહ્યું છે. મહિલાઓ આરોગ્યતા અને સુખ-સમૃદ્ધિ માટે આંબળાના વૃક્ષની પૂજા અને પરિક્રમા કરશે. એટલે તેને આંબળા નોમ વ્રત પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે આંબળાનું વૃક્ષ વાવનાર વ્યક્તિને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. તેને શાસ્ત્રોમાં અમૃત ફળનો દરજ્જો મળેલો છે. તેનું સેવન રોગ પ્રતિરોધાત્મક ક્ષમતાને વધારે છે. ધર્મ ગ્રંથોના જાણકાર કાશીના પં. ગણેશ મિશ્ર જણાવે છે કે ભગવાન વિષ્ણુને આંબળા ખૂબ જ પ્રિય છે, એટલે તેમની પૂજામાં તે ચઢાવવામાં આવે છે. તેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે.

પૌરાણિક માન્યતાઓ
પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે સંસ્કૃતમાં તેને અમૃતા, અમૃત ફળ, આમલકી પણ કહેવામાં આવે છે. પુરાણોમાં તેને બીલી ફળ જેવો દરજ્જો પ્રાપ્ત છે. દેવઉઠી અગિયારસના રોજ ભગવાન વિષ્ણુને આ ફળ ખાસ ચઢાવવામાં આવે છે. કારતક સુદ નોમના રોજ આંબળાના વૃક્ષમાંથી અમૃત ટપકે છે, જો તેની નીચે બેસીને ભોજન કરવામાં આવે તો અમૃતનો થોડો ભાગ આપણાં ભોજનમાં પણ આવી જાય છે. જેના પ્રભાવથી મનુષ્ય રોગમુક્ત થઇને દીર્ઘાયુ થાય છે.

માન્યતા- અક્ષય નોમના દિવસે આંબળાના વૃક્ષમાંતી અમૃતના ટીપા પડે છે, તેની છાયામાં ભોજન કરવાથી શરીર રોગમુક્ત બને છે
માન્યતા- અક્ષય નોમના દિવસે આંબળાના વૃક્ષમાંતી અમૃતના ટીપા પડે છે, તેની છાયામાં ભોજન કરવાથી શરીર રોગમુક્ત બને છે

વૈજ્ઞાનિક મહત્ત્વ

  • આંબળાનું સેવન કરવાથી આંખને લગતાં રોગ દૂર થાય છે અને તેજ વધે છે.
  • વિટામિન સી અને એ હોવાથી કફ, પિત્ત અને વાત રોગ ઠીક થાય છે.
  • તેના રસના પાણીથી સ્નાન કરવાથી ચર્મ રોગ ઠીક થાય છે.
  • વાળ ખરવાની સમસ્યામાં પણ ઘટાડો આવે છે. ચામડી નિખરે છે.
  • તેની જડને તેલમાં મિક્સ કરીને ગરમ કર્યા બાદ શરીરમાં માલિશ કરવાથી ત્વચાના રોગ દૂર થાય છે.
  • તેના પાનનું ચૂરણ બનાવીને મધ સાથે સેવન કરવાથી કબજિયાત અને પેટને લગતાં રોગ દૂર થાય છે.
  • વનસ્પતિ શાસ્ત્રમાં તેની પ્રજાતિ એમ્બિકા છે.