• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Pitru Parv Till September 25: From Gold To Salt During The Days Of Pitru Paksha, The Donation Of Ten Things Gives Satisfaction To The Ancestors

પિતૃ પર્વ 25 સપ્ટેમ્બર સુધી:પિતૃઓની સંતુષ્ટિ માટે ગ્રંથોમાં ઘી, ગોળ અને તલ સહિત દસ વસ્તુઓ દાન કરવાનું વિધાન છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરૂડ પુરાણ અને નિર્ણય સિંધુ ગ્રંથ પ્રમાણે દસ કે આઠ મહાદાન કરવાથી મૃતાત્મા અને પિતૃઓને તૃપ્તિ મળે છે

પિતૃ પક્ષ 25 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય જ છે. ગ્રંથોમાં એવું પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં દાન કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. તેના માટે થોડી ખાસ સામગ્રીઓ જણાવવામાં આવી છે. જેમાં સોનાથી લઈને મીઠા સુધી આઠ કે દસ વસ્તુઓનું દાન કરી શકાય છે. જેના દ્વારા મળતાં પુણ્યથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. પિતૃ પક્ષમાં બ્રાહ્મણ સિવાય જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. તેના માટે સવારે જલ્દી જાગીને દાન કરવાનો સંકલ્પ લેવો જોઈએ અને કૂતપ કાળ એટલે લગભગ સાડા 11 થી 12.30 દરમિયાન પિતૃઓની તૃપ્તિની કામના સાથએ દાન કરવું જોઈએ.

બનારસ, પુરી અને ઉજ્જૈનના વિદ્વાન પ્રમાણે જરૂરી નથી કે હંમેશાં મોંઘી વસ્તુઓનું જ દાન કરવામાં આવે. શ્રદ્ધા અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘરમાં જે વસ્તુ મળી જાય તેનાથી આપણે આપણાં પિતૃઓને નિમિત્ત દાન કરી શકીએ છીએ. જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આપણાં પિતૃ પ્રસન્ન થાય છે.

પિતૃદોષથી મુક્તિ અને આર્થિક સંપન્નતા માટે દાન
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવેલાં દાનથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. જેથી પિતૃદોષથી મુક્તિ મળવા લાગે છે. સાથે જ આર્થિક સંપન્નતા પણ મળે છે. પિતૃઓ માટે જે વસ્તુઓ દાન કરવી જોઈએ તેનો ઉલ્લેખ પુરાણો અને અન્ય ધર્મ ગ્રંથોમાં મળે છે. તેમાં મોટાભાગની વસ્તુઓ લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે.

પિતૃઓ માટે જે વસ્તુઓ દાન કરવી જોઈએ તેનો ઉલ્લેખ પુરાણો અને અન્ય ધર્મ ગ્રંથોમાં મળે છે
પિતૃઓ માટે જે વસ્તુઓ દાન કરવી જોઈએ તેનો ઉલ્લેખ પુરાણો અને અન્ય ધર્મ ગ્રંથોમાં મળે છે

ગ્રંથોમાં આઠ અને દસ મહાદાન જણાવવામાં આવ્યાં છે
નિર્ણયસિંધુ અને ગરૂડ પુરાણમાં મહાદાનની જાણકારી આપવામાં આવી છે. આ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કે મૃત્યુ પછી કઈ વસ્તુઓનું દાન કરવામાં આવવું જોઈએ. જેથી મૃતઆત્મા કે પિતૃઓની સંતુષ્ટિ મળે. તેના માટે આ ગ્રંથોમાં દસ પ્રકારના મહાદાન જણાવવામાં આવ્યાં છે. પરંતુ એટલું ન કરી શકો તો આઠ પ્રકારની ખાસ વસ્તુઓનું દાન કરીને જ અષ્ટ મહાદાનનું પણ પુણ્ય મળી જાય છે.

દસ મહાદાન
गोभूतिलहिरण्याज्यं वासो धान्यं गुडानि च ।
रौप्यं लवणमित्याहुर्दशदानान्यनुक्रमात्॥ - નિર્ણયસિંધુ ગ્રંથ

અર્થ- ગાય, જમીન, તલ, સોનુ, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી અને મીઠું આ દસ વસ્તુઓનું દાન દસ મહાદાન કહેવાય છે. આ દાન પિતૃઓને નિમિત્ત કરવામાં આવે છે. કોઈ કારણે મૃત્યુ સમયે કરવામાં ન આવે તો શ્રાદ્ધ પક્ષમાં આ વસ્તુઓનું દાન કરવાનું વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે.

અષ્ટ મહાદાન
तिला लोहं हिरण्यं च कार्पासो लवणं तथा।
सप्तधान्यं क्षितिर्गावो ह्येकैकं पावनं स्मृतम्॥ - ગરૂડ પુરાણ ગ્રંથ

અર્થ- તલ, લોખંડ, સોનું, કપાસ, મીઠું, સાત પ્રકારના અનાજ, જમીન અને ગાય. આ આઠનું દાન કરવું જ અષ્ટ મહાદાન કહેવાય છે. આ પ્રકારના મહાદાન મૃતાત્મા કે પિતૃઓને સંતુષ્ટિ આપનાર હોય છે.

અન્ય સમાચારો પણ છે...