પિતૃ પક્ષમાં શું કરવું અને શું ન કરવું:આજથી પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાનું મહાપર્વ શરૂ, આ દિવસોમાં દાન આપવાની પરંપરા છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈદિક ગ્રંથોમાં શ્રાદ્ધ નહીં પિતૃયજ્ઞ કહેવામાં આવ્યું છે, પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓ પૃથ્વી ઉપર આવે છે
  • શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો અને જ્યાં સુધી શ્રાદ્ધ કર્મ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી કંઇ જ ભોજન કરવું નહીં

આજે ભાદરવી પૂનમના દિવસે પૂનમનું શ્રાદ્ધ કરવામાં આવશે. 11 સપ્ટેમ્બરથી વદ પક્ષની શ્રાદ્ધ તિથિ શરૂ થઈ રહી છે. પિતૃપક્ષ 25 સપ્ટેમ્બર સુધી રહેશે. પિતૃ પક્ષ પિતૃઓને યાદ કરવાનું, તેમના માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાનું મહાપર્વ છે. આ દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને ધન, અનાજ, બૂટ-ચપ્પલ અને કપડાનું દાન કરવાની પરંપરા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પિતૃ પક્ષમાં આપણે એવા કામ કરવા જોઈએ નહીં, જેના કારણે અન્ય લોકોને મુશ્કેલી થાય. આ દિવસોમાં લાલચ, નશો, માંસાહાર જેવા અવગુણોથી બચવું જોઈએ. ધ્યાન રાખો જાણ્યે-અજાણ્યે ઘર-પરિવારમાં અને સમાજમાં વડીલોનો અનાદર ન કરવો. ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું. આ દિવસોમાં પ્રસન્ન રહેવું અને અન્ય લોકોને પણ પ્રસન્ન રાખવા જોઈએ.

શ્રાદ્ધમાં જરૂરી વસ્તુઓ
શ્રાદ્ધમાં તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન આ ત્રણ વસ્તુઓ ખાસ હોવી જોઇએ. ત્યાં જ, બ્રાહ્મણ ભોજન માટે લસણ-ડુંગળી અને ઓછા તેલ-મસાલાવાળું સાત્વિક ભોજન હોવું જોઇએ. જેમાં ચોખા જરૂર હોવા જોઇએ.

શ્રાદ્ધ કરતી સમયે આ વસ્તુઓનું હોવું જરૂરી છે
શ્રાદ્ધ કરતી સમયે આ વસ્તુઓનું હોવું જરૂરી છે

પિતૃ પક્ષ માટે અનેક સરળ નિયમ પણ છે. જેઓ શ્રાદ્ધ કરી શકતાં નથી, તેઓ જરૂરિયાતમંદ લોકોને અનાજ અને વસ્ત્રનું દાન કરી શકે છે. પશુ-પક્ષીઓ માટે જળ અને અનાજની વ્યવસ્થા કરો. નાના બાળકોને ભોજન કરાવવું જોઈએ. ગાય-કૂતરા અને કાગડા માટે ભોજનની વ્યવસ્થા કરવી.

આ દિવસોમાં શિવલિંગ ઉપર જળ ચઢાવીને અભિષેક કરો. જો વિધિવત પૂજા કરી શકો નહીં તો શિવલિંગ ઉપર જળ, બીલીપત્ર, ધતૂરો અને ફૂલ ચઢાવવા જોઈએ. દીવો પ્રગટાવીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમના મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.

શ્રાદ્ધ એટલે પિતૃયજ્ઞના 16 દિવસ
અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે છે, ત્યારે પિતૃઓને તૃપ્ત કરતી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે. સાથે જ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને યમ સ્મૃતિમાં પણ જણાવવામાં આવ્યું છે કે, આ 16 દિવસમાં પિતૃઓ માટે વિશેષ પૂજા અને દાન કરવું જોઇએ. આ સિવાય પુરાણોની વાત કરવામાં આવે તો બ્રહ્મ પુરાણ, નારદ પુરાણ, સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, શ્રાદ્ધપક્ષ દરમિયાન પિતૃઓની પૂજા કેવી રીતે કરી શકાય છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પિતૃપક્ષ શરૂ થતાં જ પિતૃઓ મૃત્યુલોકમાં પોતાના વંશજોને જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે. એટલે, આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજન અને અન્ય પ્રકારના દાન કરવામાં આવે છે.

પરિવાર કે કુળનો કોઈ સભ્ય ન હોય તો કુળ-પુરોહિત કે આચાર્ય પણ મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કરી શકે છે
પરિવાર કે કુળનો કોઈ સભ્ય ન હોય તો કુળ-પુરોહિત કે આચાર્ય પણ મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કરી શકે છે

ગયામાં પિતૃઓ માટે તર્પણ કર્યા પછી શ્રાદ્ધ કરવું કે નહીં

  • જયપુરના જ્યોતિષાચાર્ય પં. નિલેશ શાસ્ત્રીએ જણાવ્યું, બ્રહ્મપુરાણ, નાગરખંડ અને ધર્મસિંધુ ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિએ ગયામાં શ્રાદ્ધ-તર્પણ કર્યું છે, ત્યારે પણ તે પિતૃઓ માટે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કરી શકાય છે. પિતૃ પક્ષમાં કુંટુંબના દરેક વ્યક્તિ માટે શ્રાદ્ધ અને તર્પણ ચોક્કસ કરવું જોઈએ.
  • શ્રાદ્ધ પક્ષ સિવાય દર મહિનાની અમાસના દિવસે પણ પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ, ધૂપ-ધ્યાન અને દાન-પુણ્ય કરવું જોઈએ.
  • શ્રાદ્ધ પક્ષમાં પિતૃ સંહિતા, પિતૃ ગાયત્રી, શ્રીમદભાગવત ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ.
  • જે લોકો કોઈ કારણોસર પિતૃ તર્પણ કરી શકતા નથી, તેઓ બ્રાહ્મણની મદદ લઈને શ્રાદ્ધ કર્મ કરાવી શકે છે.
  • આ દિવસોમાં પીતળના વાસણમાં કાળા તલ, જવ, દૂધ, કુશા, ગંગાજળ લઇને પીપળામાં ચઢાવવું.
અન્ય સમાચારો પણ છે...