સંતાન માટે શ્રાદ્ધ કરવું જરૂરી:શ્રાદ્ધ કરવાથી પિતૃ ઋણ ઉતરી જાય છે, સંતાન ન હોય તો વ્યક્તિ મૃત જીવનસાથી માટે શ્રાદ્ધ કર્મ કરી શકે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પિતૃ પક્ષમાં શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ અને ધૂપ-ધ્યાન કરવું સંતાન માટે જરૂરી છે. આવું કરવાથી પિતૃ ઋણ ઉતરી જાય છે. શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના ઋણ જણાવવામાં આવ્યાં છે- દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. પૂજા-પાઠ કરવાથી દેવ ઋણ, દાન-પુણ્ય કરવાથી ઋષિ ઋણ અને શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃ ઋણ ઉતરે છે.

ઉજ્જૈનના ભાગવત કથાકાર અને જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માતા-પિતા અને ઘરના વડીલ પોતાના બાળકોના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરે છે. બાળકોનું પણ કર્તવ્ય છે કે તેઓ પણ પોતાના વડીલોનું ધ્યાન રાખે. ઘરના લોકોનું મૃત્યુ થયા પછી તેમના માટે શ્રાદ્ધ કર્મ કરવું સંતાનનું કર્તવ્ય છે. આવું કરવાથી બાળકોનું પિતૃ ઋણ ચૂકતે થાય છે.

ઘરના લોકોનું મૃત્યુ થયા પછી તેમના માટે શ્રાદ્ધ કર્મ કરવું સંતાનનું કર્તવ્ય છે
ઘરના લોકોનું મૃત્યુ થયા પછી તેમના માટે શ્રાદ્ધ કર્મ કરવું સંતાનનું કર્તવ્ય છે

સંતાન ન હોય તો શ્રાદ્ધ કર્મ કોણ કરી શકે છે

  • દર વર્ષે પિતૃ પક્ષમાં ઘર-પરિવારના પિતૃ દેવતા પોતાના કુટુંબના લોકોના ઘરે આવે છે. માન્યતા છે કે, આ ભાવ સાથે ઘરના પૂર્વજોને યાદ કરવા જોઈએ અને તેમના માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ.
  • જો મૃત વ્યક્તિના એકથી વધારે પુત્ર છે અને બધા એકસાથે જ રહે છે તો સૌથી મોટા દીકરાએ શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. જો બાળકો અલગ-અલગ રહે છે તો બધા પોત-પોતાના ઘરમાં અલગ-અલગ ધૂપ-ધ્યાન કરી શકે છે.
  • મૃત વ્યક્તિનો કોઈ પુત્ર ન હોય તો જમાઈ પણ શ્રાદ્ધ કરી શકે છે. જો કોઈ મહિલાના પતિનું મૃત્યુ થઈ ગયું હોય અને તેમની કોઈ સંતાન ન હોય તો તે સ્વયં પોતાના પતિ માટે શ્રાદ્ધ કરી શકે છે.
  • જો મૃત વ્યક્તિની પત્ની પણ ન હોય તો તેમનો જીવિત ભાઈ શ્રાદ્ધ કરી શકે છે. વ્યક્તિ પોતાના દાદા-દાદી માટે શ્રાદ્ધ કરી શકે છે.
  • પુરૂષ પોતાની પત્નીનું શ્રાદ્ધ ત્યારે જ કરી શકે છે જ્યારે તેમનું કોઈ સંતાન ન હોય. પુત્ર, પૌત્ર, પુત્રી ન હોય ત્યારે ભત્રિજા પણ શ્રાદ્ધ કરી શકે છે. દત્તક લીધેલો પુત્ર કે જમાઈ પણ શ્રાદ્ધ કરી શકે છે.
કોઈ મહિલાના પતિનું મૃત્યુ થઈ ગયું હોય અને તેમની કોઈ સંતાન ન હોય તો તે સ્વયં પોતાના પતિ માટે શ્રાદ્ધ કરી શકે છે
કોઈ મહિલાના પતિનું મૃત્યુ થઈ ગયું હોય અને તેમની કોઈ સંતાન ન હોય તો તે સ્વયં પોતાના પતિ માટે શ્રાદ્ધ કરી શકે છે

પિતૃ પક્ષમાં આ બધા મૃત સંબંધીઓ માટે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ
પિતૃ પક્ષમાં ગુરુ, સસરા, કાકા, મામા, ભાઈ, ભત્રિજા, શિષ્ય, જમાઈ, ભાણ્યો, ફુઆ, માસા, પુત્ર, મિત્રનું પણ શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ તેમની મૃત્યુ તિથિએ કરવું જોઈએ. જો આ બધા સંબંધીઓની મૃત્યુ તિથિ જાણ ન હોય તો સર્વપિતૃ મોક્ષ અમાસ (25 સપ્ટેમ્બર)ના દિવસે શ્રાદ્ધ કર્મ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...