પિતૃપક્ષ:પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ પછી બ્રાહ્મણ સિવાય જમાઈ, ભાણ્યા, મામા, ગુરુ, દોહિત્રને પણ ભોજન કરાવવું જોઈએ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવાનું આ મહાપર્વ 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસોમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન, પિંડદાન, તર્પણ વગેરે શુભ કામ કરવામાં આવે છે. આ દિવસોમાં અન્યને ભોજન કરાવવાની પણ પરંપરા છે.

કોલકાતાની એસ્ટ્રોલોજર ડો. દીક્ષા રાઠીના જણાવ્યા પ્રમાણે પિતૃ પક્ષમાં ઘર-પરિવારના પિતૃ દેવ પોતાના વંશના લોકોના ઘરે આવે છે. પિતૃ પક્ષ પછી તેઓ પોતાના પિતૃ લોક પાછા ફરે છે. પિતૃ પક્ષમાં ધૂપ-ધ્યાન કર્યા પછી બ્રાહ્મણ સિવાય જમાઈ, ભાણ્યા, મામા, ગુરુ, દોહિત્રને પણ ભોજન કરાવવું જોઈએ.

સવાલ-જવાબમાં જાણો પિતૃ પક્ષ સાથે જોડાયેલી ખાસ વાતો....

પિતૃ પક્ષમાં પિંડદાન અને તર્પણ કર્યા પછી અન્ય લોકોને જમાડવાની પરંપરા છે
પિતૃ પક્ષમાં પિંડદાન અને તર્પણ કર્યા પછી અન્ય લોકોને જમાડવાની પરંપરા છે

સવાલ- પિતૃ પક્ષમાં કેવા-કેવા કાર્યો કરવાથી બચવું જોઈએ?
જવાબ
- પિતૃ પક્ષમાં અધાર્મિક કાર્યો કરવાથી બચવું જોઈએ. ગુસ્સો કરવો નહીં. ઘરમાં ક્લેશ કરશો નહીં. લાલચથી દૂર રહો. અન્ય લોકો માટે ખરાબ વિચાર રાખશો નહીં. ઘર-પરિવાર અને બહારના કોઈપણ વ્યક્તિનું અપમાન કરશો નહીં. કોઈપણ જીવ-જંતુ ખાસ કરીને કૂતરા, ગાય અને કાગડાને પરેશાન ન કરો. તેમનામાટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરાવો.

સવાલ- પિતૃઓ માટે ક્યારે કેવા કામ કરી શકાય છે?
જવાબ
- પિતૃઓ માટે ધૂપ-ધ્યાન, પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવા માટે બપોરનો સમય સૌથી સારો રહે છે. આ સિવાય રોજ સાંજે પિતૃઓનું ધ્યાન કરીને ઘરની બહાર દીવો પ્રગટાવવો જોઈએ.

સવાલ- જે લોકોની મૃત્યુ તિથિ જાણતા નથી, તેમનું શ્રાદ્ધ ક્યારે કરશો?
જવાબ
- પિતૃ પક્ષમાં વ્યક્તિની મૃત્યુ તિથિના આધારે જ શ્રાદ્ધ કર્મ કરી શકાય છે. જે તિથિએ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તે તિથિએ તેમના માટે શ્રાદ્ધ કરવું જોઈએ.

ચૌદશ તિથિના દિવસે શસ્ત્રોથી કે આત્મહત્યા કરનાર અથવા કોઈ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે
ચૌદશ તિથિના દિવસે શસ્ત્રોથી કે આત્મહત્યા કરનાર અથવા કોઈ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે
  • જો કોઈ વ્યક્તિની મૃત્યુ તિથિ જાણ ન હોય તો તેમના માટે સર્વપિતૃ મોક્ષ અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે. આ વખતે આ તિથિ 25 સપ્ટેમ્બરના રોજ છે.
  • પાંચમ તિથિ (14 સપ્ટેમ્બર)ના દિવસે કુંવારા મૃત લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. જો કોઈ પરિણીતા મહિલાની મૃત્યુ તિથિ જાણ ન હોય તો તેમનું શ્રાદ્ધ નોમ (19 સપ્ટેમ્બર) તિથિએ કરવું જોઈએ.
  • એકાદશી તિથિ (21 સપ્ટેમ્બર)ના દિવસે સંન્યાસીનું શ્રાદ્ધ કરવું જોઈએ. ચૌદશ તિથિ (24 સપ્ટેમ્બર)ના દિવસે શસ્ત્રોથી કે આત્મહત્યા કરનાર અથવા કોઈ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. મૃત નાના બાળકોનું શ્રાદ્ધ તેરસ તિથિ (23 સપ્ટેમ્બર)ના રોજ કરવું જોઈએ.
  • ધ્યાન રાખો પિતૃઓ સાથે જોડાયેલાં કામ કરતી સમયે સફેદ કે પીળા કપડાં પહેરશો તો વધારે સારું રહેશે.
અન્ય સમાચારો પણ છે...