ઇન્દિરા એકાદશી:21 સપ્ટેમ્બરે બુધવાર, પિતૃપક્ષ અને એકાદશીનો યોગ; આ દિવસે ગણેશજી અને વિષ્ણુજીની પૂજા કરો, બપોરના સમયગાળામાં શ્રાદ્ધ કર્મ કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 21 સપ્ટેમ્બરના રોજ ઇન્દિરા એકાદશી છે. હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષની એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે તે લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમનું મૃત્યુ એકાદશીએ થયું હોય. બુધવારે એકાદશી હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ ગણેશજીની પણ ખાસ પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, પિતૃ પક્ષની એકાદશીએ કરવામાં આવતા પિંડદાન, તર્પણ, ધૂપ-ધ્યાન અને શ્રાદ્ધ કર્મથી પિતૃ દેવતા સંતુષ્ટ થાય છે. જો કોઈ વ્યક્તિ આ તિથિએ શ્રાદ્ધ કરી શકે નહીં તો તેને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. વસ્ત્ર, અનાજ અને ધનનું દાન કરવું જોઈએ. શ્રાદ્ધ કર્મ બપોરના સમયગાળામાં કરવું જોઈએ. સળગતા છાણા ઉપર ગોળ-ઘી, ખીર-પુરી અર્પણ કરીને ધૂપ આપી શકો છો. તે પછી હથેળીમાં જળ લઈને અંગૂઠા તરફથી પિતૃઓને જળ ચઢાવવું.

પિતૃ પક્ષની એકાદશીએ કરવામાં આવતા પિંડદાન, તર્પણ, ધૂપ-ધ્યાન અને શ્રાદ્ધ કર્મથી પિતૃ દેવતા સંતુષ્ટ થાય છે
પિતૃ પક્ષની એકાદશીએ કરવામાં આવતા પિંડદાન, તર્પણ, ધૂપ-ધ્યાન અને શ્રાદ્ધ કર્મથી પિતૃ દેવતા સંતુષ્ટ થાય છે

ગણેશજીની પૂજા આ રીતે કરી શકો છો
પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજામાં સૌથી પહેલાં ભગવાનને સ્નાન કરાવો. વસ્ત્ર, હાર-ફૂલ અર્પણ કરો. જનોઈ, કંકુ, ચંદન, ચોખા, દૂર્વા વગેરે પૂજન સામગ્રી ચઢાવવી. મીઠાઈનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. ગણેશ પૂજા પછી વિષ્ણુજીની પૂજા કરો.

એકાદશીએ ભગવાનને મીઠાઈનો ભોગ તુલસીના પાન સાથે ધરાવવો જોઈએ. ધૂપ-દીપ અને આરતી કરો. પૂજામાં ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ
એકાદશીએ ભગવાનને મીઠાઈનો ભોગ તુલસીના પાન સાથે ધરાવવો જોઈએ. ધૂપ-દીપ અને આરતી કરો. પૂજામાં ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ

એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ આ રીતે કરી શકાય છે

  • સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદસી મહાત્મ્ય નામનો અધ્યાય છે. તેમાં વર્ષભરની બધી એકાદશીઓ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ પાંડવ પુત્ર યુધિષ્ઠિરને એકાદશીનું મહત્ત્વ જણાવ્યું હતું.
  • એકાદશીએ સવારે જલ્દી જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં પૂજા-પાઠ કરો. ભગવાન વિષ્ણુનો પંચામૃતથી અભિષેક કરો. પંચામૃત દૂધ, ઘી, મિસરી, દહીં અને મધ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. વિષ્ણુજી સાથે જ મહાલક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ.
  • પંચામૃત અર્પણ કર્યા પછી શુદ્ધ જળથી અભિષેક કરો. ભગવાનને નવા પીળા વસ્ત્ર પહેરાવો. દેવી લક્ષ્મીને લાલ ચૂંદડી અર્પણ કરો. સુહાગનો સામાન જેમ કે બંગડી, કંકુ ભેટ કરો. દેવી-દેવતાનો હાર-ફૂલથી શ્રૃંગાર કરો.
  • ભગવાનને મીઠાઈનો ભોગ તુલસીના પાન સાથે ધરાવવો જોઈએ. ધૂપ-દીપ અને આરતી કરો. પૂજામાં ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.
  • પૂજામાં ભગવાન સામે એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. તે પછી આખો દિવસ નિરાહાર રહો. તમે ઇચ્છો તો ફળનું સેવન કરી શકો છો.
  • બીજા દિવસે એટલે બારસ તિથિએ સવારે વિષ્ણુજીની પૂજા કરો. પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને તે પછી તમે પણ ભોજન ગ્રહણ કરો.
  • આ પ્રકારે એકાદશીનું વ્રત પૂર્ણ થઈ જાય છે.
અન્ય સમાચારો પણ છે...