• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Pitru Paksha Ekadashi On 21 September, Budhwar And Ekadashi Ka Yog, Old Traditions About Pitru Paksha, Indira Ekadashi On 21 September

21 સપ્ટેમ્બરે પિતૃ પક્ષની એકાદશી:સૂર્યને જળ ચઢાવીને દિવસની શરૂઆત કરો, સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 21 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશી છે. વર્ષભરની બધી જ એકાદશીઓમાં આ એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, કેમ કે તે પિતૃ પક્ષમાં આવે છે. આ એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા વ્રત-ઉપવાસથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. સાથે જ, કુટુંબના પિતૃ દેવતાઓને પણ તૃપ્તિ મળે છે.

પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. જે વર્ષે અધિકમાસ હોય છે, ત્યારે 26 એકાદશી આવે છે. એકાદશી તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ છે અને તેમના માટે જ વ્રત કરવામાં આવે છે. આ દિવસે વિષ્ણુજી અને શ્રીકૃષ્ણની ખાસ પૂજા કરવાની પરંપરા છે.

ઇન્દિરા એકાદશીએ બપોરે 12 વાગ્યા આસપાસ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ
ઇન્દિરા એકાદશીએ બપોરે 12 વાગ્યા આસપાસ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ

ઇન્દિરા એકાદશીએ સવારથી સાંજ સુધી કેવા-કેવા શુભ કામ કરવા જોઈએ....

  • એકાદશીએ સવારે જલ્દી જાગવું જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું. જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરશો તો વધારે સારું રહેશે. લોટામાં પાણી સાથે જ ચોખા અને લાલ ફૂલ પણ રાખવા જોઈએ. અર્ઘ્ય અર્પણ કરતી સમયે ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો.
  • સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી ઘરના મંદિરમાં પૂજા કરો. તમે ઇચ્છો તો કોઈ મોટા મંદિરમાં પણ પૂજા કરી શકો છો. ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. અભિષેક કેસર મિશ્રિત દૂધથી કરવો. તેના માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર બાદ જળથી અભિષેક કરવો. વસ્ત્ર, તુલસી વગેરે શુભ વસ્તુઓ અર્પણ કરો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
  • બપોરે 12 વાગ્યા આસપાસ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. તેના માટે સળગતા છાણા ઉપર ગોળ-ઘી અર્પણ કરવું જોઈએ. હથેળીમાં પાણી લઈને અંગૂઠા તરફથી પિતૃઓને જળ ચઢાવવું.
  • ધૂપ-ધ્યાન પછી ગાય, કૂતરા અને કાગડા માટે ઘરની બહાર ભોજન રાખવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવશો તો વધારે સારું રહેશે. દાન-દક્ષિણા આપો.
  • બપોરે શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરો. તમે ઇચ્છો તો ગરૂડ પુરાણનો પાઠ પણ કરી શકો છો.
  • સાંજે સૂર્યાસ્ત પછી ફળિયામાં તુલસીનો દીવો પ્રગટાવવો અને પરિક્રમા કરો. ધ્યાન રાખો તુલસીનો સ્પર્શ કરશો નહીં, જળ ચઢાવશો નહીં. તુલસી માતાને વહેલી સવારે જ જળ ચઢાવવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...